Tuesday, June 7, 2016

ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામતી રસાકસી : શુક્રવારે ફાઇનલ information by Ashok Hindocha M-94262 54999- courtesy AKILA PARIWAR www.akilanews.com

ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામતી રસાકસી : શુક્રવારે ફાઇનલ
information by Ashok Hindocha M-94262 54999- courtesy  AKILA PARIWAR
www.akilanews.com
ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામતી રસાકસી : શુક્રવારે ફાઇનલ
   રાજકોટ : લોહાણા મહાજન આયોજીત ઓપન ગુજરાત રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૩૨ ટીમોએ ઉત્સાહભેર ભાગ લઇ રહી છે. દરરોજ ચાર મેચો રમાડવામાં આવી રહ્યા છે. જેમાં વીનર ટીમને ઇનામ, મેન ઓફ ધી મેચ, વ્યકિતગત મીક્ષરના ઇનામો, હાઇએસ્ટ સ્કોરના ઇનામો અપાય રહ્યા છે. દરમિયાન રઘુવંશી સમાજના તમામ ખેલાડીઓ કે જેઓએ રાજય કક્ષાએ કે રાષ્ટ્ર કક્ષાએ રમત ગમતમાં પોતાનું યોગદાન આપેલ હોય અને ઇનામો મેળવેલ હોય તેઓનું રાજકોટ લોહાણા મહાજનવતી વિશિષ્ટ સન્માન કાર્યક્રમ તા. ૧૦ ના ફાઇનલ મેચના દિવસે યોજવામાં આવેલ છે. સંબંધિત ખેલાડી ભાઇ બહેનોએ એવોર્ડ કમીટીના મનુભાઇ ઠકકર (મો.૯૮૨૫૨ ૧૦૩૧૯ નો સંપર્ક કરવા જણાવાયુ છે. ક્રિકેટ મેચમાં ખેલાડીઓ જબરો ઉત્સાહ બતાવી રહ્યા છે. કચ્છની બાપા દયાળુની ક્રિકેટ ઇલેવને અત્યાર સુધીમાં શ્રેષ્ઠ દેખાવ કરી એક ઓવરમાં ૪૪ રન કરી સતત ૭ સીક્ષર જીકી ચિંતન ઠકકરે નવો કીર્તીમાન પ્રસ્થાપિત કરેલ. અત્યાર સુધીમાં ૧૨ ઓવરમાં ૧૩૯ રન કરી નવો રેકોર્ડ નોંધાવેલ. ચિંતન ઠકકર અને કચ્છની ટીમના કેપ્ટનનું વિશિષ્ટ અભિવાદન કરવામાં આવેલ. ગઇકાલના ચાર મેચોમાં બાબરા ઇલેવન (સૌરાષ્ટ્ર) એ પોરબંદર ઇલેવન સામે વિજેતા બનેલ. બીજા મેચમાં ક્રિષ્ના ઇલેવન ગોંડલ સામે રાજકોટ રઘુવીર ઇલેવને વિજય મેળવ્યો હતો. ત્રીજા મેચમાં ઓખા ઇલેવનને હરાવી સી.એ. ઇલેવન વિજેતા બનેલ. જયારે ચોથા મેચમાં સોરાષ્ટ્ર ઇલેવન (બાબરા)ને હરાવી સી.એ. ઇલેવન વિજેતા બનેલ. મેન ઓફ ધ મેચ અમીત કોટક બનેલ. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મહાનજ પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબને નથવાણી, વીણાબેન પાંધી, જનકભાઇ કોટક, ચંદ્રકાંતભાઇ તન્ના, અશોકભાઇ કુંડલીયા, ડો. વી. એસ. ચંદારાણા, રીટાબેન કોટક, શૈલેષભાઇ ગણાત્રા, સંજયભાઇ કકકડ, છબીલભાઇ નથવાણી, મીતલબેન ખેતાણી, યોગેશભાઇ જસાણી, અશોકભાઇ હિન્ડોચા, સુરેશભાઇ કાથરાણી, ભુપેન્દ્રભાઇ કોટક, પિયુષભાઇ કુંડલીયા, કલ્પેશભાઇ બગડાઇ, રંજનબેન પોપટ, કૌશિકભાઇ અઢીયા, નવીનભાઇ ઠકકર, મનુભાઇ ઠકકર, મનીષભાઇ સોનપાલ, મનુભાઇ કોટક, પ્રમોદભાઇ રૂપારેલીયા (બાબરા), બકુલભાઇ નથવાણી, પ્રદિપભાઇ સચદે, અશોકભાઇ નથવાણી, રમણભાઇ કોટક, મયંકભાઇ પાંઉ, મેહુલભાઇ નથવાણી, અશ્વિનભાઇ બગડાઇ, નીતીનભાઇ નથવાણી, મનોજભાઇ નથવાણી, દર્શિત કારીયા, સુધીર શીંગાળા, કલ્પેશભાઇ તન્ના, જય ઘેલાણી, ઇન્દ્રેશ ગોકાણી (કોમેન્ટ્રેટર), દિપલ ઠકકર, દિપ્તીબેન કકકડ, અંજનાબેન હિન્ડોચા, અલ્કાબેન ખગ્રામ, નિયતીબેન નથવાણી, પ્રિયાંશુ નથવાણી,  લીનાબેન મશરૂ, પરેશભાઇ મજીઠીયા, બિંદીયાબેન અમલાણી, હિતેશભાઇ પોપટ, ધવલભાઇ કકકડ, પરેશ તન્ના, પ્રમયભાઇ છત્રા, મનીષાબેન કુંડલીયા, મોહીત અજાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
 (04:00 pm IST)
 www.rajkotlohanamahajan.blogspot.com
Share This News
Facebook
Twitter
Share on Google+
Blogger
 

No comments: