Friday, April 22, 2016

લોહાણા યુવક પ્રગતિમંડળ દ્વારા રવિવારે ઓપન સૌરાષ્ટ્ર રઘુવંશી ચેસ ટુર્નામેન્ટ-inf. by Ashok Hindocha M-94262 54999

લોહાણા યુવક પ્રગતિમંડળ દ્વારા રવિવારે ઓપન સૌરાષ્ટ્ર રઘુવંશી ચેસ ટુર્નામેન્ટ


રાજકોટ લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા સૌરાષ્ટ્રના તમામ રઘુવંશી ખેલાડીઓ માટે ઓપન સૌરાષ્ટ્ર રઘુવંશી ચેસ ટુર્નામેન્ટનું તા.૨૪ રવિવારે સવારે ૯ કલાકે કેશરીયા લોહાણા મહાજન વાડી, કરણપરા ચોક ખાતે રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીના અધ્યક્ષસ્થાને આયોજન કરેલ છે. જેમાં ત્રણ વિભાગમાં ખેલાડીઓ ભાગ લઇ શકશે. બાળકો-વડીલો-બહેનો-યુવાનો માટે પણ સ્પર્ધા રાખવામાં આવેલ છે. ખેલાડીઓ માટે બપોરે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. વિજેતાઓને ઇનામો ચેમ્પીયન ટ્રોફી,  રનીંગ શિલ્ડ કેશ એવોર્ડઝ વગેરે દાતા પરિવાર શ્રી પી.પ્રભુદાસ એન્ડ કું. નર્મદાબેન પ્રભુદાસ દક્ષિણી મેમોરેલ ટ્રસ્ટ, જીમ્મીભાઇ દક્ષિણી પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમમાં વિણાબેન પાંધી, જનકભાઇ કોટક, અશોકભાઇ કુંડલીયા, ડો.વી.એસ.ચંદારાણા, ચંદ્રકાંતભાઇ તન્ના, રીટાબેન કોટક, શૈલેષભાઇ ગણાત્રા, મીતલ ખેતાણી, છબીલભાઇ નથવાણી તથા સુરેશભાઇ દક્ષિણી, મીનાક્ષીબેન દક્ષિણી, જીમ્મીભાઇ દક્ષિણી, કિરીટભાઇ દક્ષિણી, નરેશભાઇ ઠક્કર, સુરેશભાઇ કાથરાણી તથા અનેક રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. તમામ રઘુવંશી ભાઇઓ-બહેનોએ સમયર ઉપસ્થિત રહેવા યોગેશ જસાણી, ડો.રાડીયા, અશોક હિન્ડોચા, ભુપેન્દ્ર કોટક, પરેશ તન્ના, સંજયભાઇ કક્કડ, પ્રકાશ સુચક, હિતેશ પોપટ, મનસુખ કોટેચા, પ્રકાશ ઠક્કર, શૈલેષભાઇ કક્કડ, વિનોદભાઇ બુધ્ધદેવએ યાદીમાં જણાવેલ છે.

No comments: