Friday, June 26, 2009

New Proposal regarding Board Examinations-inf. by ashok Hindocha (M-9426201999)


ધો. ૧૨માં દેશભરમાં એક જ બોર્ડ પરીક્ષા લેશે
www.bsnlnewsbyashokhindocha.blogspot.com



નવી દિલ્હી, તા. ૨૫

એક દૂરોગામી સુધારામાં આજે કેન્દ્ર સરકારે ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાને વૈકલ્પિક બનાવવાની અને દેશભરમાં ધોરણ ૧૨ની પરીક્ષા એક જ બોર્ડ લે તેવી દરખાસ્ત મૂકી છે. દેશભરમાં ધોરણ ૧૨ની પરીક્ષા એક જ બોર્ડ લે તે માટે દેશભરમાં હાલમાં ધો.૧૨ની પરીક્ષા લેતાં સીબીએસઈ તથા સીઆઈએસસીઈ સહિતનાં ૩૩ બોર્ડને સ્થાને એક નવું જ બોર્ડ રચાશે. કેન્દ્રના આ પગલાંથી ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને ભારે રાહત થશે. આ ઉપરાંત કેન્દ્રની યુપીએ સરકારના પ્રથમ ૧૦૦ દિવસમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કોર્ષો માટે શૈક્ષણિક લોનો પર વ્યાજની સબસિડી આપવાની યોજના પણ અમલમાં મૂકવામાં આવશે.

કેન્દ્ર સરકારની દરખાસ્તઃ ધોરણ ૧૦ના બોર્ડને વૈકલ્પિક બનાવવાની પણ યોજના
કેન્દ્રીય માનવ સંશાધન પ્રધાન કપિલ સિબ્બલે ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા રદ કરવાની પણ દરખાસ્ત મૂકી છે. તેમણે કહ્યું હતું કે પરીક્ષા આધારિત વ્યવસ્થાને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને હેરાનગતિ થાય છે તેને કારણે પરીક્ષાઓ સિવાય પણ ગ્રેડ સિસ્ટમ જેવી વૈકલ્પિક સિસ્ટમ અમલમાં લાવી શકાય છે.

તેમના મતે દસમા ધોરણ પછી પણ વિદ્યાર્થીઓ તે જ સ્કૂલમાં ચાલુ રહેતા હોવાથી આવી બોર્ડની પરીક્ષાઓનો કોઇ અર્થ જ નથી. એચઆરડી મંત્રાલય આ મુદ્દે કોઇ પણ અંતિમ નિર્ણય લેતાં પહેલાં મસલત કરશે અને શિક્ષણ બોર્ડોને વિશ્વાસમાં લેશે. સ્કૂલો સાથે મસલત કરીને જ આ નિર્ણય લેવામાં આવશે.

૧૦માંની બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાની બીકે પણ કેટલાક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લે છે. આ પ્રકારની પરિસ્થિતિમાંથી તેમને બહાર લાવવાનો પણ અમારો પ્રયાસ છે તેમ જણાવતાં તેમણે માર્કની પદ્ધતિમાં ફેરફારની જરૃરિયાત પર ભાર મૂક્યો હતો.

આની જગ્યાએ કેન્દ્ર સરકાર માર્ક્સ આપવાની સમીક્ષા પ્રક્રિયાને બદલે ગ્રેડ્સ આપવાની વ્યવસ્થા અમલમાં મૂકશે. આનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરથી તાણ ઘટશે તેમ જણાવતાં તેમણે ઉમેર્યુ હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) દેશમાં ગ્રેડિંગ સિસ્ટમ દાખલ કરતું પ્રથમ બોર્ડ હશે. આ અંગેની એક દરખાસ્ત અનિર્ણીત છે.

દેશના ૩૩ બોર્ડોની જગ્યાએ એકમાત્ર બોર્ડ રાખવાની અમારી નેમ છે તેમ જણાવતાં સિબ્બલે કહ્યું હતું કે કાયદાનો અભ્યાસ કરતી સંસ્થાઓમાં પ્રવેશ માટે સંયુક્ત કાયદા પ્રવેશ ટેસ્ટની પેટર્ન પર તમામ વિદ્યાર્થીઓ માટે એક જ પરીક્ષા રાખવાની દરખાસ્ત છે.

ભણતરની સારી ગુણવત્તા જાળવવા માટે સ્કૂલો માટે એક સ્વતંત્ર એક્રેડિયેશન સંસ્થાની સ્થાપનાની શક્યતા ચકાસશે. હાલમાં સ્કૂલો કોઇ પણ સંસ્થા સાથે એક્રીડિયેટ કરવામાં આવતી નથી તેમ જણાવતાં સિબ્બલે ઉમેર્યું હતું કે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટૂ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન બિલને ઘડવા માટે તમામ પગલાં લેવામાં આવશે. આ ખરડામાં છથી ૧૪ વર્ષના દરેક બાળકને શિક્ષણના મૂળભૂત હક્કોના સમાવેશની દરખાસ્ત છે.

વધુમાં સિબ્બલે કહ્યું હતું કે આ બિલ આ સેશનમાં પાસ થવું જોઇએ. જેથી કરીને તમામ બાળકને ફરજિયાત શિક્ષણનો હક્ક મળી જશે. આ ઉપરાંત સરકાર ઓલ ઇન્ડિયા મદરેસા બોર્ડ સ્થાપવા પણ ઇચ્છે છે. જે સીબીએસઇ અને અન્ય બોર્ડોની સમકક્ષ ડિગ્રીઓ ફાળવશે. બોર્ડ ર્ધાિમક શિક્ષણોમાં દરમિયાનગીરી કર્યા વગર મુસ્લિમોને બિનસાંપ્રદાયિક અને ટેક્નિકલ શિક્ષણ આપવા માટે એક પોલિસી તૈયાર કરશે.

તેમનું કહેવું હતું કે આ મુદ્દે એક સર્વસંમતિ સાધવાનો અમારો પ્રયાસ રહેશે. નેશનલ કમિશન ફોર માઇનોરિટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂશન્સ એક્ટને વધુ મજબૂત બનાવવા માટે તેમાં સુધારાનો પ્રયાસ પણ કરવામાં આવશે.


કપિલ સિબ્બલે કરેલી દરખાસ્તો

-ધોરણ ૧૨ માટે રાષ્ટ્રીયસ્તરે એકસમાન પરીક્ષા.

-ધોરણ ૧૦ના બોર્ડની પરીક્ષા વૈકલ્પિક બનાવવા.

-શૈક્ષણિક લોનના વ્યાજ પર સબસિડીની નવી યોજના

-૫૦૦૦ કોલેજો અને યુનિર્વિસટીઓને બ્રોડ બેન્ડ કનેક્ટિવિટી.

-શિક્ષકોના શિક્ષણ માટે એક નવી નીતિ તૈયાર કરવાની.

-૧૦૦ જેટલા પોલિટેક્નિક્સ અને છ નવા આઇઆઇટી સ્થાપવા.

-ઉચ્ચ શિક્ષણ લેતાં વિદ્યાર્થીની શૈક્ષણિક લોન પરનું વ્યાજ સરકાર ભોગવશે.

-૬થી ૧૪ વર્ષના બાળક માટે મફત અને ફરજિયાત શિક્ષણ માટે બિલ પસાર કરવું.

-ઓલ ઇન્ડિયા મદરેસા બોર્ડની સ્થાપના.

-નેશનન કમિશન ફોર માઇનોરિટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂશન્સ એક્ટમાં સુધારો.

-નબળા વર્ગો અને લઘુમતીઓના કલ્યાણ માટેની યોજનાઓના વ્યવસ્થિત અમલીકરણ માટે દરેક યુનિર્વિસટીમાં ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ઓફિસ (ઇઓઓ) ખોલવામાં આવશે.





More News From : National

■ ચિદમ્બરમે નાલ્કો ખાણની મુલાકાત રદ્દ કરી

■ મુંબઈમાં હળવો વરસાદ

■ સોનિયાએ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનાની દરખાસ્ત કરી

■ ચિદમ્બરમની ચૂંટણીને હાઇકોર્ટમાં પડકારાઇ

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: