અર્જુન ખાટરિયા અને શ્રીમતી અલ્પાબેન ચુંટાયા
રાજકોટ, તા. ૨ :. જિલ્લા પંચાયતમાં અભૂતપૂર્વ ઘટના બની છે. વિપક્ષ કોંગ્રેસના નેતા અર્જુન ખાટરિયા ગોંડલની મોવિયા બેઠક પરથી ૨૭૦૦ જેટલા મતે અને તેમના ધર્મપત્નિ અલ્પાબેન ખાટરીયા કોટડાસાંગાણી બેઠક પરથી ૨૦૦૦થી વધુ મતે વિજેતા થયા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં પતિ-પત્નિ બન્ને એક સાથે ચૂંટાયા હોય તેવો પ્રથમ પ્રસંગ છે. કદાચ આ વખતે એક માત્ર ગુજરાતમાં રાજકોટ જિલ્લા પંચાયત એવી છે કે જ્યાં દંપતિ ચૂંટાયેલ છે.
અર્જુન ખાટરિયા ૧૦ વર્ષથી જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ છે.
કોંગ્રેસની બહુમતીના સંજોગો સર્જાતા તેઓ પ્રમુખ પદના મજબૂત ઉમેદવાર ગણાય છે. ખાટરીયા દંપતિ પર અભિનંદન વર્ષા (મો. ૯૭૧૪૦ ૫૫૫૫૫) થઈ રહી છે.(૨-૧૬)
No comments:
Post a Comment