પાટડીના મહેન્દ્રભાઇ છેલ્લા ૧૫ વર્ષથી બ્લેક બોર્ડ પર સુવિચારો લખે છે-inf. by Ashok Hindocha M-94262 54999
આજકાલ
વોટ્સઅપ અને ફેસબુકના જમાનામાં સુવિચારો અને કોટેશનનું ફાસ્ટ ફોરવર્ડિગ
વધી રહયું છે,પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં રહેતા વેપારી
મહેન્દ્રસિંહ ઝાલા છેલ્લા ૧૫ વર્ષથી પોતાના દિવસની શરુઆત કાળા પાટિયા પર એક
સુવિચાર લખીને કરે છે. તેઓ એક સામાન્ય વેપારી છે. એસએસએસી સુધી અભ્યાસ
કરનાર આ માણસે કોઇ ફિલોસોફરો કે વિદ્વાનોના પુસ્તકો પણ વાંચ્યા નથી.તેમ
છતાં તેમને જયાંથી પણ સારું વાંચવા મળે કે તેમના મનમાં ઉગી નિકળે તેવી સરસ
વાત લખે છે. ખાસ કરીને વાર તહેવાર કે પ્રસંગ હોય ત્યારે તેને અનુરુપ વાકયો
શોધીને વિચારીને લખે છે.આ દ્વારા લોકોને શુભેચ્છાઓ અને અભિનંદન પણ આપે
છે.સવારે પોતાની દુકાન ખોલે તે પહેલા પાટિયા પર સુવિચાર લખે છે.તેમણે
અત્યાર સુધી જેટલા પણ સુવિચારો લખ્યા છે તે તમામનો નોટબુકમાં સંગ્રહ કરી
રાખ્યો છે.આ રીતે સુવિચારોની પાંચ જેટલી નોટબુક ભરાઇ ગઇ છે. આજકાલ લોકો
ફેસબુક જેવા સોશિયલ માધ્યમો પર લાઇક માટે મથતા રહે છે.જયારે આ માણસ નવા
જમાનાથી દૂર રહીને કોઇ તેના લખાણને વખાણે છે કે નહી તેની પરવા કર્યા વિના
રોજનો ક્રમ જાળવી રાખે છે. બજારમાં નિકળતા માણસો તેમની દુકાનના પાટિયા પર
લખેલા સુવિચાર પર અચૂક નજર ફેરવે છે.અંદાજે એક દિવસમાં ૪૦૦ થી પણ વધુ લોકો
ઉભા રહીને સુવિચાર વાંચે છે.ઘણા તો સારા સુવિચારના આધારે એક બીજા સાથે
ચર્ચા કરવા લાગે છે.જો કે ખૂબ જ સ્પર્શી જાય તેવું ચોટદાર સુવાકય લખાયું
હોય ત્યારે લોકો તેમને અભિનંદન પણ આપે છે. મહેન્દ્રભાઇ આ પ્રવૃતિ કોઇના
વખાણ સાંભળવા નહી પરંતુ પોતાના શોખથી કરે છે.સુવિચાર લખવાની પ્રવૃતિની
શરુઆત કેવી રીતે થઇ તે અંગે વાત કરતા તેઓ જણાવે છે એક સાર મને વિચાર આવ્યો
કે એક સારુ વાકય પણ ઘણી વાર જીવન બદલી નાખતું હોય છે.માણસોનું મગજ નાની
નાની વાતમાં ગરમ રહેતું હોય તો તેને સુવિચારોથી જ શાંત કરી શકાય છે. (તસ્વીર - અંબુ પટેલ - ગુજરાત સમાચાર)
No comments:
Post a Comment