કેરળમાં ચોમાસુ એક સપ્તાહ વહેલું બેઠું
www.bsnlnewsbyashokhindochja.blogspot.com
નવી દિલ્હી-તિરુવનંતપુરમ, તા. ૨૪
ખરીફ પાક માટે સોના જેવું મનાતું દક્ષિણ પશ્ચિમી ચોમાસુ આજે કેરળમાં બેસી ગયું હતું.રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસા પૂર્વેના વ્યાપક છાંટણા થયા હતા. ચોમાસાની મોસમ માટે સ્થાનિક ભાષામાં કાલવર્ષમ તરીકે જાણીતો મિજાજ પ્રવર્તી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે કેરળમાં ચોમાસુ બેસી ગયું છે જે સામાન્ય કરતાં એક સપ્તાહ વહેલું છે.
•રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વ્યાપક વરસાદખરીફ પાક દેશના અન્ન ઉત્પાદનનો ૬૦ ટકા હિસ્સો ધરાવે છે તેને ધ્યાનમાં લેતા ચોમાસાનું સમયસર આગમન ખેડૂતોને રાહત આપનારુંં નીવડે છે.હવામાન વિભાગના વડા યાદવે જણાવ્યું હતું કે ચોમાસુ આગામી દિવસોમાં કેરળમાં આગળ વધવાની સંભાવના છે.જોકે વૈજ્ઞાાનિકો
બંગાળના અખાતમાં સર્જાઈ રહેલા હળવા દબાણને પર નજર રાખી રહ્યા છે કારણ કે તેના કારણે ચોમાસામાં વિઘ્ન પડે તેવા સંજોગો સર્જાયા છે. જોકે હવામાન વિજ્ઞાનીઓને આશા છે કે પૂર્વ આફ્રિકાથી આવતા પવનના પ્રવાહો સંભવતઃ વિખરાઈ શકનારા ચોમાસાને ફરીથી પાટે ચઢાવી દેશે અને દેશમાં વરસાદ સારો રહેશે.
ું હળવા દબાણનું ક્ષેત્ર બંગાળના અખાતમાં સર્જાઈ રહ્યું છે તે ૨૩મેના દિવસે જોર પકડે અને આગામી ત્રણ દિવસમાં વાવાઝોડાનું રૃપ લે તેવી શક્યતા છે. જો ત્યાં વાવાઝોડું સર્જાય તો તે દેશમાં ચોમાસાને સાનુકૂળ બનાવનાર ભેજ શોષી લેશે. હવામાં ભેજ ઘટી જતાં વરસાદ આરંભાયા પછી ત્રણેક દિવસમાં ખેંચાઈ જશે.
હવામાનખાતાના નિષ્ણાતોએ આ મોંકાણના સમાચારની સાથે આશાની ઊજળી ધાર દર્શાવતાં જણાવ્યું હતું કે પૂર્વ આફ્રિકાથી દક્ષિણ-પૂર્વના અરબી સમુદ્ર પર વાતા ‘મેડન જુલિયન ઓસિલેશન’ નામના પવનના સામયિક પ્રવાહો આવી પહોંચતાં ફરીથી ચોમાસું બંધાવા લાગશે અને આઠ-દસ દિવસમાં વરસાદ રાબેતા મુજબનો થઈ જશે.
More News From : National
■ ડીએમકે ૭ ખાતાં લઈ કેબિનેટમાં જોડાશે
■ પાટીલ-નટવર સહિત ૧૦૦ વીઆઈપીની સુરક્ષામાં કાપ મૂકાશે
■ એર ઈન્ડિયા જેટ એરવેઝે હાંકી કાઢેલા સ્ટાફની ભરતી કરશે
■ હવે મંગળવારે વિસ્તરણ નક્કી
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
No comments:
Post a Comment