નોકરિયાત મહિલાઓ માટે ખાસ ટેક્સી સેવા
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
મુંબઈ, તા. ૨૪
જો બધું સાંગોપાંગ પાર પડે તો જૂન મહિનાથી મહિલા મુસાફરો માટે વિશિષ્ટ ટેક્સી સેવાનો આરંભ થઈ જશે. તે પછી મહિલાઓએ ટેક્સી બૂક કરાવવા માટે કોલ સેન્ટર સુધી જવાની પણ જરૃર નહીં પડે. માત્ર એક ફોન કરવાથી તે જ્યાં રહેતી હશે, અથવા નોકરી કરતી હશે ત્યાંથી જ ટેક્સી મળી જશે.
‘પ્રિયર્દિશની કેબ ર્સિવસ’ નામની ઈ.સ.૨૦૦૭થી મહિલા ડ્રાયવરો ધરાવતી ટેક્સીઓ ચલાવતી સંસ્થાએ મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કંપનીનો સંપર્ક કરીને પરવાનગી માગી છે. તેઓ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની જેમ માત્ર એક ફોન કરવાથી મહિલા જ્યાં ઊભી હોય ત્યાં તેને ટેક્સી પહોંચાડવાનું નેટવર્ક ગોઠવવા માગે છે.
ટેક્સી સેવા આપનાર સંસ્થા મહિલાઓ માટેની મહિલા ડ્રાયવર ધરાવતી આ ખાસ ટેક્સીમાં ઈમરજન્સી વખતે પ્રાથમિક સારવાર પણ મળી રહે તેવી સગવડ ઉમેરવા માગે છે. તે માટે કંપનીની ૨૦ મહિલા ડ્રાયવરોને ઈમરજન્સીમાં સામાન્ય ઈજાઓ માટે સારવાર આપવાની તાલીમ અપાઈ રહી છે.
હાલ આ સંસ્થા પાસે માત્ર ૧૫ ટેક્સીઓ છે. પરંતુ તેઓ ટૂંક સમયમાં ૧૦૦ ટેક્સીઓનું નેટવર્ક બનાવવા માગે છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે સામાન્ય ટેક્સી સેવા કરતાં આ ખાસ ટેક્સી સેવા થોડી મોંઘી હશે. પરંતુ ઘરઆંગણેથી બેસી શકાય અને ઈમરજન્સીમાં સારવારનો લાભ મળે વગેરે વધારાની સગવડ માટે થોડો વધુ ખર્ચ તો વાજબી છે.
More News From : National
■ ડીએમકે ૭ ખાતાં લઈ કેબિનેટમાં જોડાશે
■ પાટીલ-નટવર સહિત ૧૦૦ વીઆઈપીની સુરક્ષામાં કાપ મૂકાશે
■ એર ઈન્ડિયા જેટ એરવેઝે હાંકી કાઢેલા સ્ટાફની ભરતી કરશે
■ હવે મંગળવારે વિસ્તરણ નક્કી
More News
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
E-mail : hindochaashok@gmail.com M-9426201999
No comments:
Post a Comment