Wednesday, May 13, 2009

Gujarati News by ashok Hindocha(M-9426201999)

બપોર સુધીમાં અંતિમ તબક્કામાં 15થી 20 ટકા મતદાન
http://ashokhindocha.blogspot.com

નવી દિલ્હી, તા. ૧૨

૧૫મી લોકસભા ચૂંટણીના પાંચમા અને અંતિમ તબક્કા માટેનું મતદાન આજે શરૂ થઈ ગયું છે. આજના અંતિમ તબક્કામાં સાત રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૮૬ બેઠકો પર મતદાન પૂરું થતા જ પાંચ તબક્કાની સંપૂર્ણ ચૂંટણી સંપન્ન થઈ જશે. જોકે આટલી લાંબી કવાયત પછી પણ કોઈ પક્ષ કે મોરચો ૨૭૨ના જાદૂઈ આંકડા સુધી નહીં પહોંચી શકે. હિમાચલમાં તમામ ચાર બેઠકો તમિળનાડુમાં તમામ ૩૯ બેઠકો માટે એક સાથે મતદાન યોજાઈ રહ્યું છે. અંતિમ તબક્કામાં ૧૪૩૨ પૈકી ૮૬ ઉમેદવારોને પસંદ કરવા માટે ૧૦.૭૮ કરોડ મતદારો બુધવારે મતદાન કરશખ્ અંતિમ તબક્કામાં કોંગ્રેસના પી. ચિદમ્બરમ્, મોહમ્મદ અઝહરુદ્દીન, ભાજપના મેનકા ગાંધી, વરુણ ગાંધી, મુખ્તાર અબ્બાસ નક્વી અને વિનોદ ખન્ના, ડીએમકેના ટી.આર. બાલુ, એ.રાજા, દયાનિધિ મારન અને એમ.કે.અજગીરી, એમડીએમકેના વાઇકો, તૃણમૂળ કોંગ્રેસના અધ્યક્ષા મમતા બેનરજી અને સમાજવાદી પક્ષના જયાપ્રદાના રાજકીય ભાવિનો ફેંસલો થશે. આ ઉપરાંત કોંગ્રેસના મણિશંકર ઐયર, ભાજપના નવજોત સિદ્ધુ, પીપલ્સ કોન્ફરન્સના સજ્જા ગની લોન અને તમિળ અભિનેતા એમ. ર્કાિતક પણ અંતિમ તબક્કાની ચૂંટણીના મેદાનમાં છે.

•આજના મતદાન સાથે ૧૫મી લોકસભાની ચૂંટણી સંપન્ન થશે
તમિળનાડુમાં તમામ ૩૯ બેઠકો, હિમાચલ પ્રદેશમાં તમામ ચાર બેઠકો, જમ્મુ-કાશ્મીરમાં બે બેઠકો, પંજાબમાં નવ, ઉત્તર પ્રદેશમાં ૧૪, પશ્ચિમ બંગાળમાં ૧૧, ઉત્તરાખંડમાં પાંચ અને ચંદીગઢ તથા પુડુચેરીમાં એક-એક બેઠકનો સમાવેશ છે. ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર બે એવાં રાજ્યો છે, જેમાં તમામ પાંચ તબક્કામાં મતદાન યોજાશે. ૧૬ એપ્રિલથી શરૃ થયેલા આ લોકસભા મહાજંગમાં અત્યાર સુધીમાં ચાર તબક્કામાં ૪૫૭ બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે. તમિળનાડુમાં તમામ બેઠકો પર આખરી તબક્કામાં મતદાન યોજાવાનું હોવાથી તેના પર હવે સૌનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે. ડીએમકે અને કોંગ્રેસ સાથે મળીને એન્ટી-ઈનકમ્બન્સીનો સામનો કરવા પ્રયાસ કરી રહ્યા છે. ગત ચૂંટણીમાં તમામ ૩૯ બેઠકો પર આ બે પક્ષોના ઉમેદવારો જ વિજેતા બન્યા હતા. જોકે આ વખતે જયલલિતાના એઆઇએડીએમકે પક્ષ સાથે અન્ય પક્ષો જોડાયા છે તે જોતા મુકાબલો રસાકસીભર્યો બની રહેશે.

દરમિયાન ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહેલા રાજકીય પક્ષોએ સરકાર રચવા માટે વિવિધ પક્ષોને પોતાના તરફ ખેંચવાનું શરૃ કરી દીધું છે. આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુના ટીડીપી અને ડાબેરીઓ સાથે મળીને મોરચો રચનારા તેલંગાણા રાષ્ટ્ર સમિતિ(ટીઆરએસ)ના અધ્યક્ષ ચંદ્રશેખર રાવે ગઈકાલે લુધિયાણામાં એનડીએની રેલીમાં હાજરી આપીને તેને ટેકો જાહેર કરી દીધો છે. પશ્ચિમ બંગાળમાં મતદાન પૂરું થઈ જતાં કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીએ ડાબેરીઓને ચૂંટણી પછી જોડાણના કરેલા આહ્વાનનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. સીપીઆઇ-એમના પ્રકાશ કરાતે કહ્યું છે કે ૧૬મી પછી વિચારીશું. રાહુલ ગાંધીએ જયલલિતાના એઆઇએડીએમકેને પણ યુપીએમાં લેવા અંગેની વાત કરીને ડીએમકેને મુશ્કેલીમાં મૂકી દીધો છે. સોનિયા ગાંધીએ કરુણાનિધિ સાથે રેલી યોજી ત્યારે બન્ને વચ્ચેની વાતચીતને લીધે હાલ તો કરુણાનિધિ શાંત થયા છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગરમીને કારણે મતદાન પ્રભાવિત થઈ રહ્યું છે. જો કે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઉત્સાહિત છે. મતદાનનાં શરૂઆતનાં ચાર કલાકમાં ઉત્તર પ્રદેશમાં 21, પુડુંચેરીમાં 25, પંજાબમાં, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડમાં 15થી 20 ટકા મતદાન, હિમાચલ પ્રદેશમાં 12થી15 ટકા, ચંડિગઢમાં 18 ટકા તથા જમ્મૂ અને કાશ્કીરમાં 6 ટકા મતદાન નોંધાયું હતું.

કયા રાજ્યમાં મતદાન
તમિળનાડુ
૩૯

ઉત્તર પ્રદેશ
૧૪

પ. બંગાળ
૧૧

પંજાબ


ઉત્તરાખંડ


હિમાચલ પ્રદેશ


જમ્મુ-કાશ્મીર


પુડુચેરી


ચંદીગઢ


કુલ
૮૬




More News From : National

■ ત્રિશંકુ ગૃહના ભણકારા વચ્ચે લોકસભાની ચૂંટણી સંપન્ન

■ પાસવાનના દિલ્હીના ઘરમાં આગથી બેઠકરૂમ ભસ્મ થઈ ગયો

■ જયાપ્રદાના આક્ષેપો રાજકીય નાટકઃ આઝમખાન

■ ડાબેરીઓની બેઠક ઘટશે પરંતુ મહત્ત્વ વધશેઃ સોમનાથ

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: