Thursday, June 13, 2013
Congratulations to All from Ashok Hindocha M -94262 54999
ગોખણપટ્ટીના બદલે વિષયની ઉંડાણપૂર્વકની સમજણ જરુરી: કન્સેપ્ટ બેઈઝ વર્ક કરો, ટીવી જુઓ, ક્રિકેટ રમો, પણ પ્રાયોરિટી અભ્યાસને આપો
રાજકોટ :આજના વિદ્યાર્થીઓ કલાકોની મહેનત અને રાત્રે મોડે સુધી વાંચવાના બદલે આયોજનપૂર્વકની મહેનત પર વધુ વિશ્વાસ છે. 'સ્માર્ટ વર્ક ઈઝ મચ બેટર ધેન હાર્ડ વર્ક' એવું આજનો વિદ્યાર્થી અચૂક માને છે. આ માટે આજના વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીના બદલે વિષયોની ઉંડાણપૂર્વકની સમજણ, ડે-ટૂ-ડે વર્ક, પ્રોપર પ્રેઝન્ટેશન, પોઈન્ટવાઈઝ તૈયારી પર ભાર મૂકે છે. અભ્યાસ માટે નિયત સમય ફાળવ્યા બાદ ફ્રેશ થવા માટે વિદ્યાર્થીઓે વધારાના સમયમાં ટીવી જોવું, ક્રિકેટ રમવું, ફિલ્મો જોવી જેવી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ માટે પણ પૂરતો સમય ફાળવે છે. આજે એસએસસીનાં જાહેર થયેલાં પરિણામમાં ૯૯.૯૯ ટકા પીઆર મેળવનારા રાજકોટના ટોપર્સે તેમની અભ્યાસની પદ્ધતિ, શોખ, ભાવિ આયોજન, સફળતાની ચાવીઓ સહિતની ઘણી બાબતો 'સંદેશ' સાથે શેર કરી હતી.
C O N G R TU L A T I O N S TO ALL
તમામ વિષયોનું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ શ્રેયા વઘાસિયા
એમ.બી.બી.એસ. કરીને ડોક્ટર બનવાની ઈચ્છા દર્શાવતી શ્રેયા ડે-ટૂ-ડે વર્ક પર ભાર મૂકે છે. તેણી કહે છે કે, દરેક વિષય માટે ચોક્કસ ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. જેથી ઘણો ફાયદો મેળવી શકાય. અભ્યાસમાંથી ફ્રેશ થવા માટે શ્રેયા ટી.વી. જોતી અથવા મ્યુઝિક સાંભળતી.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' તો અચૂક જોવાનું જ : પલક પંડયા
ચેસ અને કેરમની શોખીન પલક શાળામાં લેવાતી ડેઈલી ટેસ્ટ્સ પર ભાર મૂકે છે. તેણી જણાવે છે કે, સ્કૂલની ટેસ્ટ રેગ્યુલર એટેન્ડ કરવાથી મોટા ભાગના પ્રશ્નોનો ઉકેલ મળી જાય છે. જ્યારે અભ્યાસમાંથી ફ્રેશ થવા માટે પલક દરરોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિક અચૂક જોતી હોવાનું ઉમેરે છે.
અભ્યાસમાંથી ફ્રેશ થવા માટે ડ્રોઈંગ કરતી : કૃતજ્ઞા ભટ્ટ
ધો.૧૦ પછી વિજ્ઞાન પ્રવાહમાં જોડાવા ઈચ્છતી કૃતજ્ઞા ભટ્ટ જણાવે છે કે, સ્કૂલમાં શીખવવામાં આવતાં રેગ્યુલર અભ્યાસ ઉપરાંત યુનિટ ટેસ્ટ્સ પણ એટલાં જ અગત્યના છે. ટીવી જોવાની અને મ્યુઝિક સાંભળવાની શોખીન કૃતજ્ઞા ચિત્રકામની શોખીન છે. પરીણામે, અભ્યાસમાંથી મન હળવું કરવા તેણી ડ્રોઈંગ કરતી હોવાનું જણાવે છે.
ટેક્સ્ટબૂક્સ પર પૂરતો ભરોસો રાખો :પ્રિત દેસાઈ
મિકેનિકલ એન્જિનીયર બનવાની ઈચ્છા ધરાવતાં પ્રિતે જણાવ્યુ કે, વધુ ગુણ મેળવવા માટે ટેક્સ્ટબૂક્સના બે પૂંઠા વચ્ચેનું બધું જ વાંચી લેવું જોઈએ. ત્યાર બાદ અન્ય એસાઈન્મેન્ટ્સ તથા પેપર સેટ્સને પણ રીફર કરવાથી ઘણો ફાયદો મેળવી શકાય.
મ્યૂઝિકના શોખીન પિયૂષને એમ.એસ. કરવુ છે : પિયૂષ લુણાગરીયા
૯૯.૯૯ ટકા પીઆર મેળવનાર ક્રિકેટનો શોખીન પિયૂષ લુણાગરીયા યાદ રાખવા માટે વારંવાર રીપીટેશન કરવાની પદ્ધતિ અપનાવે છે. પિયૂષ જણાવે છે કે, કંઈ પણ ના સમજાય તો તરત શિક્ષકને પૂછી લેવું જોઈએ. પોતાની નવરાશની પળોમાં તે વિજ્ઞાાન આધારિત ટીવી ચેનલો જોવા પર ભાર મૂકે છે.
અભ્યાસ માટે કેબલ જ કઢાવી નાખ્યું : પ્રણવ મિનિપરા
કબડ્ડી અને ટેબલ ટેનિસનો શોખીન પ્રણવ જણાવે છે કે, એસએસસીના અભ્યાસ માટે તેમના ઘરમાંથી કેબલ જ કઢાવી નાખ્યુ હતુ. ફ્રેશ થવું હોય, તો કબડ્ડી અને ટેબલ ટેનીસ રમી લેતો અથવા મ્યુઝિક સાંભળતો. ધારી સફળતા મેળવવા માટે તે રેગ્યુલર વર્ક પર ભાર મૂકે છે.
હાર્ડ વર્ક કરતાં, સ્માર્ટ વર્ક કરો : મનાલી પટેલ
એસએસસીમાં અભ્યાસ માટે કલાકોની મહેનત અને વાંચવાના બદલે સ્માર્ટ વર્ક દ્વારા ઓછા સમયમાં વધુ યાદ રાખી શકાય તેવું માનતી મનાલી પટેલ જણાવે છે કે, યાદ રાખવા માટે ગોખણપટ્ટી કરવાની જરુર નથી, પરંતુ વિષયને સમજવો મહત્વનો છે. નવરાશની પળોમાં મનાલી મ્યુઝિક સાંભળવાનું અથવા ભાઈ-બહેનો સાથે મસ્તિ કરવાનું પસંદ કરે છે.
ફિલ્મોના શોખીન રાજને આઈ.એ.એસ. કરવું છે
નિયમિત અને આયોજનબદ્ધ અભ્યાસને મહત્વ આપતો રાજ ભડાણિયા પોતાની ઈચ્છા દર્શાવે છે કે, તે એમબીબીએસ કરીને આઈ.એ.એસ.ની પરીક્ષા આપવા માંગે છે. જો કે, આ માટે તે અભ્યાસના ભારણના બદલે વિષયોને સમજવા પર ભાર મૂકે છે. તે ફિલ્મોનો અત્યંત શોખીન છે. અભ્યાસ સાથે યોગ્ય મેનેજ કરીને તે નવી ફિલ્મો જોવાનું ચૂકતો નથી.
અભ્યાસની સાથે વિવેકાનંદ અને ચાણક્યના પુસ્તકો વાંચતો : હેમાંગ દવે
અભ્યાસની સાથે સાહિત્યમાં રસ ધરાવતા હેમાંગ દવેને ર્કાિડયોલોજિસ્ટ બનવાની ઈચ્છા છે. તે જણાવે છે કે, અભ્યાસ માટેની યાદશક્તિ વધારવામાં તેને વિવેકાનંદ અને ચાણક્યના પુસ્તકોના વાંચનથી ઘણો જ ફાયદો થયો. ખાસ કરીને લાંબા પ્રશ્નો યાદ રાખવા માટે દૈનિક ચારેક કલાકનું વાંચન અને તમામ જવાબોના સૂત્રો બનાવી ઓછી મહેનતે ઘણું યાદ રાખી શકાય છે.
આખું વર્ષ દરરોજ ૩-૩ કલાક ક્રિકેટ રમતો : કિશન ઠેસિયા
ગણિતનો શોખીન કિશન ઠેસિયા જણાવે છે કે, યોગ્ય આયોજન પૂર્વકની માત્ર બે-ત્રણ કલાકની મહેનતથી પણ સારા ગુણ મેળવી શકાય છે. મિકેનિકલ એન્જિનીયર બનવાની ઈચ્છા વ્યક્ત કરતાં તબીબપુત્ર કિશને જણાવ્યુ કે, પોતે દરરોજ ત્રણેક કલાક ક્રિકેટ રમતો.
યોગ્ય પ્રેઝન્ટેશનથી સારા માર્ક્સ મેળવી શકાય : ચિરાગ ફૂલતરિયા
શિક્ષક માતા-પિતાના પુત્ર ચિરાગ ફુલતરીયાએ જણાવ્યુ કે, અભ્યાસ માટે ટેન્શન લઈને વાંચવાથી કશો ફાયદો થતો નથી. તેના બદલે યોગ્ય આયોજનની સાથે પ્રશ્નોનું પ્રેઝન્ટેશન પણ મુદ્દાસર અને સુઘડ હોવું જોઈએ. જેથી કરીને પરીક્ષકની આંખે વળગે. સારાં ગુણ માટે સારુ પ્રેઝન્ટેશન પણ એટલું જ અગત્યનું છે.
ફેનીલને આઈઆઈટીમાંથી એન્જિનીયરીંગ કરવું છે
પોતાની મહેનત ઉપરાંત, શિક્ષકોના માર્ગદર્શન પર ભરોસો રાખતો ફેનિલ વાણવી જણાવે છે કે, તે સૌથી વધુ ટેક્સ્ટબૂક પર આધાર રાખતો. વર્ષ દરમિયાન યોજાતાં સેમિનાર ઉપરાંત, ગત વર્ષના ટોપર્સનું માર્ગદર્શન પણ તેને ઘણું સહાયરુપ થયું. ભવિષ્યમાં તેણે આઈઆઈટીમાંથી એન્જિનીયરીંગ કરવાની ઈચ્છા વ્યક્ત દર્શાવી હતી.
www.ashokhindocha.blogspot.com
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment