આધ્યાત્મીકતા-શુરવીરતા રઘુવંશીઓની
પરંપરાઃ પૂ.હરીચરણદાસજી
પરંપરાઃ પૂ.હરીચરણદાસજી
www.ashokhindocha.blogspot.com
વીરદાદા જશરાજજીને ઐતિહાસિક વંદનાઃ લાખો રઘુવંશીઓએ સાથે મહાપ્રસાદ માણ્યો
રાજકોટ, તા., ર૩: વીરદાદા જશરાજની પુણ્યતીથી, શહીદ દિન નિમિતે સમસ્ત લોહાણા જ્ઞાતિ ભોજન મહાપ્રસાદ, થેલેસમેીયા નાબુદી અભિયાન, ભકિત સંધ્યા, મહારકતદાન શિબિર તેવા સેવા સંકલ્પોનું ભવ્ય, દિવ્ય આયોજન રઘુવંશી પરિવારનાં નિમિત યજમાન પદે થયું હતું. લોહાણાઓ માટે મૂળ, કૂળને જાણવાના તેમજ ‘એક થવાનાં અવસર' ને પોંખવા સમગ્ર વિશ્વમાંથી લાખો રઘુવંશીઓ, ઠક્કર પરિવાર, મહાજનો, જ્ઞાતિ સંસ્થાઓ, દાતાઓ, કાર્યકર્તાઓ રાજકોટ-રામકોટના આંગણે પધાર્યા હતા. રાજકોટનાં હાર્દ સમાં શાષાી મેદાન ગ્રાઉન્ડ ખાતે પૂજય વીર દાદા જશરાજ નગરનું નિર્માણ કરાયું તથા આ રઘુવંશી મહાકુંભ દ્વારા સમગ્ર રાજકોટને પૂજય વીર દાદા જશરાજ મય બનાવાયું. આ નાત જમણમાં એક સાથે, એક જ સ્થળે તથા એક જ સમયે તમામ વર્ગ-સ્તરના આબાલવૃધ્ધ, ગરીબ-તવંગર રઘુવંશીઓએ સાથે ‘હરીહર' કર્યુ હતું. તથા જય જલારામ-જય વીર દાદા જશરાજ-જય સીયારામના પ્રચંડ ગગનભેદી સામુહીક ઉદઘોષ સાથે જેના અન્ન ભેગા, તેના મન ભેગા સુત્રને દિલથી સાર્થક કર્યુ હતું. રઘુવંશી સમાજ માટે વિવિધ ધાર્મીક, સાંસ્કૃતિક મેડીકલ, શૈક્ષણીક, સામાજીક, સંગઠનાત્મક સુપ્રવૃતિઓ સતત કરતા રહેવાના ધ્યેય સાથે રઘુવંશી પરિવારના અગ્રણીઓ હસુભાઇ ભગદે, પ્રતાપભાઇ કોટક, પરેશભાઇ વિઠલાણી આ મહત્વાકાંક્ષી, સફળ, સુફળ આયોજનની વિસ્તૃત માહીતી તેમજ સૌ પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી સાથે જણાવે છે. આ નાત જમણમાં તમામ રઘુવંશી વેપારી, નોકરીયાત ભાઇ-બહેનો પરિવાર સહ પોતાના ધંધા-રોજગાર અડધો દિવસ બંધ રાખી જ્ઞાતિ ગંગાના દર્શનાર્થે તેમજ નાત-જમણની સેવામાં સ્વયંભૂ જોડાયા હતા. આ પ્રસંગે દર વર્ષે ભગવાન રામચંદ્રજીના પ્રાગટય પર્વ ‘રામનવમી' ને ‘રઘુવંશ ગૌરવ દિન' તરીકે ઉજવવાની જાહેરાત શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા કરાઇ હતી. આર એન્ડ બી ડીપાર્ટમેન્ટના સુપ્રિન્ટેન્ડીંગ એન્જીનીયર પરાગભાઇ ભગદેવ સાહેબનું તેમની સતત સેવાઓ બદલ ઋણ સ્વીકાર રઘુવંશી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.(Courtesy : Akila Daily
No comments:
Post a Comment