રાજકોટ બીએસએનએલનો રોડ શો : સર્ર્વીસ વીથ સ્માઇલ
૨૦૦ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા હસતા-હસતા સેવા આપવાના શપથ લીધા
રાજકોટ
બીએસએનએલના કર્મચારીઓ સર્વીસ વીથ સમાઇલના શપથ લેતા અને ત્યારબાદ જયુબેલી
એકસચેન્જથી કેઆર એકસચેન્જ સુધી રોડ શો યોજયો હતો તે નજરે પડે છે
રાજકોટ
તા. ૧૦ : બીએસએનએલના ચીફ મેનેજીંગ ડીરેકટર શ્રી અનુપમ શ્રીવાસ્તવએ
બીએસએનએલની સેવાઓમાં ઉત્તરોતર સુધારો કરવા ત્થા ગ્રાહકોને સસ્તી, સુરક્ષિત
અને ઝડપી સેવા હસ્તા-હસ્તા આપવા માટે આજથી સર્વીસ વીથ એ સ્માઇલ પ્રોગ્રામ આપેલ છે.
જેમાં
બીએસએનઅલના ગ્રુપ-એથી ગ્રુપ-ડી કક્ષાના દરેક કર્મચારીઓ તેમની સેવા હસ્તા
હસ્તા આપશે જે માટેના શપથ આજે પૂરા દેશમાં દરેક કર્મચારીઓને લેવડાવવામાં
આવેલ હતા.
રાજકોટ
ખાતે જનરલ મેનેજર શ્રી કે. શશીધર અને અન્ય અધિકારીઓ ત્થા સ્ટાફને જયુબેલી
ખાતે સવારે ૧૦.૧૫ કલાકે શપથ લેવડાવવામાં આવેલ અને ત્યારબાદ દરેક કર્મચારીઓ
રોડ શો યોજી બીએસએનએલની નવી યોજનાઓ- ટેરીફો અને સેવાની જાહેરાત કરી હતી.
હવે ગ્રાહકોને ઝડપી સેવા મળી રહે એવું આયોજન કરવામાં આવેલ આરોડ શોમાં
અધીકારીઓ શ્રી મેંદપરા તથા અન્યો અને સ્ટાફ જોડાયા હતા.
Share This News
Follow Akilanews.com
No comments:
Post a Comment