રાજ્યભરમાં પલ્સ પોલિયો નાબૂદી અભિયાન શરૂ થયું
અમદાવાદ : મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજયવ્યાપી પલ્સ પોલીયો અભિયાનનો ગાંધીનગરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપાં પિવડાવી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ગુજરાતમાં ૨૦૦૭ પછી એક પણ પોલિયો કેસ નથી નોધાયો તે માટે આરોગ્ય સેવાકર્મીઓની સેવાપરાયણતા અને રાજય સરકારના આરોગ્યલક્ષી અભિગમની સરાહના કરી હતી. આરોગ્ય મંત્રી નિતીનભાઈ પટેલ, રાજય મંત્રી શંકરભાઈ ચૌધરી, ગાંધીનગર મેયર હંસાબેન મોદી અને ધારાસભ્યો પણ આ પલ્સ પોલિયો રસીકરણમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ ગુજરાતને પોલિયો મુક્ત સાથે જ કુપોષણ મુક્ત રાજય બનાવવાની રાજય શાસનની પ્રતિબદ્ધતાથી ભૂમિકા આ તકે વિવિધ આરોગ્ય સુખાકારી પગલાંઓની છણાવટ કરતાં આપી હતી. આનંદીબેને દરેક નાગરિક માતા પિતાને マદયસ્પર્શી અપિલ કરી કે, પલ્સ પોલિયો અભિયાનમાં અવશ્ય જોડાય અને પોતાના ધર પરિવાર આસપાસના વિસ્તારનું એક પણ બાળક પોલિયો ટીપા પીધા વગરનું ન રહે તેની કાળજી લઈ સ્વસ્થ તંદુરસ્ત પોલિયો મુક્ત ગુજરાતની નેમમાં સામજિક દાયિત્વ નિભાવે. આજે પલ્સ પોલિયો અભિયાનમાં ૦ થી ૫ વર્ષની વયના અંદાજે ૮૫ લાખથી વધુ બાળકોને ૩૭૩૨૪ રસીકરણ બુથ અને ૧ લાખ ૫૮ હજાર આરોગ્ય કર્મીઓ પલ્સ પોલિયો ટીપા પીવડાવવામાં આવ્યા હતા. પલ્સ પોલિયો ટીપાથી રાજયના અતરિયાળ ક્ષેત્રોના ભૂલકાઓ પણ વંચિત ન રહી જાય તેવું સુદ્રઢ આયોજન રાજય સરકારે કર્યું છે તેની વિગત મુખ્યમંત્રીએ આપી હતી. વનવાસી અંતરિયાળ ક્ષેત્રો, સાગર ખેડુ સમાજો તથા યાતાયાત કરતા યાત્રી મુસાફરોના ભૂલકાંઓ માટે મળીને ૨૪૫૦ ટ્રાન્ઝીટ ટીમ પલ્સ પોલિયો રસીકરણ માટે તૈનાત કરવામાં આવી છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ સમાજ સહયોગથી ગજરાતને પોલિયો મુક્ત કુપોણ મુક્ત બનાવવાની નેમ દોહરાવી હતી.
4 Attachments
No comments:
Post a Comment