પી.એમ.ઓ. ઈન્ડિયા વેબસાઈટ હવે બહુભાષીય બની
શ્રીમતી સુષ્મા સ્વરાજે ગુજરાતી સહિત
છ ભાષાઓમાં વેબસાઈટનો આરંભ કરાવ્યો
Inline image
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઈટ http://www.pmindia.gov.in હવે બહુભાષીય બની છે. હવે આ વેબસાઈટ અંગ્રેજી અને હિન્દી ઉપરાંત છ ભાષાઓમાં ઉપલબ્ધ બની શકશે - બંગાળી, ગુજરાતી, મલયાલમ, મરાઠી, તમિલ અને તેલુગુ. વેબસાઈટનું વિમોચન આજે વિદેશી બાબતોના મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજે કર્યું હતું. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પહેલ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના લોકો સુધી પહોંચવાના તેમજ તેમની સાથે તેમની પોતાની ભાષામાં વાતચીત કરવાના હાથ ધરાયેલા પ્રયત્નોના ભાગરૂપે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ પગલું પ્રધાનમંત્રી અને દેશના તમામ હિસ્સાઓના લોકો વચ્ચે તેમના કલ્યાણ અને વિકાસને લગતા મુદ્દાઓ અંગે સંવાદ વધારશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વેબસાઈટની અન્ય પ્રાદેશિક ભાષામાં આવૃત્તિઓ તબક્કાવાર રીતે ઉપલબ્ધ બનશે. ગુજરાતી ભાષાની વેબસાઈટને http://www.pmindia.gov.in/gu/ લિન્ક્ પરથી એક્સેસ કરી શકાશે. (પી. આઈ. બી. - દિલ્હી)
No comments:
Post a Comment