Wednesday, August 5, 2015

આપણા દેશ માટે તમારી પાસે થોડો ટાઇમ છે..?? www.ashokhindocha.blogspot.com M-94262 54999

આપણા દેશ માટે તમારી પાસે થોડો ટાઇમ  છે..?? 
www.ashokhindocha.blogspot.com M-94262 54999
:::: સંકલન ::::
ડો. શ્રી રમેશભાઈ ભાયાણી
ડાયરેકટર – લોક વિજ્ઞાન કેન્દ્ર,
રેસકોર્સની અંદર – રાજકોટ - ૩૬૦ ૦૦૧

આપણે કહીએ છીએ કે આપણી સરકાર કાર્યક્ષમ નથી, આપણે કહીએ છીએ કે આપણા કાયદા જુના પુરાણા છે, આપણે કહીએ છીએ કે મહાનગરપાલિકા ક્યારેય કચરો ઉપાડતી નથી, આપણે કહીએ છીએ કે ટેલીફોન કામ કરતા નથી, રેલ્વેનું તંત્ર એક મજાક છે, એરલાઈન વિશ્વમાં સૌથી ખરાબ છે અને ટપાલ તેના મુકામ સુધી ક્યારેય સમયસર પહોચતી નથી, આપણે કહીએ છીએ કે આપણો દેશ ખાડે ગયો છે, આપણે સતત આ બધી ફરિયાદ કરતા રહીએ છીએ પણ આ અંગે આપણે પોતે શું કરીએ છીએ..??

આપણે એક ખૂણે બેસી રહીએ છીએ છતાં આપણી આળપંપાળ થાય એવું આપણે ઈચ્છીએ છીએ અને સરકાર જ આ બધું કામ કરે નાખે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ પણ આપણું પોતાનું આ બાબત માં યોગદાન સંપૂર્ણપણે શૂન્ય હોય તે યોગ્ય છે..?? દરેક પ્રકારનું કામ સરકાર જ  કરે એવી આપણી અપેક્ષા છે ત્યારે ઠેર ઠેર કચરાના ઢગલા કરવાનું આપણે બંધ ન કરીએ કે રસ્તામાં પડેલ કાગળના ટુકડાને ઉપાડી ને કચરાપેટીમાં નાખવાની તસ્દી પણ આપણે ન લઈએ, રેલ્વે આપણને સ્વચ્છ પ્રસાધન રૂમ પુરા પડે એવું આપણે ઈચ્છીએ છીએ પણ આ પ્રસાધન રૂમો નો સારી રીતે ઉપયોગ કરી તેને સ્વચ્છ રાખતા આપણે શીખવું નથી,  ઇન્ડિયન એરલાઈન્સ આપણને ઉતમ ભોજન અને અદ્યતન શૌચાલયની વ્યવસ્થા પુરી પાડે એવું આપણે ઈચ્છીએ પણ તકનો લાભ ઊઠાવી નાની મોટી ચોરી કરવાની ટેવને આપણે છોડવી નથી બરોબર ને..?? આપણને ટ્રાફિક અંગેની ઘણી ફરિયાદો છે પણ આપણે પોતે જ ટ્રાફિક ના નીયમો નું કેટલું પાલન કરીએ છીએ..?? તે તો આપણને જ ખબર હોય ને..!!

આપણા બહાનાં..?? આખું તંત્ર સડી ગયુ છે અને તેને બદલાવાની જરૂર છે પણ આ તંત્રને બદલશે કોણ..?? તંત્ર કોનું બનેલું છે...?? આપણી પાસે તે માટે સગવડીયો જવાબ છે એ તંત્ર પાડોશીઓ, અન્ય લોકો, અન્ય રાજ્યો, અન્ય જાતિઓ અને સરકારનું બનેલુ છે પણ અવશ્ય એ મારું કે તમારું બનેલું નથી..?? વ્યવસ્થાતંત્રને જયારે ખરેખર સકારાત્મક યોગદાન આપવાનો સમય આવે ત્યારે આપણે આપણી જાતને અને પરિવારને એક સલામત કોચલામાં બંધ કરી દઈએ છીએ અને દુર દુર નજર નાખી પ્રતિક્ષા કરીએ છીએ કે કોઈ શ્રીમાન નેકદિલ ઇન્સાન હાથમાં જાદુઈ છડી લઈને આવે અને આપણે માટે ચમત્કાર કરે ખરુંને..!!

વ્હાલા ભારતવાસીઓ.. આપણી આ પ્રકારની વીચારધારા અત્યંત ચીંતાપ્રેરક છે અને અંતરાત્માને ડંખે એવી પણ છે એ આપણે અંતદ્રષ્ટી કરવા પ્રેરે એવી છે. જોહન એફ.કેનેડીએ તેમના દેશવાસીઓ ને એક આગ્રહભરી વિનંતી કરી હતી તેની હું અમને અહીં યાદ દેવડાવું છું દેશ તમારા માટે શું કરશે..??  એ સવાલ ન પૂછો પણ પણ તમે દેશ માટે શું કરશો..?? એ સવાલ તમારી જાતને પૂછો..??  ભારતના પૂર્વ રાષ્ટ્રપતી  ડો. એ પી જે અબ્દુલ કલામ સાહેબે એક પ્રસંગમાં આપેલા દસ મિનીટના આ સંદેશ દ્વારા આપણને ઘણી પ્રેરણા અને સમજણ આપી છે. જેને ખરેખર વિચારીને જીવનમાં ઉતારવાની જરુર હોય તેમ નથી લાગતું..?? (ભારતના પૂર્વ રાષ્ટ્રપતી સ્વ. ડો. એ પી જે અબ્દુલ કલામ સાહેબ ના એક વકતવ્ય માંથી સાભાર)
www.ashokhindocha.blogspot.com M-94262 54999
     ====================================================================================
Note : We Respect Your Privacy If You Prefer Not to Receive future
email of this type please Reply with UNSUBSCRIBE With Subject Line
============================================================

No comments: