વયમર્યાદાને લીધે નિવૃત્ત થયેલા નાયબ માહિતી નિયામકશ્રી
નિરાલા જોષીને અપાયેલું ભાવભીનું વિદાયમાન
www.ashokhindocha.blogspot.com M-94262 54999
અગ્રણી પત્રકારો, માહિતી ખાતાના હાલના તથા પૂર્વ કર્મચારીઓ/અધિકારીઓની ઉષ્માભરી ઉપસ્થિતિ
રાજકોટ તા. ૫ ઓગષ્ટ – પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટના ગત તા.૩૧ જુલાઇના રોજ નિવૃત્ત થયેલા નાયબ માહિતી નિયામકશ્રી નિરાલા જોષીને ભાવભીનું નિવૃત્તિ વિદાયમાન પાઠવવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ સમારંભમાં સંયુકત માહિતી નિયામકશ્રી કે.એ.કરમટાએ નિવૃત્તિ લેતા શ્રી નિરાલાને પુષ્પગુચ્છ તથા શાલ અર્પણ કરી નિરામય આયુષ્યની શુભકામના પાઠવી હતી. પોરબંદર, જૂનાગઢ, જામનગર, સોમનાથ, કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર વગેરે ખાતેથી પધારેલા માહિતી ખાતાના કર્મચારીઓએ સ્મૃતિચિહ્ન આપી તેમના અંતરનો ઉમળકો રજૂ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે સપરિવાર પધારેલા શ્રી નિરાલા જોષીને ઉપસ્થિત તમામે તાળીઓના ગડગડાટ સાથે આવકાર આપ્યો હતો. શ્રી જોષીએ તેમના ભાવુક પ્રતિભાવમાં માહિતી ખાતાના કાર્યકાળ દરમ્યાનના સંસ્મરણો વાગોળ્યા હતા, અને તેમની સાથે ફરજ બજાવતા સૌ કોઇનો આભાર માન્યો હતો. કચેરી અધિક્ષકશ્રી જગદીશ સત્યદેવ, ટેકનિકલ આસિસ્ટન્ટ શ્રી પી.એચ.ભટ્ટ, ઇન ચાર્જ સહાયક માહિતી નિયામક-મોરબીશ્રી જગદીશભાઇ ત્રિવેદી વગેરેએ પણ શ્રી નિરાલા સાથેના તેમના અનુભવોનું બયાન કરતાં શ્રી નિરાલા સાથેના ફરજના સમયને તેમના જીવનનો સૌથી યાદગાર સમય ગણાવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શ્રી નિરાલા જોષીના પિતાશ્રી તથા નિવૃત્ત નાયબ માહિતી નિયામક શ્રીઇન્દુભાઇ જોષી, તેમના દાદા તથા રાજકોટના પ્રથમ સંસદસભ્યશ્રી જેઠાલાલ જોષીની સ્મૃતિઓને આ પ્રસંગે વિશેષરૂપે તાજી કરી તેમના સમયના પત્રકારત્વની રોચક બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
રાજકોટના અગ્રણી પત્રકારો અને ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, માહિતી ખાતાના નિવૃત્ત અધિકારીઓ તથા કર્મચારીઓ, રાજકોટના નાયબ માહિતી નિયામકશ્રી વી.બી.જાડેજા, કચ્છના નાયબ માહિતી નિયામકશ્રી પારેડી, જામનગરના નાયબ માહિતી નિયામકશ્રી વસૈયા, સુરેન્દ્રનગરના નાયબ માહિતી નિયામકશ્રી વસાવા, જૂનાગઢના નાયબ માહિતી નિયામકશ્રી અર્જુનભાઇ પરમાર, પોરબંદરના સહાયક માહિતી નિયામકશ્રી રાજુભાઇ જાની, પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટનો સમગ્ર સ્ટાફ તથા તેમના પરિવારજનો, વસંુધરા રેસિડેન્સી પરિવારના શ્રી પ્રદિપ દોશી અને મિત્રો વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા. માહિતી મદદનીશ શ્રી દર્શન ત્રિવેદીએ અનોખી શૈલીમાં કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
3 Attachments
Preview attachment Nirala Joshi Vdiayman Samaroh 05-08-2015 (3).JPG
Image
Nirala Joshi Vdiayman Samaroh 05-08-2015 (3).JPG
Preview attachment Nirala Joshi Vdiayman Samaroh 05-08-2015 (1).JPG
Image
Nirala Joshi Vdiayman Samaroh 05-08-2015 (1).JPG
Preview attachment Nirala Joshi Vdiayman Samaroh 05-08-2015 (2).JPG
Image
Nirala Joshi Vdiayman Samaroh 05-08-2015 (2).JPG
www.ashokhindocha.blogspot.com M-94262 54999
No comments:
Post a Comment