Thursday, May 7, 2009

Gujarati News by Ashok Hindocha-M-9426201999

વોશિંગ્ટન, તા. ૫
ભારતના ૧૦ લાખ જેટલા આઇટી પ્રોફેશનલ્સ બેકાર થાય અને દેશના બીપીઓ ઉદ્યોગને મોટા પાયે ફટકો પડે તેવો નિર્ણય લેતાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ભારત જેવા દેશોમાં આઉટસોર્સિંગ કરતી અમેરિકી કંપનીઓને અમેરિકામાં ટેક્સની રાહત બંધ કરવાની દજરખાસ્ત મૂકી છે.
ઓબામાએ ચૂંટણીમાં આપેલા મહત્ત્વના વચન પૈકી એક આઉટસોર્સિંગના મામલે વચન પૂરું કરતા ઓબામાએ કહ્યું હતું કે તેઓ બેંગલોર જેવા અન્ય દેશોનાં શહેરોમાં નોકરીઓનું સર્જન કરતી અમેરિકી કંપનીઓને અપાતી ટેક્સની રાહત બંધ કરી દેશે અને હવે અમેરિકામાં જ નોકરીઓનું સર્જન કરતી કંપનીઓને જઆ પ્રકારની ટેક્સની રાહત મળશે.

•નવી દરખાસ્ત મુજબ ભારતમાં આઉટસોર્સિંગ કરતી અમેરિકન કંપનીઓને ટેક્સની રાહત બંધવ્હાઈટ હાઉસ ખાતે ગઈકાલે આંતરરાષ્ટ્રીય ટેક્સ નીતિમાં સુધારા જાહેર કરતા ઓબામાએ કહ્યું હતું કે ‘અનેક વર્ષોથી આપણે વાતો કરીએ છીએ કે વિદેશોમાં નોકરીઓ આપતી કંપનીઓને ટેક્સમાં રાહત બંધ કરી દેવાશે અને તે લાભ અમેરિકામાં જ નોકરીઓનું સર્જન કરતી કંપનીઓને અપાશે. આપણા આગામી બજેટમાં આ જ વસ્તુ જોવા મળશે.’ તેમણે કહ્યું કે ‘અમેરિકાની જે કંપનીઓ વિદેશોમાં(આઉટસોર્સિંગ દ્વારા) નોકરીઓનું સર્જન કરે છે અને ત્યાં થતા નફા પેટે ટેક્સ ચૂકવતી નથી તેમને ટેક્સ ડિડક્શનનો લાભ બંધ કરી દેવાશે.’

•૧૦ લાખથી વધુ ભારતીય આઇટ પ્રોફેશનલ્સ પર બેકારીનો ખતરોઓબામાએ કહ્યું હતું કે આ નિર્ણય દ્વારા થનારી બચતનો વહીવટીતંત્ર જે કંપનીઓ અમેરિકામાં સંશોધન અને વિકાસ(આર એન્ડ ડી)માં રોકાણ કરીને નોકરીઓનું સર્જન કરશે તેમને ટેક્સમાં રાહત આપવામાં ઉપયોગમાં લેવાશે. ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચનનો પુનરોચ્ચાર કરીને અમેરિકાના પ્રમુખે કહ્યું હતું કે ‘આપણે જે રીતે બિઝનેસમાં સ્પર્ધાત્મકતા વધારીએ છીએ તે વિદેશોમાં કામ કરતી અને વિદેશોમાં નફાના માત્ર બે ટકા ટેક્સ રેટ ચૂકવતી કંપનીઓને ફાયદો કરાવવા માટે નથી. આ ટેકસ રેટને કારણે દેશના કરદાતાઓના અબજો ડોલર વર્ષે વેડફાય છે.’
ઓબામાએ ઉમેર્યું કે તેઓ અમેરિકાની કંપનીઓ વિશ્વમાં સૌથી વધુ સ્પર્ધાત્મક બને તેવું ઈચ્છે છે. પરંતુ આ કંપનીઓ વિદેશોમાં નોકરીઓનું સર્જન કરે અને ત્યાં ટેક્સનો જંગી લાભ મેળવી લે તે હવે નહીં બને. તેમણે કહ્યું કે તેમની કરમાળખામાં સુધારાની આ કવાયતથી આગામી ૧૦ વર્ષમાં ૨૧૦ અબજ ડોલરની બચત થશે.
નવી ટેક્સ દરખાસ્ત મુજબ અમેરિકન કંપનીઓએ આઈઆરએસની વિગતો હેઠળ અમેરિકન નાગરિકોની વિદેશી ખાતાઓમાં દર્શાવાયેલી આવક બતાવવાની રહેશે. વિદેશોમાં અમેરિકનો દ્વારા ગેરકાયદે છુપાવતા નાણાં અટકાવવાની વર્ષોથી વાતો કરતા હતા, જે મામલે હવે આકરા પગલાં ભરવા પડશે તેમ ઓબામાએ કહ્યું હતું.



More News From : World

■ અમેરિકા, પાક. અને અફઘાનિસ્તાન સમક્ષ એક સરખા પડકારો : ઓબામા

■ તાલિબાન સાથે હવે કોઈ સમજુતી કે વાતચીત નહીં : ગિલાની

■ પાક. ના પરમાણુ હથિયારોની ચિંતા અમેરિકા ન કરે : ઝરદારી

■ સ્વાત વેલી પર પાકિસ્તાન સૈન્ય ત્રાટક્યું

More News



Comment

Write Here

Name : Location :
E-mail :



http://bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: