Thursday, June 30, 2016

પહેલી જુલાઇ એટલે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે : આપણો જીવન સાથે મેળાપ કરાવવા બદલ ચાલો ડોક્ટરને થેન્કયુ કહીએ..-inf by Ashok Hindocha M-94262 54999

પહેલી જુલાઇ એટલે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે : આપણો જીવન સાથે મેળાપ કરાવવા બદલ ચાલો ડોક્ટરને થેન્કયુ કહીએ...
                    (  inf by Ashok Hindocha M-94262 54999- Courtesy shri Atulbhai Chotai)
)
આલેખન : સોનલ બી. જોષીપુરા - પ્રાદેશિક માહિતી કચેરી - રાજકોટ

સમગ્ર દેશમાં પહેલી જુલાઇના રોજ રાષ્ટ્રીય ડોકટર દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. પ. બંગાળના મુખ્યમંત્રીશ્રી ડો. બિધાનચંદ્ર રોયની યાદમાં વર્ષ ૧૯૯૧ થી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં આ ઉજવણી કરવામાં આવે છે. પ. બંગાળના બીજા મુખ્યમમંત્રી ડો. બિધાનચંદ્ર રોયનો જન્મ ૧ જુલાઇ - ૧૮૮૨ પટણામાં થયો હતો. કલકત્તામાંથી તબીબી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડો. રોયે લંડનમાંથી એમ.આર.સી.પી. (મેમ્બર ઓફ રોયલ કોલેજ ઓફ ફીઝીશીયન) અને એફ.આર.સી.એસ. (ફેલો ઓફ રોયલ કોલેજ ઓફ સર્જન્સ)  ની ડીગ્રી મેળવી. ૧૯૧૧માં તેઓ ભારત પાછા ફર્યા અને ફીઝીશ્યંન તરીકે ભારતમાં જ તેમની તબીબી કારકીર્દીની શરૂઆત કરી. ત્યારબાદ તેઓ કલકત્તા મેડિકલ કોલેજ અને કેમ્પ બેલ મેડિકલ સ્કુલમાં જોડાયા. તેઓ ખૂબ જ જાણીતા ફીઝીશિયન અને શિક્ષણવિદ્ હતા. મહાત્મા ગાંધીની સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા તથા  ડો. રોય ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતાપદ પણ શોભાવ્યું હતું. ડોકટર તરીકે તેમણે દેશના નાગરિકોની નિઃસ્વાર્થ સેવા કરીને અભૂતપૂર્વ લોકચાહના મેળવી હતી. ૧ જુલાઇ ૧૯૬૨ માં ડો. રોયને દુઃખદ નિધન બાદ તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન થી મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારતની મહદ અંશની વસતિ ડોકટરોની કુશળતા અને જવાબદારી પર અવલંબિત હોય ત્યારે રાષ્ટ્રીય ડોકટર દિવસની ઉજવણી એ ભારતનું મહત્વ જાગૃતિ અભિયાન છે. વિવિધતાભર્યા ભારતીય સમાજમાં ડોકટરોની ભૂમિકા અગત્યની અને જવાબદારીભરી છે ત્યારે દર્દીઓનું જીવન બચાવતા આ ઉમદા વ્યવસાય સાથે જોડાઇ ગયેલી અમુક બદિઓ દૂર કરવા તથા તેની સામે લાલ બત્તી ધરવા આ દિવસની ઉજવણી અનિવાર્ય છે. જરૂરિયાત વાળા દર્દીઓને બિન જરૂરી શારીરિક પરીક્ષણો કરાવી વધારાનો ખર્ચ અને માનસિક હેરાનગતિ કરાવી તબીબી વ્યવસાય માટે લાંછનરૂપ બનેલા તબીબો સામે કાર્યવાહી કરવાનો પણ આ દિવસ છે. ડોકટર્સનું આપણા જીવનમાં અમૂલ્ય પ્રદાન છે. તેમની નિઃસ્વા ર્થ સેવાનું ઋણ ચૂકવવાનો અને તેમને તેમની સામાજિક જવાબદારીઓનું ભાન કરાવીએ તો જ આ દિવસની ઉજવણી સાર્થક બનશે. આપણને આપણા જીવનની અમૂલ્ય ક્ષણો સાથે મેળાપ કરાવનાર ડોક્ટર્સને શુભેચ્છા પત્રો, ફૂલો, સ્મૃતિચિહ્ન વગેરે આપી તેમનો ઋણ સ્વીકાર કરવો જોઇએ...

No comments: