Friday, July 10, 2009
Air India News
એરઈન્ડિયા-એરપોર્ટ ઓથોરિટીના ડિસઈન્વેસ્ટમેન્ટનો ઈનકાર
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
નવી દિલ્હી,તા.૯
એરઈન્ડિયા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટનો સરકારે ઈનકાર કર્યો છે.ગંભર નાણાકીય કટોકટીમાં સપડાયેલ એરઈન્ડિયામાં ૩૦ દિવસમાં હાથ ધરાનારા રિસ્ટ્રકચરિંગ પ્લાન અન્વયે એરઈન્ડિયાના બોર્ડમાં નારાયણમૂર્તિ અને રામદોરાઈ જેવા બાહોશ અનુભવી વહીવટકર્તાઓને સમાવેશની શક્યતા વધી ગઈ છે.નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલે આજે લોકસભામાં પ્રશ્નોતરી કલાક દરમ્યાનએક પ્રશ્નના જવાબમાં એરઈન્ડિયા તથા એરપોર્ટઓથોરિટીના ડિસઈન્વેસ્ટમેન્ટનો સાફ ઈનકાર કર્યો હતો.
•એરઈન્ડિયામાં નારાયણમૂર્તિ,રામદોરાઈના સમાવેશની શક્યતાએરઈન્ડીયાને કટોકટીમાંથી બહારલાવવા ૪૫૦૦ કરોડની જરૃર હોવાનું પટેલે જણાવ્યું હતું.દરમ્યાનમાં આધારભૂત અહેવાલો અનુસાર ઈન્ફોસીસના ચેરમેન નારાયણમૂર્તિ તથા ટીસીએસના રામદોરાઈને એરઈન્ડીયાના બોર્ડમાં સ્વતંત્ર ડીરેકટરો તરીકે નીમવામાં આવે તેવી શક્યતા છે.એરઈન્ડીયામાં ચાલતી ગતિવિધિ પર કેબિનેટ સચિવ ચંદ્રશેખરના નેતૃત્વમાં એક સમિતિ નજર રાખશે.
ઉડ્ડયનપ્રધાને એક અન્ય પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એર કેરિયર માટે આઈપીઓ લાવવાની હાલમાં કોઈ દરખાસ્ત નથી.દિલ્હી જેવા ખાનગી વિમાનીમથકો પર ખાનગી વહીવટકારો દ્વારા લેવાતી વિકાશ ફીઅંગેના એક પ્રશ્નના જવાબમાં ઉડ્ડયનપ્રધાને જણાવ્યું હતું કે આ મામલે નર્ણય લેવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને જણાવાયું છે.સભ્યોએ સૂચવ્યું હતું કે ખાનગી કંપનીઓએ પોતાના ખર્ચે એરપોર્ટો વિકસાવવા જોઈએ અને તે પછી વિકાસ ફીના નામે ટોલ ફી લેવી જોઈએ.
More News From : National
■ માયાવતી મૂર્તિઓ સ્થાપિત કરી શકશે : સુપ્રિમ કોર્ટ
■ વૈશ્વિક મંદીના કારણે રાજસ્વ સંગ્રહમાં ઘટાડો : પ્રણવ મુખરજી
■ રાજૌરી ગાર્ડન હત્યાકાંડ : પત્નીએ જ પતિની હત્યાની સોપારી આપી હતી
■ બિહારની આરા જીલ્લા અદાલતમાં વિસ્ફોટ : 1નું મોત
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment