Sunday, August 5, 2012

Wish You Happy Friend Ship Day From Ashok Hindocha M-09426254999


→•“આજના આધુનિક યુગમાં ફ્રેન્ડશીપ ડે નું મહત્વ”•←http://ashokhindochaschannel.blogspot.com M-09426254999
કહેવાય છે કે માનવજાતિની શરૂઆત “આદમ-ઇવ” થી થઇ હતી. ત્યાર બાદ માનવજાતિ ક્રમશઃ આગળ વધતી ગઇ.ફ્રેન્ડશીપ ડે એ પ્રેમ નો પર્વ છે. ફ્રેન્ડશીપ એટલે બે વ્યક્તિઓ વચ્ચે પરસ્પર વિચારોની અને પ્રેમની આપ-લે .તે વ્યકતિ તમારા વિચારો,માન-સન્માન, અને સંબંધ પ્રત્યે આદર ધરાવતો હોય. તેને તમે સમાન્ય રીતે ફ્રેન્ડસ તરીકે સંબોધતા હોવ છો. પછી પુરુષ મિત્ર હોય કે સ્ત્રી મિત્ર. અંત્તે બંન્નેને એકબીજાનું આકર્ષણ તો રહેવાનું જ.
• • •
ઓગસ્ટનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે. ફ્રેન્ડશીપ ડે એટલે મિત્રતાના સંબંધોના મુંલ્યાંકનને વ્યક્ત કરવાનો દિવસ છે. તે “મૈત્રી” અને બંન્ને વ્યકતિઓ વચ્ચેના સંબંધોને મજબુત બનાવે છે. “મિત્ર” શબ્દ ઉપરથી “મિત્રતા” શબ્દ બન્યો.બે મિત્રો વચ્ચે મિત્રતા કેવી હોવી જોઇએ? તો બે મિત્રો વચ્ચે મિત્રતા એવી હોવી જોઇએ કે બંન્ને એકબીજાની લાગણીઓને પરસ્પર સમજી શકે, કે જે એકબીજાના દુઃખમાં સાથે રહે. મિત્રતા એક એવો શબ્દ છે જે સાંભળતા જ આપણને આપણાં મિત્રની “કાલી-ઘેલી” યાદો ને તાજી કરાવે.આપણો મિત્ર એ આપણો પડછાયો જ છે જે આપણને અંદ
રથી અને બહારથી બંન્ને બાજુથી ઓળખે છે.આપણી રગ-રગથી વાકેફ છે.તે આપણું જમાં પાસુ જાણે છે તો આપણી નબળાઇઓ થી પણ વાકેફ છે.પણ ખરો મિત્ર તેને જ કહેવાય કે જે આ તમામ પરિસ્થિતિનો લાભ ન ઉઠાવે. જીંદગીમાં ક્યારેય બે મિત્રો વચ્ચે શક ની દિવાલ ન બંધાવી જોઇએ. વિશ્વાસ ના પાયામાં પ્રેમની ઇમારતનું સર્જન થવું જોઇએ.એક મિત્રનો બીજા મિત્ર માંટે ત્યાગ નો ભાવ, સમર્પણ નો ભાવ હોવો જોઇએ. “સંબંધ” શબ્દ બોલવામાં ખૂબ જ સરળ છે પરંતું, નિભાવવો ખૂબ જ કઠિન છે.આપણે મિત્રતા માંટે વર્ષોથી “કૃષ્ણ-સુદામા” નું ઉદાહરણ આપતા આવ્યા છીએ. પરંતું, વાસ્તવમાં તે બંન્ને જેવી મિત્રતા નિભાવવી ખૂબ જ કઠિન છે.
• • •
“ફ્રેન્ડશીપ ડે” તક આપે છે મિત્રોનો આભાર માનવાની . હા, આપણે એમ ચોક્કસ કહી શકીએ કે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે. તે ભારતીય સંસ્કૂતિમાં લાવવામાં આવ્યું છે. અહીં આ તકે કહેવાનું મન થાય છે કે,
• • •
“દોસ્ત હો તો એસા જો અપના માન શકે, દર્દ એ દિલ કો પલ મે જાન શકે, ખડે હો જબ ભીગી બારિશ હમ તો આંસું ઓર બુંદ દોનો કો પહેચાન શકે.
• • •
ફ્રેન્ડશીપ ડે નું યુવા હૈયાઓમા ખાસ કંઇક અલગ જ મહત્વ હોય છે.આ દિવસે ગિફ્ટ આર્ટિક્લ્સની દુકાનમાંથી વિવિધ વેરાયટીઓના બેલ્ટસની ખરીદી કરે છે અને સાથે-સાથે ફ્રેન્ડશીપ ડે ના કાર્ડ ની પણ ખરીદી કરે છે.આ ફ્રેન્ડશીપ બેલ્ટ ફ્રેન્ડના હાથમાં બાંધીને પ્રેમ નો ભાવ વ્યક્ત કરવા ગિફ્ટ ની આપ-લે કરે છે. મિત્રો સાથે કોઇપણ બાબતોને લઇને ભલે હજારો ઝઘડાઓ થયા હોય પરંતું, આ દિવસે બધુ ભુલી જઇને નવેસરથી સંબંધોની શરૂઆત કરવી જોઇએ. મિત્રો આ તો જીંદગી છે જીંદગીમાં સારા અને ખરાબ બંન્ને દિવસો આવવાના છે.પણ હવે આધુનિક સમયમાં મિત્રતા નો સંબંધ ટકાવી રાખવા માટે મોબાઇલ, ઇન્ટરનેટ, ફેસબુક, ઈ-મેઇલ, વગેરે માધ્યમો દ્વારા એકબીજાના સંર્પકમાં રહેતા હોય છે. પત્રો હવે ભૂતકાળ બની ચૂક્યા છે.
• • •
ફ્રેન્ડશીપ માંટે કોઇ ઉંમર કે નાત-જાતના બંધનો નડતા નથી હોતા. તેમાં તો માત્ર પ્રેમનો જ આહલેક હોય છે. આપણે આપણાં મિત્રને ભલે રોજ મળતા હોય પરંતું,આ દિવસનું મહત્વ કંઇક ખાસ હોય છે.ક્યારેક એવું થાય કે એક ગેર સમજ ઉદ્દભવે અને એ સમયે તમારા દોસ્તનું વર્તન તમારા પ્રત્યે કેવું છે? તે તમારા દોસ્તી પ્રત્યેના અભિગમનો સ્પષ્ટ ખ્યાલ આપી જાય છે, કે એમા કેટલું ઉંડાણ કે કેટલી સચ્ચાઇ હતી.તમારી ધીરજ અને સહનશીલતાનો અંદાજ • • •આવી જાય છે.

તો આ તકે તમને પણ “હેપ્પી ફ્રેન્ડશીપ ડે”.• • •
 — www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999
 ·  ·  · 31 minutes ago · 

No comments: