બીએસએનએલ નો ધમાકો : ર૪૯ રૂપિયામાં ૩૦૦ જીબી બ્રોડબેન્ડ ડેટા આપશે : ૯મી સપ્ટેમ્બરથી અમલ
પ૦ રૂપિયામાં ૧ જીબી સુધી ૪જી ડેટા આપવાના રિલાયન્સ જીયોના દાવાના એક દિવસ પછી જ સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ એ મોટી જાહેરાત કરી છે. આ કંપની એક રૂપિયાથી ઓછામાં એક જીબી ડેટા આપશે ૯ સપ્ટેમ્બરથી બીએસએનએલએ અર્બન અને રૂરલ એરીયામાં બ્રોડબેન્ડ માટે નવા કન્ઝયુમર્સ માટે એકસપીરિયન્સ અનલિમિટેડ બીબી-ર૪૯ પ્લાનની જાહેરાત કરી છે. જેમાં ર૪૯માં ૩૦૦ જીબી સુધી ડેટા ડાઉનલોડ કરી શકશે. બીએસએનએલના ચીફ જનરલ મેનેજર જી.સી.પાંડેએ જણાવ્યુ કે, ર૪૯માં ૩૦૦ જીબી ડેટા પ્લાનનો ફાયદો ૬ મહિના સુધી થશે. તેમણે કહ્યુ હતુ કે, આમા કન્ઝયુમર્સને બે એમબીપીએસની સ્પીડ શરૂઆતના એક જીબી માટે જ મળશે પછી ૧ એમબીપીએસની સ્પીડ મળશે. રિલાયન્સની સર્વિસ ૪જી આધારીત છે જેમાં સ્પીડ સૌથી મહત્વનું ફેકટર છે. બ્રોડબેન્ડમાં સ્પીડ લીમીટેશન છે. બીએસએનએલનું કહેવુ છે કે શરૂઆતની સ્પીડ ર એમબીપીએસની રહેશે. બીજી તરફ જીયોએ પીક ડાઉનલોડ સ્પીડ ૧૩પ એમબીપીએસ રાખવાનો ટાર્ગેટ રાખ્યો છે એટલે કે બીએસએનલમાં સ્પીડ તો ઓછી રહેશે પરંતુ ડેટા પેક સસ્તો પડશે. ભારતની ૧રપ કરોડની વસ્તીમાંથી બે તૃતીયાંશ લોકો પાસે કનકેશન નથી. રિલાયન્સનો ટાર્ગેટ ૧ વર્ષની અંદર ૧૦ કરોડ યુઝર સુધી પહોંચવાનો છે. જયારે બીએસએનએલ પાસે બ્રોડબેન્ડ કનેકશન્સમાં ર કરોડ કન્ઝયુમર્સ બેઝ છે.
No comments:
Post a Comment