રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો
122મું સંવિધાન સંશોધન ભારતના રાજકિય
- આર્થિક ઇતિહાસમાં ઐતિહાસિક પગલું સાબિત થશે. કારણ કે આ ક્રાંતિકારી પગલાંથી
દેશને વસ્તુ તથા સેવા કર (જીએસટી) ના રૂપમાં અત્યાર સુધીનો સર્વાધિક પ્રગતિશીલ કર
સુધારો પ્રાપ્ત થઇ રહ્યો છે. એનાથી એક તરફ કારોબાર અને ઉદ્યોગ માટે આસાની
રહેશે, તો બીજી તરફ સૌથી મહત્વપૂર્ણ વાત એ
હશે કે ગ્રાહકો માટે વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં ઘટાડો થશે. આ પગલાથી કેન્દ્ર અને
રાજ્યોને કરમાં કોઇ પ્રકારનું નુકસાન પણ થશે નહીં. એ ઉપરાંત જીએસટીથી એવી કર
વ્યવસ્થા અમલમાં આવશે જેનાથી સમગ્ર સ્થાનિક ઉત્પાદનમાં એકથી દોઢ ટકાનો વધારો થશે
અને કરોની માયાજાળથી મુક્તિ મળશે.ઉદ્યોગ, વેપાર અને રોકાણકારોમાં આ પગલાથી
ખૂબ જ ઉત્સાહ છે. હવે ભારતનું સ્થાન ઘણા બિન્દુઓને ધ્યાનમાં રાખીને દેશમાં વેપારની
આસાનીના સંદર્ભમાં વિશ્વ બેન્કની રેન્કિંગમાં ઊંચું થઇ જશે. આ સાચું છે કે જીએસટી
બિલ છેલ્લા એક દશકથી વિચારણામાં હતું અને રાજગ સરકારે વિસ્તૃત રાજકિય સહમતિ બનાવીને
તેને પસાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ બીલના સંબંધમાં ખૂબ જ વિવાદ હતો
જેને હલ કરીને ભારતે સમગ્ર વિશ્વને આ સકારાત્મક સંદેશ આપ્યો છે કે દેશમાં એક અબજ
લોકોની ભલાઇ માટે આર્થિક સુધારાઓ પ્રત્યે રાજકિય સમર્થન પ્રાપ્ત કરી શકાય છે.
જુદા
જુદા પ્રકારથી અપ્રત્યક્ષ કરો દ્વારા રાજ્યોને ભારે માત્રામાં મહેસૂલ પ્રાપ્ત થયા
છે અને તેના લગભગ અડધા એટલે કે લગભગ 16 લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને પ્રાપ્ત થાય છે.
વ્યક્તિગત આવક વેરા જેવા પ્રત્યક્ષ કર વસતીના એક નાના હિસ્સાથી જ પ્રાપ્ત થાય છે
જ્યારે પ્રત્યક્ષ કરોનો પ્રભાવ પ્રત્યેક નાગરિક પર પડે છે. કારણ કે અપ્રત્યક્ષ કર
ખર્ચના સંબંધમાં હોય છે, એટલા માટે અમીરો અને ગરીબો, બંનેને સમાન રકમ ચૂકવવી પડે છે. વર્તમાનમાં
સંવિધાન, કેન્દ્ર અને રાજ્યોને ઉત્પાદન વેરો, સીમા વેરો, સેવા કર, મૂલ્ય સંવર્ધન કર (વેટ), વેચાણ વેરો, મનોરંજન વેરો, ટેક્સ, પ્રવેશ વેરો, ખરીદી વેરો, વૈભવી વેરા જેવા અપ્રત્યક્ષ વેરા
અને જુદા જુદા અધિભારને લાગૂ કરવાનો અધિકાર આપે છે. કેન્દ્ર અને રાજ્ય બંને પાસે આ
કરોને વસૂલવા માટે પોતપોતાના આધિકારિક તંત્ર છે, પરંતુ કેન્દ્રીય ઉત્પાદન કર અને
વેટ માટે મોટાભાગના કરોની ગણતરી એક આધાર પર કરવામાં આવે છે, જે અમુક ભાગમાં સ્વંય કરાધાન કે
વિનિર્માણ મૂલ્ય શ્રેણીની અન્ય ભાગની શરત પર પણ કરવામાં આવે છે. એટલા માટે આ ટેક્સ
લાગનારો ટેક્સ છે. જેનાથી અંતિમ ગ્રાહક માટે સામાન અને સેવાઓ વધારે મોંઘી થઇ જાય
છે અને તે ઉપરાંત ઉદ્યોગ તથા વેપાર જીવનમાં પણ મુશ્કેલી પેદા થાય છે. આ તંત્રની
ખામીઓ સૌથી પ્રત્યક્ષ ઉદાહરણ આંતરરાજ્ય સીમાઓ પર જોઇ શકાય છે. જ્યાં જુદા જુદા
પ્રકારના ટેક્સની તપાસ અને ટેક્સ તથા પ્રવેશ કરની ચૂકવણી માટે ટ્રકોની લાંબી લાઇનો
રાજમાર્ગો પર વાહન વ્યવહારના ઘણા કલાકો સુધી જામ કરીને દે છે. 1 એપ્રિલ, 2017થી વસ્તુઓ અને સેવા કર (જીએસટી)
લાગૂ થાય તેવી આશા છે. એનાથી આ તમામ ટેક્સ ગ્રાહકો માટે એક જ ટેક્સમાં સામેલ થઇ
જશે. કેન્દ્ર, કેન્દ્રીય વસ્તુ અને સેવા કર
(એસજીએટી) લાગૂ કરશે અને વસૂલ કરશે જ્યારે રાજ્ય પોતપોતાના રાજ્યની અંદર તમામ લેવડ
દેવડ પર રાજ્ય વસ્તુ તથા સેવા કર (એસજીએસટી) લાગૂ કરશે અને વસૂલશે. સીજીએસટીનો
ઇનપુટ ટેક્સ ક્રેડિટ પ્રત્યેક સ્ટેટમાં ઉત્પાદન પર સીજીએસટી ચૂકવનારની ચૂકવણી પર
ઉપલબ્ધ થશે. આ પ્રકારથી કાચા માલ પર ચૂકવણી કરાયેલા એસજીએસટીનું ક્રેડિટ ઉત્પાદન
પર એસજીએસટીની ચૂકવણી માટે લાગૂ કરવામાં આવશે. સેવાઓ અને વસ્તુઓ પ્રત્યેક સ્ટેટમાં
મૂલ્ય સંવર્ધન પર લાગનારા કરને આધિન રહેશે. આ પ્રકારથી ગ્રાહકો માટે કરોનો સમગ્ર
ભાર ઓછો કરી શકાશે.
વિશ્લેષકોનું
માનવું છે કે અલ્પાવધિમાં સેવાઓની કિંમતો પર થોડી અસર પડી શકે છે, જેની પર અત્યારે કેન્દ્રીય સ્તર પર
ફક્ત લગભગ 14 ટકા જ સેવા કર સરેરાશ લગાવવામાં
આવે છે. જોકે, નિર્મિત ઉત્પાદનો જેમ કે
ઓટોમોબાઇલના મામલામાં માનક જીએસટીની અસર ઉત્પાદન શૂલ્ક અને રાજ્યો દ્વારા વસૂલાતા
કરોના સંયુક્ત વર્તમાન અસરની તુલનામાં ખૂબ જ ઓછું રહી શકે છે. જોકે, મધ્યથી લઇને દીર્ઘ અવધિમાં તેની
અસર સમાપ્ત થઇ જવી જોઈએ. વિશુદ્ધ રૂપથી જોવામાં આવે તો જીએસટી મોંઘવારીને ઓછી કરી
શકે છે અને આ પ્રમાણે તે વેપાર / ઉદ્યોગ જગતની સાથે સાથે સામાન્ય જનતા માટે પણ
અનૂકુળ સાબિત થઇ શકે છે. આ ઉપરાંત, આ અર્થવ્યવસ્થામાં અસંગઠિત ક્ષેત્રના મોટા ભાગને મુખ્ય
ધારામાં લાવશે.
તેના
લગભગ ત્રણ દરો હશે - ‘X’ ના રૂપમાં માનક દર, જેના દાયરામાં મોટાભાગની વસ્તુઓ
હશે, સામાન્ય ઉપયોગવાળી વસ્તુઓ માટે ‘X-માઇનસ’ અને ભોગવનારી વસ્તુઓ અથવા તથાકથિત ‘નીતિ વિરુદ્ધ વસ્તુઓ’ માટે ‘X-પ્લસ’. સંવિધાન સંશોધનમાં જૂએસટી દરોનો
કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેનો નિર્ણય જીએસટી પરિષદ લેશે જેમાં અધ્યક્ષ તરીકે
કેન્દ્રીય નાણા મંત્રી અને રાજ્યોના નાણા મંત્રી સામેલ થશે. જીએસટી પરિષદમાં
લેનારા કોઇ પણ નિર્ણય માટે પરિષદના ત્રણ ચતુર્થાંશ સભ્યોની મંજૂરી જરૂરી રહેશે.
રાજ્યોની પાસે બે તૃતીયાંશ મતાધિકાર અને કેન્દ્રની પાસે એક તૃતિયાંશ મતાધિકાર હશે.
કોંગ્રેસ પાર્ટીએ જીએસટી દર માટે 18 ટકાની સીમા નક્કી કરવાની માગ કરી છે, જ્યારે સરકારે મહેસૂલ તટસ્થ દર
(આરએનઆર) સુનિશ્ચિત કરવાનું આહવાન કર્યું છે. આરએનઆરમાં વ્યાપક ફેરફાર હોય કે
મોંઘવારી અથવા રાજકોષિય વિવેક અંતર્ગત પ્રતિકૂળ સાબિત થઇ શકે છે. કેન્દ્ર અને
રાજ્ય બંને માટે ઉચિત આરએનઆર નક્કી કરવો એક મોટો પડકાર સાબિત થશે.
રાજ્યોની
ચિંતાઓને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ ઉત્પાદનો અને માદક પીણાને હાલ પૂરતા
જીએસટી હેઠળ લાવવામાંથી બહાર રાખવામાં આવ્યા છે. કારણ કે તેમને આશંકા છે કે
મહેસૂલને ધ્યાનમાં રાખતા ઘણા મહત્વના માનવામાં આવતા આ ઉત્પાદનો માટે સોદેબાજી ન
કરી શકાય. વ્યાપક રાજકિય સહમતિની જરૂરને ધ્યાનમાં રાખતી આ વસ્તુઓને આગામી
સુધારાઓમાં જ સામેલ કરવામાં આવશે.
સંસદમાં
પસાર થયા બાદ જીએસટી બીલ પર ઓછામાં ઓછા અડધા રાજ્યોની મંજૂરી જરૂરી બનશે. આ
પ્રક્રિયા જલદીથી જ પૂરી થવાની સંભાવના છે. ત્યાર બાદ સંસદને ફરીથી એક વખત બે
સંબંધિત બીલોને પસારિત કરવા પડશે. જેમાંથી એક બીલ કેન્દ્રીય જીએસટી અને બીજું બીલ
એકીકૃત જીએસટી માટે હશે. આ ઉપરાંત, રાજ્યોની વિધાનસભાઓને રાજ્ય જીએસટી સાથે જોડાયેલા
કાયદાથી પસારિત કરવાનું હશે. આ અંતર્ગત, આગામી નાણાકિય વર્ષથી જીએસટીને લાગૂ કરવા માટે એક બિન
લાભકારી સંગઠન તરફથી કેન્દ્રીય આઇટી સાથે જોડાયેલા માળખા પર કાર્ય યુદ્ધ સ્તર પર
જારી છે.
ભારત સરકાર
અમદાવાદ
ખાસલેખખ સ્વતંત્રતાની ચળવળના વિરલાઓ-1
વસ્તુ
અને સેવા કર (જીએસટી) : ભારત માટે ક્રાંતિકારી પગલા
Courtesy- પ્રકાશ ચાવલા *
inf.by Ashok Hindocha M-94262 54999
જીએસટી શું છે..??
નિર્માણથી અંતિમ સ્થાન સુધી
વર્તમાન
પ્રથામાં જ્યાં ઉત્પાદન અને કેન્દ્રીય વેચાણ કર ફેક્ટરીના દરવાજા પર
વિનિર્માણ સ્તરે જ લાગૂ કરી દેવામાં આવે છે કે સામાનોની આંતરરાજ્ય વાહનવ્યવહાર પર
લગાવી દેવાય છે, જોકે જીએસટીમાં આ કરાધાન અંતિમ
સ્તર પર જ લાગૂ થાય છે. એનો અર્થ એ થાય છે કે એનાથી ખર્ચવાળા રાજ્યને લાભ
અને વિનિર્માણવાળા રાજ્યને મુશ્કેલી પડી શકે છે. આ
કારણ છે કે સારા વિનિર્માણ આધારવાળું રાજ્ય જેમ કે તમિલનાડુ જીએસટીના વિરોધમાં
હતું અને વ્યાપક ઉપયોગ કરનારા રાજ્યો જેમ કે બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા તેના
સમર્થનમાં હતા. જોકે, જીએસટી બીલમાં પાંચ વર્ષો સુધી રાજ્યોને થનારા નુકસાનની
તમામ ભરપાઇ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. નુકસાનમાં રહેનારા રાજ્યો માટે વધારાના
એક ટકા વેરો લગાવવાના અગાઉના જોગવાઈને હટાવી લેવામાં આવી છે.
મોંઘવારી પર અસર
જીએસટી દર
લાગૂ કરવામાંથી બહાર રાખ્યું
આગળ શું..?
***
* શ્રી પ્રકાશ ચાવલા એક વરિષ્ઠ
પત્રકાર અને વિવેચક છે, જે મોટાભાગે રાજકિય - આર્થિક અને વૈશ્વિક આર્થિક
મુદ્દાઓ પર લખે છે.
No comments:
Post a Comment