www.bsnlnewsbyashokhindocha.blogspot.com
નવી દિલ્હી, તા. ૧૯
ડો. મનમોહનસિંહની આજે કોંગ્રેસ સંસદીય દળ(સીપીપી)ના નેતા તરીકે વરણી કરવામાં આવી હતી. આ સાથે જ તેમનો વડાપ્રધાનપદ માટેનો માર્ગ પ્રશસ્ત થઈ ગયો છે. શુક્રવારે તેઓ વડાપ્રધાન તરીકે શપથ લે તેવી શક્યતા છે. મનમોહનસિંહ શપથ લે તે પહેલા જ તેમના સમર્થનમાં અનેક પક્ષો આગળ આવી ગયા છે, જેને કારણે યુપીએનું સંખ્યાબળ વધીને ૩૧૪ પર પહોંચી ગયું છે.
•સોનિયાએ મનમોહનસિંહની સંસદીય દળના નેતા તરીકે વરણી કરી
•-લોકોએ પ્રામાણિક અને સક્ષમ વહીવટ માટે મત આપ્યા છે, તેમને નિરાશ ન થવા દઈએ : સોનિયા•-મનમોહન વડાપ્રધાન ચૂંટાય તે પહેલા જ યુપીએનું સંખ્યાબળ ૩૦૦ને પાર
આજે મળેલી કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને સીપીપીના અધ્યક્ષા નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ તેમણે ૭૬ વર્ષીય મનમોહનસિંહની સીપીપીના નેતા તરીકે વરણી કરી હતી. સંસદના મધ્યસ્થ ખંડમાં મળેલી બેઠકમાં સોનિયાએ પક્ષના સાંસદોને સંબોધીને કહ્યું હતું કે ધાર્મિકમિત્રો, કોંગ્રેસ સંસદીય દળના બંધારણની કલમ ૫૮ની જોગવાઈ મુજબ હું ડો. મનમોહનસિંહનું નામ વડાપ્રધાન તરીકે જાહેર કરું છું અને તેમનું સમર્થન કરવાની તમને અપીલ કરું છું.ધાર્મિક આમ તો કોંગ્રેસે મનમોહનને અગાઉ જ વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરી જ દીધા હતા. પાંચ વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ પૂરો કર્યા પછી ફરી વડાપ્રધાન બનનારા મનમોહનસિંહ જવાહરલાલ નહેરુ પછી આ સન્માન મેળવનારા સૌપ્રથમ વડાપ્રધાન છે.
વિજયનો જશ્ન મનાવ્યા બાદ અત્યંત ઉત્સાહિત જણાતા સાંસદોને સંબોધીને સોનિયાએ પક્ષના સભ્યો અને કાર્યકરોને નિઃસ્વાર્થ રીતે પક્ષની સેવા કરવાની અપીલ કરી હતી અને શિસ્તબદ્ધ તથા સંગઠિત રહેવાની અપીલ કરી હતી, જેથી પક્ષ ભવિષ્યમાં પણ વધુ મજબૂત બનીને ઊભરી શકે. તેમણે કહ્યું કે ધાર્મિકલોકોનો ચુકાદો કહે છે કે બધી બાતને બાજુ પર રાખીને પ્રામાણિક અને સક્ષમ વહીવટ તથા શ્રેષ્ઠ જાહેર જીવન પૂરા પાડવાના છે. આપણે તેમને નિરાશ નથી થવા દેવાના.ધાર્મિક
મનમોહનસિંહે સીપીપી દ્વારા કરાયેલી આ વરણીનો સ્વીકાર કરીને કહ્યું હતું કે ધાર્મિકવધી ગયેલી અપેક્ષાઓના પડકાર સાથે પ્રોત્સાહક ચુકાદો આવ્યો છે. રાહુલ ગાંધીના નેતૃત્વથી પ્રેરાઈને દેશના યુવાધને મોટી સંખ્યામાં આપણા પક્ષને મત આપ્યા છે. પરંતુ (એ વાતનો ખ્યાલ રહે કે) યુવાનો ખૂબ જ અધીરા હોય છે. તેઓ ધાર્મિકસબ ચલતા હૈધાર્મિકમાં માનનારા નથી. આપણે વધુ ક્ષમતા અને નવી ઊર્જાના સંચાર સાથે કામ કરીએ તેવી તેમની અપેક્ષા છે.ધાર્મિક
તેમણે આર્થિક સુધારાની જરૃરિયાત, ઘટી રહેલા રોકાણના પ્રવાહને ફરીથી ધમધમતો કરવો અને આર્થિક મંદીને કારણે સર્જાયેલી બેરોજગારી દૂર કરીને રોજગાર સર્જન કરવા જેવી બાબતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ ઉપરાંત વિપક્ષો સાથે પણ વધુ સહયોગની વાત પણ કરી હતી. ૧૪મી લોકસભામાં સંસદની કાર્યવાહી ખૂબ જ દયનીય રહી તે બાબતને ધ્યાનમાં રાખીને તેમણે આશા વ્યક્ત કરી હતી કે ૧૫મી લોકસભામાં ધાર્મિકવધુ સહકારભર્યો માહોલ અને વધુ કામગીરીધાર્મિક થઈ શકશે. તેમણે કહ્યું કે ધાર્મિકઆપણે તમામ રાજકીય પક્ષોના સભ્યો સાથે મિત્રતાનો હાથ લંબાવીશું અને તેઓ સકારાત્મક વિપક્ષની ભૂમિકા ભજવવા માટે આમંત્રિત કરીશું.ધાર્મિક
More News From : National
■ કોંગ્રેસની પક્ષો સાથે સરકાર રચવા અંગેની બેઠક સમાપ્ત : સોનિયા-મનમોહન રાષ્ટ્રપતિને સાંજે 5 વાગે મળશે
■ રમખાણોના કેસમાં આરોપીઓની કસ્ટડીમાં પૂછપરછ નહીં : સુપ્રીમ કોર્ટ
■ અડવાણીએ નિર્ણય બદલ્યો ન હોત તો પક્ષ તૂટી પડયો હોત
■ સુખી રહેવા પત્નીની દાદાગીરી સામે નમતું જોખોઃ સુપ્રીમ
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
http://ashokhindocha.blogspot.com
No comments:
Post a Comment