Friday, December 23, 2016

માણસને તેનો સ્વભાવ સુખી કે દુ:ખી કરે છે-inf by AShok Hindocha M-94262 54999

માણસને તેનો સ્વભાવ સુખી કે દુ:ખી કરે છે
 inf.by Ashokhidocha M-94262 54999
- આશુ પટેલ

એક માણસને તેની આજુબાજુના લોકો સાથે કોઈ ને કોઈ મુદ્દે ઝઘડા થતા હતા. તે નાની નાની વાતે મિત્રો કે પરિચિતો સાથે બાખડી પડતો હતો. તેની ઝઘડાખોર પ્રકૃતિથી બધા તેનાથી દૂર ભાગતા હતા. તે માણસને એમ લાગતું હતું કે ગામના બધા લોકો મારી સાથે ઝઘડે છે. એક વાર તેનો કોઈની સાથે બહુ મોટો ઝઘડો થયો. તેને બહુ ગુસ્સો આવી ગયો. તેણે નક્કી કર્યું કે હવે આ ગામમાં રહેવું જ નથી. તેણે પત્નીને કહ્યું કે સામાન બાંધવા માંડ. આપણે બીજે ક્યાંક રહેવા જતા રહેવું છે. પત્ની તેનાથી ડરતી હતી એટલે તેની સામે ક્યારેય દલીલ નહોતી કરતી, પણ પતિએ બીજે ક્યાંક રહેવા જવાની વાત કરી એટલે તે ગભરાઈ ગઈ. પતિ આડોઅવળો થયો એટલે તેણે એક પાડોશી વડીલને વાત કરી. તેનો પતિ એ વડીલની આંખની શરમ રાખતો હતો. વડીલે કહ્યું કે તું ચિંતા ન કર ઝઘડાખોર માણસ પાછો આવ્યો એટલે વડીલે તેને પૂછ્યું: ‘કેમ ભાઈ, ગામ છોડીને જતા રહેવું છે તારે..?? પેલા માણસે કહ્યું: ‘હા, આ ગામમાં રહેવા જેવું જ નથી. બધા નકામા માણસો છે અહીં... વડીલે કહ્યું: ‘મારે તને એક અત્યંત નાનકડી વાર્તા કહેવી છે. એક વાર એક કાગડો ઝડપભેર ઊડી રહ્યો હતો. એ જોઈને એક કોયલે તેને પૂછ્યું કે કઈ બાજુ ઊપડ્યા? કાગડાએ કહ્યું કે હું બીજે ક્યાંક રહેવા જઈ રહ્યો છું. અહીં કોઈને મારી કદર જ નથી. અહીં કોઈ મારું ગીત સાંભળતું નથી. બીજે મારી કદર થાય એવી જગ્યાએ રહેવું છે. કોયલે કહ્યું કે તમારો કંઠ સારો ન હોય તો અહીં નહીં, ક્યાંય પણ કોઈ ન સાંભળે. એ વાર્તા કહીને વડીલે ઉમેર્યું, ‘તારો સ્વભાવ આવો જ રહેશે તો અહીં નહીં, તું જ્યાં પણ જઈશ ત્યાં તારા ઝઘડા થયા વિના નહીં રહે! તું ઝઘડવાનું બંધ કરીશ તો આપોઆપ તારા ઝઘડાઓ બંધ થઈ જશે! માણસને તેનો સ્વભાવ સુખી કે દુ:ખી કરે છે. માણસની આજુબાજુ કેવો માહોલ રચાય છે એનો આધાર તેની પ્રકૃતિ પર રહે છે. (courtesy : mumbai samachar)

No comments: