રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિરપુર ખાતે પૂજય જલારામ બાપાના પ્રપોત્ર પૂ. જયસુખરામ બાપાને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
સંતોએ ચીંધેલા સેવાના માર્ગે આપણે સદકર્મ કરતા રહીએ - મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
રાજકોટ જિલ્લાના જગપ્રસિધ્ધ વિરપુર (જલારામ) ખાતે શ્રી વિજયભાઈ રૂપાણીએ પૂ. જલારામ બાપાના પ્રપોત્ર જયસુખરામ બાપાને શ્રધ્ધાંજલી અર્પણ કરતા કહયું હતું કે ગુજરાતે છેલ્લા પંદર દિવસમાં બે મહાન સંતો ( પૂ.પ્રમુખસ્વામિ મહારાજ અને પૂ જયસુખરામ બાપા) ગુમાવતા ગુજરાતને બહુ મોટી ખોટ પડી છે. સ્વ. પૂ. જયસુખરામ બાપાએ હરહંમેશ પ્રજા વચ્ચે રહી તેઓના સુખ અને દૂઃખમાં સાથે રહયા હતા. ગુજરાતને વિકટ પરિસ્થિતીમાં પણ તેઓ હરહંમેશ મદદરૂપ બન્યા હતા તેમ મુખ્યમંત્રીશ્રીએ વિશેષમાં ઉમેર્યુ હતું સૌરાષ્ટ્ર સંત અને શુરાની ભૂમી તરીકે જગપ્રસિદ્ધ છે, અન્નદાન, દયા, ધરમ, પ્રેમ અને કરૂણા અહીં હર કોઈના દિલમાં વસે છે. વિરપુરના એવા જ અનોખા સંત જલારામ બાપાએ ભોજન અને ભજનની અનોખી પરંપરા શરૂ કરેલ જે હાલ અવિરત ચાલુ છે, તેમના ચોથી પેઢીના વારસદાર જયસુખરામ બાપાનો ગત શનિવારના રોજ દેહ વિલય થયો હતો. આજરોજ વિરપુર ખાતે યોજાયેલ પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મંદિરના વર્તમાન ગાદીપતિ અને જયસુખરામ બાપાના પુત્રશ્રી રઘુરામબાપા તથા તેમના પરિવારજનોને દિલોસોજી પાઠવી હતી.
આ શ્રધ્ધા સુમન વેળાએ અન્ન નગરિક અને પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરીયા, પ્રવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઇ ધ્રૃવ, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, નાયબ મેયર ડો.દર્શીતાબેન શાહ, પૂર્વમંત્રી શ્રીમતી જશુબેન કોરાટ, શ્રીમતી અંજલીબેન રૂપાણી, અગ્રણી સર્વશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશ મિરાણી, નરેશભાઇ ચાંદ્રાણી, વેલજીભાઇ સરવૈયા, ગોરધનભાઇ ધામેલીયા, ફતેપુરના ભક્તીરામ બાપા, લાલગેબી આશ્રમના ભરતબાપુ, રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંતપાંડે તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા. (માહિતી બ્યુરો - રાજકોટ)
9 Attachments
No comments:
Post a Comment