પરીન ફર્નીચર પરીવારના દિપેશભાઈ નંદાણી તથા અવનીબેનનું અવસાન : કાલે સ્મશાનયાત્રા : ગુરૂવારે પ્રાર્થનાસભા
(05:53 pm IST)
રાજકોટ
: સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પરીન ફર્નીચરવાળા સ્વ. ઠક્કર શ્રી ધીરજલાલ
લક્ષ્મીદાસ નંદાણી તથા ગં. સ્વ. ઈન્દિરાબેન ધીરજલાલ નંદાણીના પુત્ર અને
પુત્રવધુ, તે જામનગરવાળા શ્રી રમેશભાઈ ગોરધનદાસ મજેઠીયા તથા શ્રીમતી
પદ્માબેન રમેશભાઈ મજેઠીયાના પુત્રી તથા જમાઈ, તે લોહાણા સમાજના આગેવાન એવા
શ્રી ઉમેશભાઈ ધીરજલાલ તથા શ્રીમતી નેહાબેન ઉમેશભાઈ અને બિંદેશભાઈ ધીરજલાલ
તથા શ્રીમતી મીરાબેન બિંદેશભાઈ નંદાણીના ભાઈ - ભાભી તે દિપલભાઈ તથા
ભાવીનભાઈ રમેશભાઈ મજેઠીયાના બહેન - બનેવી અને દેવેનના માતા-પિતા, તે શ્રી
પરીનભાઈ ઉમેશભાઈ તથા પૂજાબેન, પરીનભાઈ અને દર્શિલ ઉમેશભાઈ તથા જય બિંદેશભાઈ
નંદાણીના કાકા-કાકી, શ્રી દિપેશભાઈ ધીરજલાલ નંદાણી (ઉ.વ.૪૫) તથા શ્રીમતી
અવનીબેન (ચાંદનીબેન) દિપેશભાઈ નંદાણી (ઉ.વ.૪૩)નું આકસ્મિક દુઃખદ અવસાન
થયેલ છે.
સદ્દગતની
સ્મશાનયાત્રા આવતીકાલે તા. ૧૯ને મંગળવારના રોજ સવારે ૮:૩૦ કલાકે તેમના
નિવાસસ્થાન, ‘ઋષિકેશ', પર્ણકુટીર મેઈન રોડ, એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે,
રાજકોટ ખાતેથી નીકળશે.
સદ્દગતની
પ્રાર્થનાસભા તા. ૨૧ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે પર્ણકુટીર
સોસાયટી હોલ, રાજનગર ચોક પાસે, એસ્ટ્રોન સોસાયટી બગીચા સામે, રાજકોટ ખાતે
રાખેલ છે. પિયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.
Share This News
Follow Akilanews.com
No comments:
Post a Comment