Sunday, August 9, 2009


કેગને રિલાયન્સના હિસાબના ચોપડા બે વર્ષથી મળતા નથી
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
નવી દિલ્હી, તા. ૮
દેશની સર્વોચ્ચ ઓડિટ ઈન્સ્ટિટયૂટ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ)એ શનિવારે કહ્યું હતું કે તે મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે સરકારે કરેલા ગેસ કોન્ટ્રેક્ટનું ઓડિટિંગ કરી રહી છે, પરંતુ બે વર્ષથી રિલાયન્સના હિસાબના ચોપડા જ તેને મળ્યા નથી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તેના ક્રિશ્ના-ગોદાવરી બેઝીન ગેસ ફિલ્ડ ખાતે રૂ. ૪૫,૦૦૦ કરોડના મૂડીખર્ચ અંગે ઓડિટ કરવામાં આવ્યું છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં કેગના ટોચના અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે 'ઓડિટ હાલ તો અટકી પડયું છે આથી અમે વધુ કોઈ વિગત આપી શકીએ તેમ નથી.'

ઉલ્લેખનીય છે કે અગાઉ આ સપ્તાહે જ ડિરેક્ટરોેટ જનરલ ઓફ હાઈડ્રોકાર્બન્સ(ડીજીએચ)ના ડિરેક્ટર જનરલ વી.કે. સિબ્બલે કહ્યું હતું કે કેગની ટીમે ઓડિટ કામ કર્યું છે. ઓઈલ અને ગેસ રેગ્યુલેટર ડીજીએચની સત્તાવાર વેબસાઈટ પર આવેલી આ ટિપ્પણીને પગલે અનિલ અંબાણીએ મુકેશની કંપની પર ગંભીર આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે મુકેશે ખર્ચ વધુ પડતો દર્શાવ્યો છે અને કેગ દ્વારા તેના ઓડિટની માગણી કરી હતી. આ ઉપરાંત તેની સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા તપાસની માગણી કરી હતી. સિબ્બલે અનિલના આક્ષેપ ફગાવીને કહ્યું હતું કે રિલાયન્સનું ઓડિટ ત્રણ ઓડિટર દ્વારા કરાવમાં આવ્યું હતું, જે પૈકી એક કેગ પણ હતું.
કેગના અધિકારીએ કહ્યું હતું કે ન્યૂ એક્સ્પ્લોરેશન લાઈસન્સિંગ પોલિસી(નેલ્પ) હેઠળ સરકારની વિનંતીને પગલે કેગ દ્વારા વિશેષ ઓડિટ કરાવમાં આવી રહ્યું છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હુતં કે માત્ર સરકાર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે યેલા પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રેક્ટ(પીએસસી)નું જ ઓડિટિંગ નથી થતું, અન્ય ડઝન જેટલા કોન્ટ્રેક્ટનું પણ ઓડિટિંગ થઈ રહ્યું છે. પરંતુ આ કંપનીઓના હિસાબના ચોપડા ઉપલબ્ધ થઈ શક્યા નથી. અન્ય એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે કેગ બે વર્ષ પહેલા શરૂ થયેલા ઓડિટના કામને આગળ ધપાવવાનો માર્ગ શોધી કાઢવા પ્રયાસ કરી રહ્યું છે.

મુકેશની તરફેણ નથી કરતા : ઓઈલ મંત્રાલય
પેટ્રોલિયમ મંત્રાલયે વડાપ્રધાનને માહિતી આપી છે કે અંબાણી ભાઈઓ વચ્ચે ગેસ વિતરણના મામલે ચાલી રહેલા વિવાદમાં મંત્રાલય મુકેશ અંબાણીની તરફેણ નથી કરતું. મંત્રાલય કુદરતી ગેસ પર તેના પોતાના અધિકારના રક્ષણ માટે જ સુપ્રીમ કોર્ટમાં ગયું છે. અનિલ અંબાણીએ વડાપ્રધાન મનમોહનસિંહને લખેલા પત્રને પગલે વડાપ્રધાન કાર્યાલયે પેટ્રોલિયમ મંત્રાલય પાસેથી જવાબ માગ્યો હતો, જેના જવાબમાં મંત્રાલયે કહ્યું હતું કે તેણે મુકેશની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કોઈ તરફેણ કરી નથી. વકીલોએ સલાહ આપી હતી કે બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પછી તેના ગેસ પરના અધિકારની રક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.

•ડીજીસીના દાવા સામે કેગના અધિકારીનું નિવેદન


■ તેલ તથા ગેસની હરાજીની નેલ્પ પર કોઈ અસર નહીં થાય

■ નબળા ચોમાસાની ભીતિએ ઇક્વિટી માર્કેટની હાલત ખરાબ કરી નાંખી

■ ખાંડના ભાવમાં બેરોકટોક તેજી ગુણીએ વધુ રૃા. ૬૦ વધ્યા

■ અમદાવાદમાં ટૂંક સમયમાં મેડિકલ ડિવાઇસીઝ માટે ક્લસ્ટર સ્થપાશે
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: