Tuesday, January 5, 2016

૨૨ મી જાન્‍યુઆરી નાં રોજ લોહાણા નાત જમણ - મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન આ વખતે શાસ્ત્રી મેદાન ખાતે કાર્યક્રમ યોજાશે-inf. by Ashok Hindocha M-94262 54999

૨૨ મી જાન્‍યુઆરી નાં રોજ લોહાણા નાત જમણ - મહાપ્રસાદનું  ભવ્‍ય આયોજન 

આ વખતે શાસ્ત્રી મેદાન ખાતે કાર્યક્રમ યોજાશે




થેલસીમીયા નાબુદી એ આ વખતના નાતજમણનું મુખ્‍ય ધ્‍યેય

રાજકોટ : આગામી તા.૨૨ મી જાન્‍યુઆરી નાં રોજ લોહાણા જ્ઞાતિનાં સરતાજ - ગોૈ માતાની રક્ષા કાજે લગ્ન મંડપ પડતો મૂકીને શહીદી વહોરનાર - દેશપ્રેમી પરમ શ્રધ્‍ધેય, લોહર ક્ષત્રિય રાજ્‍યનાં અંતિમ શાસક,  મહારાજ વીર દાદા જશરાજ ની પુણ્‍યતિથિ, શહીદ  દિન નીમીતે  દર વર્ષૅની પરંપરા મુજબ, આ વર્ષે પણ ‘‘સમસ્‍ત  લોહાણા જ્ઞાતિ ભોજન મહાપ્રસાદ''નું ભવ્‍ય, દિવ્‍ય આયોજન રઘુવંશી પરિવારના નિમીત યજમાન પદે, રાજકોટ ખાતે થયું છે. નાતજમણના મધ્‍યસ્‍થ કાર્યાૅલયનું જાગનાથ મંદિર ચોકમાં રઘુવંશી પરીવારના કાયમી કાર્યૉલય ખાતે દબદબાભેર મંગલચારણ કરાયા હતા. રઘુવંશી પરિવારના અગ્રણીઓ હસુભાઇ ભગદે, પ્રતાપભાઇ કોટક આ મહત્‍વાકાંક્ષી આયોજન અને કાર્યાલયના મંગલાચરણની વિસ્‍તૃત માહિતી આપતા જણાવે છે કે રાજકોટનાં આંગણે પ્રખર ગોૈ ર્ઉપાસક, દેશભક્‍ત પૂજ્‍ય વીરદાદા જશરાજને શ્રધ્‍ધાંજલી સ્‍વરૂપ આ નાત જમણના કાર્યાલય ઉદઘાટન પ્રસંગે જ્ઞાતિ એકતાનાં ર્હિમાયતીઓ, પ્રખર લોક સેવકો, દાતાઓ સંસ્‍થાઓ,  કાર્યૅકર્તાૅઓ, મહાજનો સહિત ૫૦૦ જેટલા શ્રેષ્‍ઠીઓએ ઉપસ્‍થિત રહી ઉપસ્‍થિત રહી રઘુવંશી પરિવારના આ આયોજનને ક્ષતિશૂન્‍ય બનાવવા સતત આર્શિવાદ, માર્ગદર્શન આપતા રહવાનું કોલ આપ્‍યો હતો. પૂ. વિરદાદા  જશરાજજી, પૂ. જલારામબાપા તેમજ રામ - દરબારની પ્રતિમા સમક્ષ દિપ પ્રાગટય કરીને કાર્યૉલય ના ર્વિધિવત મંગલાચરણ રાજકોટ લોહાણા  મહાજનના પ્રમુખ ડો. હર્ષૅદભાઇ ખખ્‍ખરે કર્યુ હતું. પૂર્વૅમેયર જનકભાઇ કોટકના ધર્મૅપત્‍ની ર્નિર્મૅળાબેનનું તાજેતરમાં જ દુઃખદ ર્નિધન થયેલું હોય રઘુવંશી પરીવાર તેમજ  ઉપસ્‍થિત સૌએ બે મિનીટનું મોૈન પાળી સ્‍વર્ગૅસ્‍થને આદરાંજલિ અર્પી હતી તેમજ સ્‍વર્ગૅસ્‍થ સ્‍મૃતિૅમાં વધુ ને વધુ સત્‍કાર્યો હસમુખભાઇ ભગદેએ આ વખતે રાજકોટમાં ‘‘ હાફ મેરથોન'' ઇન્‍ટરનેશનલ ઇવેન્‍ટ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે યોજવાનો હોય, આ વખતનું નાતજમણ શાસ્ત્રીમેદાનમાં વિશાળ પરીસરમાં કરાશે તેવી જાહેરાત કરી હતી અને હવેથી સવાર થી લઇને મોડી રાત્રી સુધી ખુલ્લા  રહેનાર નાતજમણના કાર્યાલયે સૌને સેવા આપવા હાકલ કરી હતી.

આ તબ્‍બકે હસુભાઇ ભગદેએ રઘુવંશી સમાજના  ગોૈરવ અને આર એન્‍ડ બી ડીપાર્ટમેન્‍ટના સુપ્રિર્ટેન્‍ડિીંગ એન્‍જીનિયર પરાગભાઇ ભગદેવ વિશેષ સહકાર બદલ આભારની લાગણી વ્‍યકત કરી હતી. વક્‍તા, ગાયત્રી ઉૅપાસક, ઘનશ્‍યામભાઇ ઠક્કર અને ઘનશ્‍યામભાઇ ઠક્કરે પૂ.વિરદાદા જશરાજજી અંગે તલસ્‍પર્શી માહિતી પોતાની રસથાળશૈલીમાં સૌને આપી સેવા આપી સૌમાં વિરરસનો તેમજ ગોૈભક્‍તિનો સંચાર કર્યો હતો. યુવા આગેવાન યોગેશભાઇ પુજારાએ ‘‘જય જલારામ, જય રઘુવીર, જય વિરદાદા જશરાજજી'' નો પ્રચંડ, સામુહિક મંત્રોચ્‍ચાર સૌને કરાવી વાતાવરણમાં અભૂતપૂર્વ ઉત્‍સાહનો સંચાર કરાવ્‍યો હતો. શ્રી લોહાણા મહાપરીષદના સંયુકત મંત્રી અને વૈશ્વીકકક્ષાએ થેલેસીમીયા નાબૂદી અંગે સતત કાર્યરત એવા મિતલ ખેતાણીએૅ ‘‘થેલીસીમીયા  ને રઘુવંશની મોટામાં મોટી ચેલેન્‍જ'' ગણાવી આ મહારોગ રઘુવંશીમાંથી નાબૂદ થાય તે દિશામાં સતત પ્રયત્‍નો કરતા રહેવા  બદલ રઘુવંશી પરિવાર સમગ્ર ટીમને ર્અભિનંદન  આપ્‍યા હતા. શ્રી લોહાણા મહાપરીષદના પ્રમુખ પ્રવિણભાઇ કોટકે ૨૦૧૬ના વર્ષૅને ‘‘થેલેસેમીયા નાબૂદી વર્ષ'' તરીકે જાહેર કર્યુૅ છે ત્‍યારે મહાપરીષદના સહકારથી આ વખતે પણ નાતજમણમાં રઘુવંશી પરિવાર  દ્વારા રઘુવંશી અપરિણીત યુવક - યુવતિઓ માટે ‘ર્‘નિઃશુલ્‍ક, મેગા, થેલેસીમીયા ટેસ્‍ટ કેમ્‍પ' નું આયોજન  તેમજ થેલેસીમીયા પિડીત  બાળકોના લાભાર્થે નાતજમણમાં મેગા રક્‍તદાન ર્શિબીર યોજવાની  જાહેરાત મિતલ ખેતાણીએ કરી હતી. આ રઘુવંશી મહાકુંભમાં, સમસ્‍ત રઘુવંશીઓ ર્જ્ઞાતિ  જમણ-મહાપ્રસાદમાં પધારવાના છે ત્‍યારે,  સૌ આ પવિત્ર દિનને સફળ - સુફળ બનાવવા, અને જાતને જ ‘યજમાન' સમજી આ મહાયજ્ઞમાં જ્ઞાતિ ગંગામાં તરબોળ થવા રાજકોટ લોહાણા  મહાજનના પ્રમુખ ડો. હર્ષદભાઇ ખખ્‍ખરે હાકલ કરી હતી. રાજકોટ લોહાણા મહાજનના મંત્રી શેૈલેષભાઇ ગણાત્રાએ સમગ્ર મહાજનની ટીમના સતત સહકારની ખાત્રી આ તબ્‍બકે ર્ઉચ્‍ચારી હતી. શ્રી લોહાણા મહાપરિષદના સૌરાષ્‍ટ્ર વિભાગના ઉપપ્રમુખ સુરેશભાઇ ચંદરાણાએ પોતાના ધારદાર વકતવ્‍યમાં ‘‘થેલેસીમીયા નાબૂદી'' અંગે સૌને આક્રમક વલણ અપનાવી, જેમ ટીબી-પોલીયો નાબૂદ કરવામાં સફળતા મળી તેમ આ રોગ પણ ત્‍વરાએ નાબૂદ કરવામાં સૌને લાગી જવાની અપીલ સાથે, પોતાના તેમજ માર્કેટીંગ યાર્ડ પરિવારના સતત સહકારની ખાતરી રઘુવંશી પરિવારને આપી હતી. પ્રખર વક્‍તા પ્રવિણભાઇ કાનાબારે ર્જ્ઞાતિસંગઠન થકી સમગ્ર વિશ્વના કલ્‍યાણમાં લાગી જવા, તેમજ સમાજના છેવાડાના માનવી સુધી આ સંગઠનનો લાભ સૌને મળ઼ે તે જોવાની સૌને વિનંતી કરી હતી. આ  પ્રસંગે અશોકભાઇ હિંડોચાએ શ્રી લોહાણા મહાપરિષદના ભાવિ આયોજન અંગે માહિતી સૌને મળે તે જોવાની સૌને વિનંતી કરી હતી. આ  પ્રસંગે અશોકભાઇ હિંડોચાએ શ્રી લોહાણા મહાપરીષદના ભાવિ આયોજન અંગે માહિતી સૌને આપી હતી.

શ્રી જલારામ રઘૂકૂળ સાર્વૅજનીક હોસ્‍પિટલની અત્‍યંત રાહતદરની આરોગ્‍ય સેવાઓનો લાભ જરૂરત પડયે લેવા હોસ્‍પિટલના ટ્રસ્‍ટી કેતનભાઇ પાવાગઢી, શૈલેષભાઇ પાબારીએ અનુરોધ કર્યો હતો. ગોૈરક્ષા માટે લગ્નમંડપ પણ મૂકીને શહીદ થનારા પુ.વિરદાદા જશરાજજીને'' ગોૈ-સેવા ગોૈરક્ષા'' થકી જ સાચી શ્રધ્‍ધાંજલી આપવાનું સૂચન શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્‍ટના શ્રીમતિ  કુંદનબેન રાજાણીએ કર્યુ હતું. રોજબરોજનાં કાર્યોની દેખરેખ, વહીવટી સુગમતા તેમજ સમસ્‍ત આયોજનનનાં માઇક્રો  પ્‍લાનીંગ અંગેના, પૂજ્‍ય વીરદાદા જશરાજ ના શહીદ દિને યોજનાર ‘‘ સમગ્ર લોહાણા નાત જમણ - મહાપ્રસાદ ના મધ્‍યસ્‍થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે પોતાના રઘુવંશી પરિવારના પ્રણેતા પ્રતાપભાઇ કોટકે ગયાવખત ના નાતજમણને સફળ બનાવવા બદલ ફરીથી સૌનું ઋણ સ્‍વીકાર કરી, આ વખતે આ સોનેરી  પ્રસંગમાં વધુ સેવાની સુગંધ ભેળવવા તથા ખાસ કરીને બહેનો, દિકરીઓ, માતાઓ, વિકલાંગો, વડિલો સહિતનાઓનું વિશેષ આતીથ્‍ય - દેખરેખ આ વખતે  પણ સરસ રીતે થાય જેની ચિંતા કરવાની સૌને હાકલ કરી હતી, રક્‍તદાનૅ કેમ્‍પમાં થેલેસેમીયા પિડીત બાળકોના  લાભાર્થે રક્‍તદાનની ઝોળી છલકાવી દેવા રઘુવંશને હાકલ કરી હતી. સદગુરૂ સેવક નિતીનભાઇ રાયચૂરાએ ખાસ કરીને આરોગ્‍ય  તેમજ શૈક્ષણિક ક્ષેત્રે છેવાડાના વર્ગ સુધી જ્ઞાતિ  એકતાની ચેતના  પહોંચે તે સતત જોતા રહેવા હાકલ કરી હતી તથા પોતાના તન - મન-ધનના સહયોગની ખાતરી સૌને આપી હતી. કાર્યાૅલય માટે પોતાનો ઉમદા સહકાર આપનાર કોમલ હેન્‍ડીક્રાફટના નરેન્‍દ્રભાઇ પુજારા તથા શીલ્‍પાબેન પુજારાનું ર્અભિવાદન પ્રતાપભાઇ કોટકે કર્યુૅ હતું.

સમગ્ર આયોજનને ટ્રાન્‍સપોર્ટ એસો. દાણાપીઠ, માર્કેટિંગ યાર્ડૅ, પરાબજાર તેમજ વિવિધ  વ્‍યાપારી મંડળો,  વેપારી એશોસીએશન, પ્રિન્‍ટ અને ઇલેક્‍ટ્રોનિક મીડીયા, સરકારી તંત્રો, બિલ્‍ડર એસો. જ્ઞાતિ સંસ્‍થાઓ, મંડળો, મહાજનો વિ. નો  અવિરત સહયોગ મળવા બદલ પણ પ્રતાપભાઇ કોટકે સૌને આભાર માન્‍યો હતો. મંચ કાર્યક્રમનું સંચાલન લલીતભાઇ વડેરીયા (કાળુમામા) એ રસાળ શૈલીમાં કર્યુ હતું. મંચ કાર્યક્રમ ના અંતે સૌને ઋણ સ્‍વીકાર રઘુવંશી પરિવારના મયંકભાઇ પાંઉએ કર્યુ હતું.આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા સૌ રઘુવંશીઓએ સાથે અલ્‍પાહાર-પ્રસાદ લીધો હતો, જેની વ્‍યવસ્‍થાકિય જવાબદારી કિરીટભાઇ પાંધીએ કર્યુૅ હતું. આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા સૌ રઘુવંશીઓએ સાથે અલ્‍પાહાર- પ્રસાદ લીધો હતો, જેની વ્‍યવસ્‍થાકિય જવાબદારી કિરીટભાઇ પાંધીએ સંભાળી હતી. આ પ્રસંગે કોર્પોરેટરશ્રીઓ કમલેશભાઇ મીરાણી, મનીષભાઇ રાડીયા,  રાકેશભાઇ પોપટ, જશુબેન વસાણી, નરેન્‍દ્રભાઇ પોપટ, (બાલાભાઇ) કિશોરભાઇ કોટક, મુકેશભાઇ પાબારી, દિનેશભાઇ કારીયા, અનિલભાઇ પારેખ, કલ્‍પેશ તન્ના, નટુભાઇ કોટક, મનુભાઇ મીરાણી, કે.ડી.કારીયા, ધર્મેન્‍દ્રભાઇ ચંદારાણા , મિતેશભાઇ રૂપારેલીયા, રમેશભાઇ ધામેચા, ર્વિજયભાઇ કારીયા, કૃણાલભાઇ ગણાત્રા, હરેશભાઇ લાખાણી, મયુરભાઇ અનડકટ, સમીરભાઇ રાજાણી, અશોકભાઇ મીરાણી, ર્કિરણભાઇ કેસરીયા, રત્‍નાબેન, સેજપાલ, શીતલબેન બુધ્‍ધદેવ, ઇશ્વરભાઇ ખખ્‍ખર,  હસુભાઇ ચંદરાણા,ચંદુભાઇ રાયચૂરા, વિક્રમભાઇ પુજારા, રોહિતભાઇ જોબનપુત્રા, લાલભાઇ પોપટ, દુર્લભજીભાઇ તન્ના, જયસુખભાઇ દક્ષિણી, પ્રદીપભાઇ ભગ્‍યોદય, બિપીનભાઇ વસાણી, વિનોદભાઇ પોપટ,અશોકભાઇ ચંદરાણા, અનીલભાઇ ખેતાણી, કિરીટભાઇ કેસરીયા, મનુભાઇ ઠક્કર, અશ્વિનભાઇ બુધ્‍ધદેવ,  પરેશભાઇ શિંગાળા, રાજશેભાઇ પોબારુ, અશ્વિનભાઇ બગડાઇ, ભરતભાઇ કોટક, જગદિશભાઇ ભોજાણી, જયસુખભાઇ દક્ષીણી, જનકભાઇ ઉનડકટ, ચેતનભાઇ માણેક , નિતીનભાઇ રાઇચૂરા,  અનિલભાઇ કારીયા, રાજુભાઇ ચતવાણી, સુરેશભાઇ કાથરાણી, મીનાબેન પારેખ, વર્ષાૅબેન ક્કકડ, કાશ્‍મિરા બેન નથવાણી, અતુલભાઇ રાજાણી, પરેશભાઇ પોપટ, ર્પિયુશભાઇ કુંડલિયા સહિતના અગ્રણીઓ ર્ઉપસ્‍થિત રહ્યા હતા.

સમગ્ર આયોજન અંગે રઘુવંશી પરીવારના હસુભાઇ ભગદે, પ્રતાપભાઇ કોટક, પરેશભાઇ વિઠલાણીના માર્ગદર્શૅન માં હરેશભાઇ દાવડા,  મેહુલભાઇ નથવાણી, જયેષ્‍ઠારામભાઇ ચતવાણી, રાજુભાઇ પોપટ, કલ્‍પેશભાઇ બગડાઇ, કમલેશલાલ લાલ, કૌશીકભાઇ માનસાતા, વિપુલભાઇ મણીયાર,  અનિલભાઇ ખેતાણી, ઉમેશભાઇ ઠકકર, સુધીરભાઇ સૌમેયા,  બગડાઇ, કમલેશભાઇ લાલ, કૌશીકભાઇ માનસાતા, વિપુલભાઇ મણીયાર, અનિલભાઇ ખેતાણી,  ઉમેશભાઇ ઠક્કર, સુધીરભાઇ સૌમેયા, ર્વિમલભાઇ વડેરા, ધવલભાઇ પાબારી, નિરવભાઇ પુજારા, પુનમભાઇ સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યાૅલયના ઉદધાટન બાદ દરરોજ સવારથી લઇને મોડી રાત્રી સુધી દરરોજ મીટીંગનો ધમધમાટ, કાર્યોની  વહેંચણી, માઇક્રો પ્‍લાનીંગ, પ્રચાર - પ્રસાર સહિતનાં વિભાગો કાર્યરત બન્‍યા છે. ‘‘ સમસ્‍ત લોહાણા જ્ઞાતિ ભોજન મહાપ્રસાદ નાં ભવ્‍ય, દિવ્‍ય આયોજનને સફળ બનાવવાં રઘુવંશી પરિવારના સંકડોૅ કાર્યકતાઅની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. વિશેષ  ર્માહિતી માટે રઘુવંશી પરીવાર (જાગનાથ મંદિર ચોક, યાજ્ઞીક રોડ, રાજકોટ મો. ૦૨૮૧ - ૬૮૮૮૦૮૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (Courtesy : akila daily)

No comments: