Tuesday, June 2, 2009
BSNL-MTNL-Merger Issue Latest News-Inf. by Ashok Hindocha(M-9426201999)
Honrable MOC-Shri A.Raja
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
બીએસએનએલ-એમટીએનએલનું મર્જર શક્ય નહીં: એ રાજા
નવી દિલ્હી, તા. ૧
બહુ ર્ચિચત જાહેર ક્ષેત્રની ટોચની બે ટેલિકોમ કંપનીઓ બીએસએનએલ-એમટીએનએલના મર્જરને ટેલિકોમ પ્રધાન એ રાજાએ નકારી કાઢયું છે. સોમવારે તેમણે જણાવ્યું છે કે કેટલીક સમસ્યાઓને લઈને આ મર્જર શક્ય નથી.
સતત બીજી વખત ટેલિકોમ પ્રધાનનો ચાર્જ સંભાળ્યા બાદ એ રાજાએ કહ્યું હતું કે ટેલિકોમ વિભાગ બીએસએનએલના લિસ્ટિંગને લઈને ખાસું ઉત્સુક છે અને પીએસયુના મેનેજરોને આ અંગે કર્મચારી મંડળ સાથે વાતચીત કરવા માટે સલાહ આપવામાં આવી છે. હાલમાં યુનિયન બીએસએનએલના જાહેર ભરણા અને લિસ્ટિંગનો વિરોધ કરી રહ્યું છે.
બીએસએનએલના લિસ્ટિંગ માટે યુનિયન સાથે ચર્ચા ફરી શરૃ કરાશે
ટેલિકોમ ખાતાના ભૂતપૂર્વ પ્રધાન પ્રમોદ મહાજને બીએસએનએલ અને એમટીએનએલના મર્જરનો પ્રસ્તાવ રાખ્યો હતો જેને રાજાના પુરોગામી દયાનીધિ મારને આગળ વધાર્યો હતો. સરકાર એમટીએનએલમાં ૫૬.૨૫ ટકા હિસ્સો ધરાવે છે અને તેનું લિસ્ટિંગ ભારતમાં તેમજ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં પણ છે. જ્યારે બીએસએનએલમાં સરકારનો હિસ્સો ૧૦૦ ટકા છે. એમટીએનએલ દિલ્હી-મુંબઈમાં સેવા આપે છે જ્યારે બીએસએનએલ દેશના બાકી ભાગોમાં તેની સેવા આપે છે. બીએસએનએલના લિસ્ટીંગ અંગે તેમણે કહ્યું હું કે બોર્ડ મેનેજમેન્ટને યુનિયન સાથે વાતચીત કરવા માટેની સલાહ આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે બીએસએનએલનો પબ્લીક ઈસ્યુ આવે તેમજ તે લીસ્ટેડ કંપની બને તે માટે અમે ઘણા ઉત્સુક છીએ અને આ માટે મેનેજમેન્ટને આગળ વધવા માટે જણાવવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ બીએસએલ ૧૦૦ અબજ ડોલરની કંપની છે અને તેમાં ૨૦ ટકાના હિસ્સાના વેચાણથી ૧૦ અબજ ડોલર( ૪૮,૦૦૦ કરોડ) ઊભા થઈ શકે છે.
More News From : Business News
■ જનરલ મોટર્સે આખરે નાદારી નોંધાવી
■ સરકાર એર ઈન્ડિયાનો આઈપીઓ લાવી શકે છેઃ પ્રફુલ્લ પટેલ
■ ભારતી-એમટીએનમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ૫ અબજ ડોલરની જવાબદારી લેવા તૈયાર
■ વર્ષના પ્રથમ બે મહિનામાં જ ૩૫૦૦ કરોડનું એફઆઈઆઈનું રોકાણ
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
http://bsnleuwtr.blogspot.com
http://ashokhindocha.blogspot.com
hindochaashok@gmail.com
M-9426201999
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment