કોઈ વ્યક્તિને તેના દેખાવ પરથી ના મૂલવવી જોઈએ
inf. by Ashok Hindocha M-94262 54999
- આશુ પટેલ
ઘણા સમય અગાઉ ઈન્ટરનેટ પર એક હૃદયસ્પર્શી કિસ્સો વાંચ્યો હતો. એ વાચકો સાથે શેર કરવાનું રહી જતું હતું, પણ એક સફળ વ્યક્તિને પોતાની માતાને બધા વચ્ચે ઉતારી પાડતી જોઈને એ કિસ્સો યાદ આવી ગયો. એક યુવાનને તેની માતાની જાહેરમાં ઓળખાણ આપતા શરમ આવતી હતી. તેની માતાને એક જ આંખ હતી એટલે તે નાનો હતો ત્યારથી જ તેને એ વાતથી અકળામણ થતી હતી. તે વિદ્યાર્થી હતો એ વખતે તેને એ પણ નહોતું ગમતું કે તેની માતા શાળામાં આવે. વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં હાજરી આપવાની હોય એ વખતે પણ તે એવો આગ્રહ રાખતો કે તેની માતાને બદલે તેના પિતા શાળામાં આવે. પોતાની એક આંખ હોવાને કારણે દીકરાને શરમ આવે છે એ જોઈને માતા મનોમન દુ:ખી થતી, પણ તેણે ક્યારેય પોતાની એ લાગણી દીકરા સામે જાહેર કરી નહોતી. આમ ને આમ વર્ષો વિતી ગયા અને એક દિવસ તે યુવાનની માતા મૃત્યુ પામી. તેના મૃત્યુ પછી ઘણાં બધા સગાંસંબંધી અને પરિચિતો તે યુવાનને સાંત્વન આપવા આવ્યા. એમાં એક ડૉક્ટર પણ હતા. યુવાને તે ડૉક્ટરને પહેલી જ વાર જોયા. તે ડૉક્ટરે કહ્યું તારી માતા જેવી મહાન વ્યક્તિ મેં મારી આખી જિંદગીમાં કોઈ જોઈ નથી. યુવાનને આશ્ર્ચર્ય થયું કે તેની માતામાં એવી તે શું વિશિષ્ટતા હતી. ડૉક્ટરે યુવાનના ચહેરા પરના ભાવો વાંચી લીધા. તેમણે યુવાનને કહ્યું, ‘તું બહુ નાનો હતો ત્યારે તેં એક અકસ્માતમાં તારી એક આંખ ગુમાવી દીધી હતી. એ વખતે તારી માતાએ તને એક આંખ આપી દીધી હતી, જેથી તારે એક આંખ સાથે આખી જિંદગી વિતાવવી ના પડે (Courtesy : Mumbai Samchar)

No comments:
Post a Comment