Friday, July 29, 2016

લોહાણા મહાજન મહિલા સમિતિ દ્વારા ૧૩ મીથી બે દિ ગૃહઉદ્યોગની વસ્તુઓનું પ્રદર્શન કમ સેલ Courtesy AKILA NEWS www.akilanews.com -inf by Ashok Hindocha M-94262-54999

લોહાણા મહાજન મહિલા સમિતિ દ્વારા ૧૩ મીથી બે દિ ગૃહઉદ્યોગની વસ્તુઓનું પ્રદર્શન કમ સેલ Courtesy AKILA NEWS www.akilanews.com -inf by Ashok Hindocha M-94262-54999

News of Friday, 29th July, 2016
લોહાણા મહાજન મહિલા સમિતિ દ્વારા ૧૩ મીથી બે દિ ગૃહઉદ્યોગની વસ્તુઓનું પ્રદર્શન કમ સેલ- Courtesy   AKILA NEWS 
www.akilanews.com
inf by Ashok Hindocha M-94262 54999
ભરતકામ, મોતીકામ, ગ્લાસ પેઇન્ટીંગસ, રેડીમેડ ગારમેન્ટસ, આર્ટીફીશીયલ ઓર્નામેન્ટ, જેન્ટસ વેર, ખાણી પીણી સહીતની વસ્તુઓના ૬૦ થી વધુ સ્ટોલ ઉભા કરાશે : ફોર્મ વિતરણ શરૂ
લોહાણા મહાજન મહિલા સમિતિ દ્વારા ૧૩ મીથી બે દિ ગૃહઉદ્યોગની વસ્તુઓનું પ્રદર્શન કમ સેલ
      રાજકોટ તા. ૨૯ : શહેરથી દુર છેવાડાના વિસ્તારોમાં રહેતા બહેનો આર્થિક રીતે પગભર થઇ પરિવારને મદદરૂપ બની શકે તેવા હેતુથી રાજકોટ લોહાણા મહાજન મહિલા સમિતિ દ્વારા ગૃહઉદ્યોગની વસ્ુતઓના પ્રદર્શન કમ સેલનું બે દિવસીય આયોજન કરાયુ છે.
      આ અંગે 'અકિલા' કાર્યાલયે વિગતો વર્ણવતા સમિતિના બહેનોએ જણાવેલ કે લોહાણા જ્ઞાતિની બહેનો તેમના રહેલ કૌશલ્યને બહાર લાવે અને સાથો સાથ આર્થિક ઉપાર્જન કરી શકે તેવા હેતુથી આગામી તા. ૧૩ અને ૧૪ ના બે દિવસીય હેન્ડક્રાફટ પ્રદર્શન કમ સેલ કેશરીયાવાડી, કાલાવડરરોડ ખાતે યોજેલ છે. બન્ને દિવસ સવારે ૯ થી રાત્રે ૮ સુધી આ પ્રદર્શન ખુલ્લુ રહેશે.
      જેમાં ભરતકામ, મોતીકામ, ગ્લાસ પેઇન્ટીંગસ, રેડીમેડ ગારમેન્ટસ, સાડી, કુર્તી, લેગીઝ, ડ્રેસ મટીરીયલ્સ, આર્ટીફીશીયલ ઓર્નામેન્ટ, જેન્ટસ વેર, ખાણી પીણી, ફુડ પેકટસ, કોલ્ડ્રીંકસ, અથાણા, પાપડ, વડી, મસાલા તેમજ જેન્ટસ લેડીઝ-જેન્ટસ ચપ્પલ, સ્લીપર સહીતની વસ્તુઓ પ્રદર્શન કમ વેચાણ અર્થે મુકાશે.
      અંદાજીત ૬૦ થી વધુ સ્ટોલ ઉભા કરાશે. ખાણીપીણીના સ્ટોલ ઉપર તો લાઇવ સેવા અપાશે. ગરમા ગરમ ઢોસા, ઇડલી, ફરસાણ સહીતની વસ્તુઓ સ્થળ ઉપર જ બનાવીને પીરસાશે.
      આ પ્રદર્શન કમ સેલમાં સ્ટોલ રાખવા ઇચ્છુતા બહેનોએ લોહાણા મહાજનવાડી, સાંગણવા ચોક ખાતે સવારે ૧૦ થી ૧ અને બપોરે ૪ થી ૭ દરમિયાન ફોર્મ મેળવી લેવા અને વધુ માહીતી માટે પ્રમુખ ઇન્દિરાબેન શીંગાળા, સ્મીતાબેન ગણાત્રા (મો.૯૪૨૮૭ ૦૦૧૦૨), દિપતીબેન કકકડ (મો.૯૭૧૪૨ ૦૦૦૯૩), અંજનાબેન હિંડોચા (મો.૯૪૦૮૮ ૮૮૫૬૮), નયનાબેન પાંધી (ફોન- ૨૫૭૬૩૮૫), કમલાબેન ભાગ્યોદય (મો.૯૪૨૭૪ ૧૦૦૦૭), હેતલબેન કારીયા (મો.૭૮૦૨૯ ૬૬૬૬૮), શીલ્પાબેન પૂજારા (મો.૯૮૨૫૨ ૫૩૩૯૯), મનિષાબેન ભગદેવ (મો.૮૭૫૮૬ ૧૫૩૭૬) નો સંપર્ક કરવા જણાવાયુ છે.
      ફોર્મ ભરીને પરત કરવાની છેલ્લી તા.૭-૮-૨૦૧૬ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.
      તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા લોહાણા મહાજન મહિલા સમિતિના પ્રમુખ ઇન્દુરાબેન શીંગાળા, સ્મિતાબેન ગણાત્રા, દિપ્તીબેન કકકડ, અંજનાબેન હિંડોચા, કમલાબેન ભાગ્યોદય, હેતલબેન કારીયા નજરે પડે છે.
 (04:24 pm IST)
 
Share This News
 
Follow Akilanews.com

Saturday, July 23, 2016

No comments: