કૈલાસ માનસરોવર યાત્રા વિશેની ઉપયોગી માહિતી -courtey- Atulbhai Chotai
www.ashokhindocha.blogspot.com
ભગવાન શિવનું નિવાસસ્થાન એટલે કૈલાસ પર્વત અને માનસરોવર એ હિન્દુઓ માટે એક અતિપવિત્ર યાત્રાધામ છે. ભારત સરકાર દ્વારા આ યાત્રા ૮ જૂનથી ૯ સપ્ટેમ્બર મહિના સુધી યોજવામાં આવે છે. કૈલાસ પર્વત: હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન ભોળાનાથ જે સ્થાન પર પરિવાર સહિત નિવાસ કરે છે, તે પર્વત કૈલાશ છે. કૈલાસની પરિક્રમામાં ધારચેનથી ડેરાકૂક પ્રથમ પડાવ ત્યારબાદ બીજા દિવસે ડેરાકૂકથી ઉપર ડોલમાઘાટ પસાર કરીને નીચે ઊતરતા ગૌરી કુંડનાં દર્શન થાય છે. કહેવાય છે કે મા પાર્વતી આ કુંડમાં સ્નાન કરે છે. ત્યાંથી ઊતરીને નીચે જોંગજેરબુ અથવા જુથુલપાર્ક ઊતરીને કૈલાસ પર્વતની પરિક્રમા પૂર્ણ થાય છે. માનવામાં આવે છે કે કૈલાસ પર્વતની આજુબાજુ આવેલી પર્વતની ગુફાઓમાં ઋષિમુનિઓ હજારો વર્ષથી તપશ્ચર્યા કરે છે. કૈલાશ માનસરોવરની યાત્રા બહુ જ કપરી હોય છે, પણ આપણા દેશમાં તેનું ધાર્મિક દ્રષ્ટિએ આગવુ લોકોમાં આગવુ મહત્વ છે. બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવીને કૈલાશની પરિક્રમા કરવા નીકળે છે. ત્યારે આ યાત્રા વિશે થોડી ઉપયોગી જાણકારી મેળવવી જરુરી છે. તાજેતરમાં જ આ યાત્રા ને લઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ચીનના રાષ્ટ્રપતિ પાસે વધારાના એક રૂટની માગણી કરી છે. જેથી યાત્રિકો સરળતાની માનસરોવર સુધી પહોંચી શકે. અત્યારે જે રૂટ છે તેના કરતા વધુ સરળ રૂટની સંભાવનાઓ રહેલી છે, જેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ માંગણી કરવામાં આવી છે. કૈલાશ પર્વત તિબેટની ટ્રાન્સહિમાલય રેન્જમાં સ્થિત છે, અથવા તો તેનો જ એક ભાગ છે. આ હિમાલય રેન્જ ૧૬૦૦ કિલોમીટરની છે, જે ચીનમાં છે. કૈલાસ - માનસરોવર યાત્રા વિષેની આ ઉપયોગી માહિતી અકિલા દૈનિક તારીખ ૧૮ - ૦૬- ૨૦૧૬ ના રોજ પ્રસિદ્ધ થયેલ છે. જે નીચેની પી ડી એફ ફાઈલ દ્વારા ડાઉન લોડ કરી મેળવી શકાશે
- અતુલ એન. ચોટાઈ - (પત્રકાર અને લેખક)
બ્લોગ : http://atulnchotai.wordpress.com
www.ashokhindocha.blogspot,com m-94262 54999
No comments:
Post a Comment