ટેલિકોમ પેન્શન અદાલતનું આયોજન
અમદાવાદ, 21 સપ્ટેમ્બર, 2015
નિયંત્રક દૂરસંચાર લેખા અમદાવાદ દ્વારા ભારત સંચાર નિગમ લિમિટેડ તથા દૂરસંચાર વિભાગના મહેસાણા, હિંમતનગર અને પાલનપુર ડિવિઝનના સેવા નિવૃત્ત કર્મચારીઓની પેન્શન સંબંધી સમસ્યાઓના ઉકેલ માટે ટેલિકોમ પેન્શન અદાલતનું આયોજન તારીખ 8-10-2015ના રોજ કોન્ફરન્સ હોલ, જનરલ મેનેજર ટેલિકોમ ડિસ્ટ્રીક્ટ, બીએસએનએલ, મહેસાણા – 384001 ખાતે બપોરે 12.00 કલાકે રાખવામાં આવેલ છે.
અનિર્ણિત પેન્શન સંબંધી સમસ્યાઓનું વિવરણના કેસ પેપરો પેન્શનરો તૈયાર કરી સહાયક નિયંત્રક સંચાર લેખા (પેન્શન), 7મા માળે, પીએન્ડટી એડમિનિસ્ટ્રેટીવ બિલ્ડીંગ, ખાનપુર, અમદાવાદ-380 001.ને તારીખ 18-9-2015 સુધીમાં મળી જાય તે રીતે પોસ્ટ દ્વારા અથવા ફેક્સ નંબર 079-25510697 પર ફેક્સ દ્વારા અથવાccagujaratcircle@gmail.com પર ઈ-મેઈલ દ્વારા મોકલી આપવા વિનંતી. આ બાબતની વધુ માહિતી ટેલિફોન નંબર 079-25510050 સહાયક નિયંત્રક સંચારલેખા (પેન્શન) પાસેથી મળી શકશે.
નોંધઃ બીએસએનએલના ભૂતપૂર્વ કર્મચારીઓની બીએસએનએલના કાર્યકાળ દરમિયાનના પ્રશ્નો જેવા કે અનુકમ્પા નિયુક્તિ, વેતન અનિયમિતતા, કાનૂની બાબતો, પેન્ડીંગ મેડીકલ બીલ, બીએસએનએલની પોલિસી વિષયક નિર્ણયો જેવા મુદ્દાઓ આ પેન્શન અદાલત, ડીઓટી પેન્શન સેલની સત્તા બહાર હોઈ તે અંગેના પ્રશ્નો આ અદલતમાં ના ઉઠાવવા વિનંતી.
No comments:
Post a Comment