Friday, July 3, 2009

Railway Budget Today-inf, by Ashok Hindocha (M-9426201999)

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

આજે રેલવે બજેટ : યાત્રી ભાડાંમાં વધારાની શક્યતા
www.bsnlnewsbyashokhindocha.blogspot.com


નવી દિલ્હી,તા.૨
રેલવે પ્રધાન મમતા બેનરજી આવતીકાલે યુપીએ સરકારનું રેલવે બજેટ રજૂ કરશે. મમતા બેનરજીએ પહેલેથી જ કહ્યું છે કે બજેટ પ્રજાલક્ષી હશે. લોકોની સુવિધા તરફ ધ્યાન આપવામાં આવશે.આમ છતાં રેલવે બજેટમાં નવા પગલાંને લઈને અટકળો ચાલી રહી છે. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે રેલવે મુસાફરી ભાડાંમાં નજીવો વધારો થઈ શકે છે. આ ઉપરાંત નૂર પરિવહનને પ્રોત્સાહન આપવા નવાં પગલાંની જાહેરાત થઈ શકે છે. રેલવે અને લોકોની સુરક્ષા માટે વધુ ભંડોળની ફાળવણી કરવામાં આવે તેમ પણ માનવામાં આવે છે.

•૨૦ રૃ.માં ભોજન તથા ૧૦રૃ.માં પૂરી શાક અંગે જાહેરાતની શક્યતાઃ ફેરિયાઓ માટે સિઝનલ પાસરેલવે બજેટની અન્ય વિશેષતાઓને લઈને છેડાયેલી ચર્ચા મુજબ મમતા બેનરજી ફેરિયાઓ માટે ૨૦ રૃપિયામાં સિઝનલ પાસની જાહેરાત કરી શકે છે. ભારતીય રેલવેને વિશ્વસ્તરીય બનાવવા માટેની કામગીરીને વેગ આપવાની કવાયત પહેલાથી જ ચાલી રહી છે. બજેટમાં આ અંગે પણ અનેક પગલાં જાહેર થઈ શકે છે. દેશના મોટા ભાગના રેલવેસ્ટેશનો ઉપર ઓછી કિંમતે ભોજન ઉપલબ્ધ નહીં હોવાની તથા ભોજનના સંદર્ભમાં ઊઠી રહેલી ફરિયાદોને ધ્યાનમાં લઈને મમતા બેનરજી પગલાંની જાહેરાત કરી શકે છે. બજેટમાં સ્ટેશનો પર રાઈસ, ફિશ કરી, વેજીટેબલ બિરયાની, પરાઠા આમલેટ જેવી ચીજવસ્તુઓ પ્લેટ દીઠ ૨૦ રૃપિયામાં ઉપલબ્ધ કરાવવા તથા પૂરી-શાક ૧૦ રૃપિયામાં ઉપલબ્ધ કરાવવાની જાહેરાત બજેટમાં થઈ શકે છે. ટ્રેનોમાં લેટ થવાની સ્થિતિમાં ભોજન ઉપલબ્ધ કરાવવાની હિલચાલ પણ ચાલી રહી છે. યાત્રી ટ્રેનોમાં સાઈડ મિડલ બર્થને દૂર કરવા સંબંધિત પગલાંની જાહેરાત પણ થઈ શકે છે. શ્રેણીબદ્ધ નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે. રેલવેની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાશે.

બજેટના સૂચિત પગલાં
નવી દિલ્હી, તા.૨
* ગરીબ રથ જેવી અનેક નવી ટ્રેનોની જાહેરાત.
* દેશના પૂર્વીય વિસ્તાર માટે કેટલીક ટ્રેનોની જાહેરાત.
* સ્ટેશનો પર બેગેજ સ્ક્રીનિંગ, સીસી ટીવી અને બોમ્બ ડિટેક્શન-ડિસ્પોઝલ સિસ્ટમ રજૂ થશે.
* સીઆરપીએફના આધૂનિકીકરણની દરખાસ્ત.
* ભારતીય રેલવેને વિશ્વસ્તરીય બનાવવા પગલાં.
* મુસાફરી ભાડાંમાં નજીવો વધારો.
* નૂર પરિવહનને પ્રોત્સાહન આપવા પગલાં.
* યાત્રીઓની સુરક્ષા પાછળ વધુ ભંડોળ.
* ફેરિયાઓને સિઝનલ પાસ.
* સ્ટેશનો પર વાજબી ભાવે ભોજન.
* પેસેન્જર ટ્રેનોમાં સાઈડ બર્થને દૂર કરવા હિલચાલ.
* યાત્રીઓને ચોક્કસ માહિતીથી વાકેફ રાખવા નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે.



More News From : National

■ રેલવે બજેટ 2009 : ‘ઈજ્જત’ સ્કીમ હેઠળ 25 રૂ. નો માસિક પાસ

■ આસામમાં પૂરની ગંભીર સ્થિતિ, 2 લાખ લોકો ઘર વિહોણા

■ કંધમાલના રમખાણો પાછળ ધર્મ પરિવર્તન અને પુન: ધર્મ પરિવર્તન કારણભૂત

■ ઉત્તરકાશીમાં બસ નદીમાં ખાબકી : 25 ના મોતની શંકા

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: