Friday, May 8, 2009

Gujarati News by Ashok Hindocha(m-9426201999)

લોકસભાની ૮૫ બેઠકો માટે સરેરાશ ૫૭ ટકા મતદાન



નવી દિલ્હી, તા.૭
ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. પશ્ચિમ બંગાળ તેમજ પંજાબમાં સામાન્ય સંઘર્ષના બનાવોને બાદ કરતા આઠ રાજ્ય અને કેન્દ્ર શાસિત વિસ્તારોમાં યોજાયેલ ૮૫ બેઠકો માટેનું મતદાન પ્રથમ ત્રણ તબક્કા કરતા એકંદરે સારું રહ્યું હતું. એકંદરે ૫૭ ટકા જેટલું મતદાન નોંધાયું હતું જેમાં બિહારમાં ૪૦ ટકા, દિલ્હીમાં ૫૦ ટકા, પંજાબમાં ૬૫ ટકા, ઉત્તરપ્રદેશમાં ૫૦ ટકા, પશ્ચિમ બંગાળમાં વિક્રમરૃપ ૭૫ ટકા, હરિયાણામાં ૬૩ ટકા, રાજસથાનમાં ૫૦ ટકા જ્યારે કાશ્મીરમાં સૌથી ઓછું ૨૪ ટકા મતદાન નોંધાયું હતું.

•બંગાળમાં બોમ્બ ફેંકાતાં એકનું મૃત્યુ, લૂ લાગતાં બે મૃત્યુ, રાજસ્થાન પોલીસ ગોળીબારમાં એક મૃત્યુ•રાજનાથસિંહ, લાલુપ્રસાદ સહિત ૧૩૧૫ ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ•શ્રીનગરમાં બહિષ્કારના લીધે ૨૪ ટકા મતદાન
લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં ત્રણ મૃત્યુ થયાં હતાં. વિદેશપ્રધાન પ્રણવ મુખર્જી ચૂંટણી લડી રહ્યા છે તે ર્મુિશદાબાદના જાંગીપુર જિલ્લાના ઈરોલી ગામમાં મતદાન કરીને પાછા ફરતા કાશીનાથ માંડલ નામના યુવાન પર બોમ્બ ફેંકાતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. પૂર્વ મિદનાપુરના ખેજુરી અને ભક્તનગર મતદાનમથકોએ મતદાન માટે લાઈનમાં ઊભા રહેવાથી લૂ લાગતાં એક-એક મતદારોના મૃત્યુ થયાં હતાં.
નંદીગ્રામમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ અને ગોકુલનગરમાં સીપીઆઈ(એમ)ના કાર્યકરોએ ગોળીબાર થયાની ફરિયાદ કરી હતી.અથડામણોમાં કોંગ્રેસના બે કાર્યકરો ઘવાયા હતા. બર્ધમાન, બિરભૂમ અને ર્મુિશદાબાદમાં એક એક મતદાનમથકે મતદાનનો બોયકોટ કરવામાં આવ્યો હતો.
રાજસ્થાનમાં પોલીસ અધિકારીઓએ હેલિકાપ્ટરમાં બેસીને અતિ- સંવેદનશીલ મતદાનમથકો પર નજર રાખી હતી. ગવર્નર એસ કે સિંઘ, મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને વિરોધ પક્ષના વસુંધરા રાજેએ મતદાન કર્યું હતું. રાજસ્થાનની ૨૫ બેઠકો માટે એક જ તબક્કે મતદાન યોજાયું હતું. સવાઈ માધોપુરના ઓલવારા ગામમાં બૂથ ક્ેપ્ચર કરી રહેલા ટોળા પર સલામતી જવાનોએ ગોળીબાર કરતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને એક વ્યક્તિ ઘવાઈ હતી. મરનારને નેત્રમ મીણા તરીકે ઓળખી લેવાયો છે.
ર્હુિરયત તથા અન્ય અલગતાવાદી જૂથોના બહિષ્કારના એલાન છતાં કાશ્મીરમાં કોઠીબાગ મતદાનમથકને બાદ કરતાં શ્રીનગરના અન્ય બધાં જ મતદાનમથકોએ ૨૫થી ૪૦ ટકા મતદાન થયું હતું. કોઠીબાગમાં બપોર સુધીમાં ૧૫૦૦માંથી માત્ર એક મતદારે મત આપ્યો હતો. બરઝલ્લા અને નટીપોરામાં પીડીપી અને પીડીએફના ટેકેદારો વચ્ચેની અથડામણમાં પીડીએફના બ્લોક સેક્રેટરી અને એક મહિલા ધવાયા હતા. હઝરત બલ અને ખાનયારમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સની અથડામણમાં નેશનલ કોન્ફરન્સના બે કાર્યકર્તાઓ ઘવાયા હતા. અલગતાવાદી તત્ત્વોએ નૂરબાગ, બાગવાનપોરા અને માચુ સહિત ૧૨ ઠેકાણે તોફાનો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચૂંટણી પ્રક્રિયા ખોરવી શક્યા નહોતા.
હરિયાણામાં મુખ્યપ્રધાન ભૂપિન્દરસિંહ હૂડા, પુર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા અને ભજનલાલે વહેલી સવારે મત આપ્યા હતા. અહીં પ્રથમ છ કલાકમાં ૪૦ ટકા મતદાન થયું હતું. અહીં હિસ્સારની બેઠક પર સૌથી વધુ ૩૮ અને અંબાલામાં સોથી ઓછા ૭ ઉમેદવારો મેદાનમાં હતા. અહીં બપોર ઢળતાં મોટી સંખ્યામાં મતદારો બહાર આવવા માંડયા હતા.
પંજાબમાં બરનાલા ખાતે એક બૂથ પર તોફાન દરમિયાન અકાલી દળની યુવા પાંખના એક કાર્યકરને અજાણ્યા તત્ત્વોના ગોળીબારમાં બે ગોળી વાગી હતી અને કોંગ્રેસના પાંચ કાર્યકરો ઘવાયા હતા. અનેક ઠેકાણે શિરોમણિ અકાલી દળ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણો થઈ હતી. અહીં ચાર બેઠકો પર મતદાન હતું. બાકીની નવ બેઠકો પર આખરી તબક્કામાં મતદાન થશે.
દિલ્હીમાં સવારે સારુંં મતદાન થયા પછી દિવસ ચઢતાં મતદાનમથકોએ કાગડા ઊડતા થઈ ગયા હતા. અહીં ૧.૧ કરોડ મતદારો છે. જોકે બપોર પછી મતદારો ફરી દેખાવા લાગ્યા હતા.



More News From : National

■ અમર સિંહની સમાજવાદી પાર્ટી છોડવાની ધમકી

■ કોંગ્રેસથી ખફા લાલૂ કેબિનેટની બેઠકમાં ગેરહાજર

■ તાલિબાન પર નિયંત્રણ મેળવવુ સમગ્ર વિશ્વના હિતમાં : પ્રણવ

■ રેગિંગ અટકાવવા તમામ રાજ્યોની સરકારોને સુપ્રિમ કોર્ટની નોટીસ

More News

http://ashokhindocha.blogspot.com

No comments: