Monday, May 25, 2015

લોહાણા મહાજન પ્રેરીત થેલેસેમિયા ચેકઅપ કેમ્પને જબ્બર પ્રતિસાદ www.lohanayuvakpragatimandal.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com

લોહાણા મહાજન પ્રેરીત થેલેસેમિયા ચેકઅપ કેમ્પને જબ્બર પ્રતિસાદ
www.lohanayuvakpragatimandal.blogspot.com M-94262 54999
hindochaashok@gmail.com
રાજકોટ :  થેલેસેમિયા જનજાગૃતિ અને નાબૂદી માટે રાજકોટ લોહાણા મહાજન દ્વારા થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમા રઘુવંશી સમાજના ૪૨૫ જેટલી મોટી સંખ્યામાં યુવક-યુવતીઓએ ભાગ લઈ કેમ્પને સારો પ્રતિસાદ આપ્યો હતો. થેલેસેમિયા અંગે જનજાગૃતિ ફેલાવી પહેલા થેલેસેમિયા ટેસ્ટ પછી જ સગાઈ કે લગ્નના સૂત્રને લોહાણા સમાજે ટેકો આપી નવી રાહ ચીંધી છે. લોહાણા મહાપરિષદ, રાજકોટ લોહાણા મહાજન તથા મહાજન સંલગ્ન તમામ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શહેરમાં બે સ્થળો સાંગણવા ચોક લોહાણા મહાજનવાડી તથા કાલાવડ રોડ કેશરીયા લોહાણા મહાજન વાડી ખાતે થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ હતુ. આ કેમ્પમાં સમાજના ૪૨૫ યુવક-યુવતીઓએ ભાગ લઈ પોતાનું રક્ત પરીક્ષણ કરવા આપીને આયોજન સફળ કર્યુ હતુ. લોહાણા મહાપરીષદ દ્વારા શરૂ કરેલા આ અભિયાન અંતર્ગત વિવિધ શહેરોમાં આયોજન હાથ ધરાયુ છે અને સમગ્ર દેશમાં ૨૫૦૦૦ પરીક્ષણનું લક્ષ્યાંક નક્કી કરાયુ છે.


વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ

વાંકાનેર તા.૨૩ : લોહાણા સમાજના યુવાન-યુવતીઓ બાળકો-સર્ગભાસ્ત્રીઓ માટે લોહાણા મહાપરિષદના સહયોગથી લોહાણા મહાજનના નેતૃત્‍વમાં દિવાનપરામાં લોહાણા મહાજન વાડીમાં થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પ યોજાયો હતો. રામચંદ્રજી તથા જલારામબાપાની તસ્‍વીર સમક્ષ પૂર્વ ધારાસભ્‍ય શ્રીમતી જયોત્‍સનાબેન જીતુભાઇ સોમાણીના હસ્‍તે દિપ પ્રાગટય કરીને કેમ્‍પને ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો. શ્રી લોહાણા મહાજન સાથે શ્રી લોહાણા યુવક મંડળ, શ્રી રઘુવંશી સોશ્‍યલ ગૃપ તથા રઘુવંશી મહિલા મંડળનાં અગ્રણીઓ અને સભ્‍યશ્રીઓએ રઘુવંશી પરિવારજનોએ ૯ થી ૧૨ વાગ્‍યા સુધીમાં ૧૬૪ લોકોએ થેલેસેમીયા ટેસ્‍ટ માટે પોતાનું બ્‍લડ આપ્‍યું હતું. થેલેસેમીયાના રોગ સામે જનજાગૃતિ લાવવા માટે લોહાણા મહાપરિષદ જ્ઞાતિજનો માટે સમગ્ર શહેરોમાં પરિક્ષણ કેમ્‍પ માટે તત્‍પરતા દાખવી છે. કેમ્‍પના પ્રારંભે લોહાણા મહાજન પ્રમુખ લાભુભાઇ જોબનપુત્રા, મંત્રી લલિતભાઇ પુજારા, લાલકૃષ્‍ણ લાલજી તથા ગોવર્ધન નાથજી હવેલીના પ્રમુખ ગુલાબરાય સુબા, લોહાણા યુવક મંડળના ઉપપ્રમુખ બટુકભાઇ બુધ્‍ધદેવ, મંત્રી ઉતમભાઇ રાજવીર, રઘુવંશી સોશ્‍યલ ગૃપના પ્રમુખ સુનીલભાઇ ખખ્‍ખર, રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી માલતીબેન શ્‍યામભાઇ કોટક, ઉષાબેન સોમાણી, જયશ્રીબેન પુજારા સહિતના બહેનો રસીકભાઇ ભીંડોરા, વિજયભાઇ પુજારા, શૈલેષભાઇ કાનાબાર, કિશોરભાઇ પુજારા, કૌશીકભાઇ સેજપાલ સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં. ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓએ સેવા આપી હતી. મહાજનનાં મંત્રી લલીતભાઇ પુજારા, મહાપરિષદના મુકેશભાઇ ગોવાણીએ કેમ્‍પની સિધ્‍ધીને બીરદાવી હતી. કેમ્‍પ સ્‍થળે સવારથી જ જ્ઞાતિના યુવાનો સંજયભાઇ જોબનપુત્રા (બાબાલાલ), અમીત સેજપાલ, રાજ સોમાણી, કુંલીયા, પીયુષ ભીંડોરા સહિતના કાર્યકરો સેવામાં જોડાયા હતાં.

No comments: