પત્રકારત્વમાં પરિપક્વતા હોવી જોઈએ : મેયર ડૉ. જૈમનભાઈ ઉપાધ્યાય
રાજકોટ જિલ્લાનાં ગ્રામિણ પત્રકારો માટે યોજાયો ‘‘વાર્તાલાપ’’
રાજકોટ, 16-12-2015
જન્મભૂમિ ગ્રુપના ફૂલછાબ દૈનિકના તંત્રી શ્રી કૌશિકભાઈ મહેતાએ સાંપ્રદ સમસ્યાઓના રીપોર્ટીંગમાં માધ્યમોની ભૂમિકા અને નૈતિકતા વિશે જણાવ્યું કે આજકાલ પત્રકારો સમાચારને તોડી મરોડીને રજૂ કરે છે. સમાચારોને એક્લુઝીવ તરીકે લોકો સમક્ષ રજૂ કરાય છે. જેથી સમાચારનું સાતત્ય જળવાતું નથી અને સમાચારમાં રહેલા સારા સંદેશાને ખતમ કરી નાંખે છે. સમાચારમાં રહેલ તથ્યોને શોધવાનું કાર્ય મીડિયાનું છે. સમાચાર નાના હોય કે મોટા પણ તેને રજૂ કરતાં પહેલા તેની ખરાઈ કરવી મહત્વની છે. સમાજના લોકોને કેવા સમાચાર ગમે છે લોકોને શેમાં રસ છે તે જાણવું એ પણ ઘણી કાળજી માંગી લે છે. અખબાર દ્વારા આદર્શન જળવાય ત્યારે લોકો અખબારથી વિમુખ થવા માંગે છે. શ્રી મહેતાએ પત્રકારોને પોતાના પત્રકારત્વમાં ગંભીરતા સાથે સંયમ જાળવવા પર ભાર મૂક્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના હેડ સુશ્રી નિતાબેન ઉદાણીએ સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે માધ્યમોમાં બદલાવ અંગે માહિતી આપતાં જણાવ્યું કે આજે અખબાર, ટીવી અને બ્રેકીંગ ન્યૂઝ પાછળ રહી ગયા છે અને લોકો “એપ્સ” પર સતત સમાચારો જુએ છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી સીટીઝન જર્નાલિઝમનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જે અખબારો અને ન્યૂઝ માટે પણ ઉપયોગી બની રહયો છે. ફેસબુક, વોટ્સએપ ટ્વીટર, બ્લોગ જેવા સોશ્યલ મીડિયાએ લોકોને વિશેષ પાવર આપ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સોશ્યલ મીડિયા આજનો જ્વલંત વિષય છે સોશ્યલ મીડિયાની હકારાત્મક અને નકારાત્મક બંનેની ખૂબ મોટાપાયે અસર થાય છે. સમયની સાથે આ માધ્યમને અપનાવવો પડે છે.
અંગ્રેજી દૈનિક ડીએનએના સંવાદદાતા સુશ્રી માસુમા ભારમલે મહિલા સંબંધી બાબતોના રીપોર્ટીંગમાં મહિલાઓની સંખ્યા વિશે જણાવતા કહ્યું કે આજે પત્રકારત્વમાં મહિલાઓની સંખ્યા ઓછી છે. મહિલાઓએ પોતાની જવાબદારી નક્કી કરી આગળ આવવાનું છે. જેમ સાચુ ભારત ગામડાંમાં વસે છે. તેમ સાચા ભારતની ઓળખ પત્રકારોએ પોતાના સમાચાર દ્વારા આપી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. ભારતમાં સૌથી મોટો પ્રશ્ન છે, “કોમ્યુનલ ઈશ્યુ” હું મુસ્લીમ છું, હું બ્રાહ્મણ છું, હું હિન્દુ છું, આમાં મૂળ ભારતીય ક્યાં છે? પોતાની ધગશને ઓળખો અને તેને દુનિયાની સામે લાવવા માટે લડો. સુશ્રી માસુમાએ પોતાના મુંબઈના પત્રકારત્વના અનુભવો વર્ણવતા જણાવ્યું કે સમાચાર માટે કોમ્યુનીટી, પ્રદેશ કે ભાષાની કોઈ ઓળખ જરૂરી નથી. સોશિયલ ઈશ્યુ કે વુમન રીલેટેડ ઈશ્યુએ આપણા મગજની ઉપજ છે તેને એક સમાચાર તરીકે લો પણ કોઈ અપવાદ તરીકે નહીં.
આજકાલ સાંધ્ય દૈનિકના સંપાદક શ્રી પરેશભાઈ દવેએ વિજાણુ માધ્યમોના અતિક્રમણ સાથે પ્રિન્ટ મીડિયાની ભૂમિકા વિશે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે હું 13 વર્ષથી પત્રકારત્વમાં જોડાયું છું. હું જોઉં છું કે સમાચારો માટે મોટા ભાગે પત્રકારો અત્યારે ટીવી પર આધારીત થઈ ગયા છે. ફિલ્ડ જર્નાલીઝમ નામશેષ થઈ રહ્યું છે. પત્રકારો અત્યારે વધારે મહેનત કરવા કરતાં માત્ર ઈલેક્ટ્રોનીક મીડિયાના ઉપયોગ દ્વારા ઘેર બેઠા માહિતી એકઠી કરવામાં પડ્યા છે. અત્યારના આધુનિક યુગમાં ઈલેક્ટ્રોનીક મીડિયા ફાસ્ટ છે પરંતુ આજનું ઈલેક્ટ્રોનીક મીડિયા ઘણું ભ્રમવાળુ છે. ખોટા ન્યૂઝ ઈલેક્ટ્રોનીક મીડિયામાં બતાવ્યાની જાણ થતા તેઓ સ્ક્રોલીંગમાંથી પણ નાબૂદી કરી પોતાની જાતને બચાવી નાંખે છે. જ્યારે ટીવી તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયા બાદ જ અખબારોની ખરી ભૂમિકા શરૂ થતી હોય છે.
ઈન્ડિયન એક્સપ્રેસના વરિષ્ઠ પત્રકાર શ્રી ગોપાલ કંટેસીયાએ જણાવ્યું કે મીડિયા એથિક્સએ ચેન્જ છે. ઈલેક્ટ્રોનીક મીડિયાની અમુક મર્યાદાઓ હોય છે. જ્યારે પ્રિન્ટ મીડિયા પાસે ઘણી વિશાળ જગ્યા હોય છે. આજે ગુજરાતમાં 31 ટકા ટીવી અને 35 ટકા રેડીયોએ પોતાનું સ્થાન જાળવ્યું છે. પત્રકાર તરીકે દરેક સમાચાર અને પરિસ્થિતિથી વાકેફ રહેવું જોઈએ. ઈલેક્ટ્રોનીક મીડિયામાં દરેક પત્રકારે 24 કલાક પોતાની જાતને અપડેટ રાખવી જોઈએ.
આ પ્રસંગે આજના વાર્તાલાપ પ્રોગ્રામમાં સોશ્યલ મીડિયાની ભૂમિકા, હાલની પરિસ્થિતિમાં માધ્યમોની ભૂમિકા, મહિલાઓ સંબંધી બાબતોમાં મીડિયાની ભૂમિકા,ગ્રામીણ પત્રકારત્વ વગેરે વિષયો પર જુદા જુદા વક્તાઓ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પત્રકારોનું સ્વાગત કરતાં પ્રેસ ઈન્ફરર્મેશન બ્યુરોના અપર મહાનિદેશક શ્રી ઉદય મોરેએ જણાવ્યું હતું કે સરકાર પોતાની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અથવા જાહેરાત કરવા માટે પીઆઈબીનો ઉપયોગ કરે છે. આજે બ્રેકીંગ ન્યૂઝના જમાનામાં વાર્તાલાપના માધ્યમથી ઘટનાઓને થોડોક બ્રેક આપી પત્રકારો પોતાના અનુભવોની આપ-લે કરવા આ કાર્યક્રમમાં ભેગા થયા છે. સરકારે વાર્તાલાપના માધ્યમથી જિલ્લા કક્ષાના પત્રકારો સુધી પહોંચવા પ્રયાસ કર્યો છે ત્યારે આપના મંતવ્યો કેબિનેટના નિર્ણયો પણ નિર્ણાયક બની શકે છે. આ પ્રસંગે પીઆઈબી ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી અશોક પાઠકે પીઆઈબીની કામગીરીની જાણકારી આપી હતી.કાર્યક્રમમાં રાજકોટ માહિતી વિભાગના સંયુક્ત માહિતી નિયામક શ્રી કે. એ. કરમટા સાહેબ, વરિષ્ઠ પત્રકારો તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થતિ રહ્યા હતા.
Photo Caption :
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદના ‘વાર્તાલાપ’ – રૂરલ મીડિયા વર્કશોપનું ઉદ્ઘાટન કરતાં મેયર ડૉ. જૈમનભાઈ ઉપાધ્યાય. પીઆઈબીના અધિક મહા નિદેશક શ્રી ઉદય મોરે, ડેપ્યુટી ડાયરેક્ટર પીઆઈબી શ્રી અશોક પાઠક, રાજકોટ માહિતી વિભાગના સંયુક્ત માહિતી નિયામક શ્રી કે. એ. કરમટા, જન્મભૂમિ ગ્રુપ – ફૂલછાબના તંત્રી શ્રી કૌશિકભાઈ મહેતા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, જર્નાલિઝમ વિભાગના હેડ સુશ્રી નીતાબેન ઉદાણી, ડીઅનએના સંવાદદાતા સુશ્રી માસુમા ભારમલ, આજકાલ દૈનિકના સંપાદક શ્રી પરેશભાઈ દવે પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. (Press Information Bureau, Government of India, - Ahmedabad)
5 Attachments
Preview attachment VARTALAP - PIB - Press Seimnar - Rajkot 16-12-2015 (1).jpg
Preview attachment VARTALAP - PIB - Press Seimnar - Rajkot 16-12-2015 (2).jpg
Preview attachment VARTALAP - PIB - Press Seimnar - Rajkot 16-12-2015 (3).jpg
Preview attachment 16-12-15 - Rajkot.doc
Preview attachment VARTALAP - PIB - Press Seimnar - Rajkot 16-12-2015 (4).doc
No comments:
Post a Comment