ગ્લોબલ આઈપી ઈન્ડેક્ષમાં ભારત ૨૩મા ક્રમાંક ઉપર
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
નવી દિલ્હી, તા.૧૫
બુદ્ધિધનને કાર્યમાં સાંકળવા તેમ જ તેનું રક્ષણ કરવાની બાબતમાં ભારતનું સ્થાન તદ્દન તળિયે પહોંચ્યું છે .જો કે પડોશી દેશ ચીન કરતા ભારત આગળ છે તેવું એક સર્વેક્ષણમાં સિદ્ધ થયું છે.
યુરોપની સર્વેક્ષણ કરનારી કાનૂની કંપની ટેલર વેસિંગ એલએલપી દ્વારા બુદ્ધધનના સંરક્ષણ અને તેને કાર્યશીલ બનાવવાના પ્રયાસો જે દેશમાં ગંભીરતાથી યોજવામાં આવતા હોય તેવા ૨૪ દેશોમાં આ સર્વેક્ષણ હાથ ધરાયું હતું. જેમાં ભારતનો નંબર ૨૩મો આવ્યો છે. જોકે ભારતને આશ્વાસન લેવા જેવી બાબત એક જ છે અને તે એ કે તે આઇપીની તુલનાત્મક રક્ષા સંદર્ભે ગ્લોબલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ ૨૦૦૯ મુજબ ચીન કરતા આગળ છે.
•યુરોપિયન કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેનું તારણટેલર વેસિંગના ગ્લોબલ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ (જીઆઇપીઆઇ) અનુસાર બ્રિટન સૌથી અગ્રીમ સ્થાને છે. બીજા ક્રમે જર્મની અને તે પછી અમેરિકાનો નંબર આવ્યો છે. આ સર્વેક્ષણમાં બૌદ્ધિક વિભાગીકરણ દ્વારા કયા પ્રકારે સુરક્ષા પૂરી પડાય છે તેનો વિસ્તૃત અભ્યાસ કરાયો છે તેવો કંપનીએ દાવો કર્યો હતો. આ સ્પર્ધામાં ભારતને ૫૨૧ આંક આપવામાં આવ્યા હતા. આ આંક કયો દેશ તેમના બુદ્ધધનને રક્ષવા કયા પ્રકારના પગલાં લે છે તેના આધારે આપવામાં આવે છે. જેમાં રશિયા ૨૧મા અને બ્રાઝિલ ૨૨મા સ્થાને છે જ્યારે ૨૩મા સ્થાને ભારત છે.
More News From : National
■ દેશની ભાવિ સરકાર માટે મતગણતરી શરૂ
■ જવાહર લાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ પર હુમલાની લશ્કર એ તોયબાની ધમકી
■ આજે મતગણતરીઃ દેશના ભાવિનો ફેંસલો
■ યુપીએને ૨૨૫, એનડીએને ૧૯૫, ત્રીજા મોરચાને ૧૧૦ બેઠકો મળશે : સર્વે
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
hindochaashok@gmail.com
No comments:
Post a Comment