મદદ કરવાની સાચી રીત
દોસ્તનું સ્વાભિમાન જળવાય એ રીતે મદદ કરવી જોઈએ
inf. by Ashok Hindocha M-94262 54999
- આશુ પટેલ ગઝલકાર મીરને ગાલિબ સાથે સારી દોસ્તી હતી. એકવાર તેઓ ગાલિબને તેમના ઘરે મળવા ગયા. મીર બહુ ગરીબ હતા એટલે તેમણે કડકડતી ઠંડીવાળી રાતે પણ મીરે હલકા મલમલનું ફાટેલું અને જર્જરિત પહેરણ પહેર્યું હતું. ગાલિબને લાગી આવ્યું. તેમને થયું કે આ મિત્રને સારાં કપડાં આપવા જોઇએ. તેમણે ગઝલની મુક્તકંઠે પ્રશંસા કરી અને પછી બોલ્યા: ‘અરે વાહ મીરસાહેબ! આવા સુંદર ઝીણાં કુરતાં તમે પહેરો છો અને અમને યાદ પણ નથી કરતા. અમે તો આ ગરમ કપડાંમાં સાવ ગૂંગળાઇ જ જઇએ છીએ.’ મીર કંઇ સમજી ન શક્યા. તે બોલ્યા, ‘તમને જોઇએ તો કાઢી આપું!’ ‘હા, કાઢી આપો. હું મજાક નથી કરતો.’ ગાલિબે કહ્યું. મીરે કુરતો કાઢી આપ્યો. ગાલિબે પોતાનું ઉપવસ્ત્ર કાઢીને એ પહેરી લીધો અને પછી હસતા હસતા કહ્યું, ‘તમને એમ લાગતું હશે કે હું અમસ્તો જ કહું છું કે મારા કપડામાં મને ગરમી થાય છે. પણ ખરેખર જ આ ગરમ કપડાંમાં રૂંધાઇ જવાય એવું છે. તમે પહેરીને અનુભવ કરી જુઓ તો તમને મારી વાતની ખાતરી થશે.’ ગાલિબે પોતાનાં કાઢી નાખેલાં ગરમ વસ્ત્રો મીરને પહેરાવી દીધાં. એ પછી હસીમજાકમાં તેમણે મીરને બીજી વાતોએ વળગાડી દીધા. ઘણા કલાકો પછી મીરે ઘરનો રસ્તો લીધો. ઘરે પહોંચ્યા પછી જ તેમને ખ્યાલ આવ્યો કે તેઓ ગાલિબના કુરતા સાથે જ ઘરે આવી ગયા છે. તેમને ત્યારે અહેસાસ થયો કે ગાલિબે ગરમ કપડામાં ગૂંગળામણ થાય છે એવી ખોટી વાત કરીને તેમને મદદ કરી છે. આપણી નજીકની વ્યક્તિઓને મદદ કરવી હોય તો આ રીતે મદદ કરવી જોઈએ. ઘણા ખેપાની શ્રીમંતો બે-પાંચ સિલાઈ મશીન કે વિદ્યાર્થીઓને નોટબુક આપીને તસવીરો પડાવે છે અને પછી અખબારોમાં ઢોલનગારા વગાડે છે કે તેમણે ગરીબ લોકોને મદદ કરી. મદદ એ રીતે કરવી જોઈએ કે સામેવાળી વ્યક્તિનું સ્વાભિમાન જળવાય. (courtesy : mumbai samachar)
|
Monday, July 11, 2016
દોસ્તનું સ્વાભિમાન જળવાય એ રીતે મદદ કરવી જોઈએ-inf. by AShok Hindocha M-94262 54999
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment