www.bsnlnewsbyashokhindocha.blogspot.com
ઈન્દ્રા નૂયી બેસ્ટ સીઈઓ ઓફધી યર
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
ન્યૂયોર્ક,તા.૧૪
પેપ્સિકોના સીઈઓ ઈન્દ્રા નૂયીને બેસ્ટ સીઈઓ ઓફ ધી યર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. વેપાર ધંધાના યોગ્ય સંચાલન દરમ્યાન સામાજિક જવાબદારી પણ યોગ્ય રીતે નિભાવવા બદલ ગ્લોબલ સપ્લાય ચેઈન લીડર ગ્રૂપે આ એવોર્ડ માટે નૂયીની પસંદગી કરી છે.
સોમવારે ભારતીય મૂળના પેપ્સિકો સીઈઓ તાથ ચેરમેન ઈન્દ્રા નૂયીના નામની જાહેરાત કરતાં કંપનીએ જણાવ્યું હતું કે સામાજિક જવાબદારી સાથેના વ્યવસાયને પ્રોત્સાહન આપવા અને જાતે પણ અનુસરવા ઉપરાંત વિશ્વના સૌથી સળગતા ગ્લોબલ વોર્મિંગના પ્રશ્ન અંગે તેમણે ખૂબ જાગૃતિ આણી છે.
•સામાજિક, રોજગાર તથા ગ્લોબલ વોર્મિંગ ક્ષેત્રે યોગદાન માટે કદર તરીકે એવોર્ડ અપાય
જવાબદાર ઔદ્યોગિક નાગરિકત્વ જાળવવા અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરવામાં યોગદાન આપવા, સામાજિક જવાબદારીઓમાં ભાગ લેવા અને અમેરિકામાં રોજગાર સર્જવામાં અસાધારણ કામગીરી કરનાર ઔદ્યોગિક વડાઓને આ એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડ માટે વ્યક્તિમાં નેતાગીરીના સર્વોચ્ચ ગુણ તપાસે છે અને વિશ્વભરમાં ફેલાયેલા તેમના વ્યવસાયમાં ટકાઉ અને જવાબદાર વ્યવસાયિક નીતિઓ વિકસાવવામાં તેમનું યોગદાન તપાસે છે.
GSCLG અમેરિકા સ્થિત વિશ્વભરમાં ફેલાયેલી સપ્લાય શ્રેણીઓનું સંગઠન છે. તેમાં સંખ્યાબંધ સપ્લાય ચેઈનના અધિકારીઓ, મેગેઝિનોના તંત્રીઓ, પસંદગીના પરામર્શકો, અને સપ્લાય ચેઈનોના અને અન્ય વૈચારિક આગેવાનો એકઠા થઈને પોતાના સમૃદ્ધ બૌદ્ધિક અનુભવો એકબીજા સાથે વહેંચીએે છે જેથી સંગઠનના અન્ય સભ્યોના લાભમાં ઉપયોગ કરી શકે.
ઈન્દ્રા નૂયીએ આ એવોર્ડ મેળવ્યા પછી જણાવ્યું હતું કે GSCLG તરફથી પેપ્સિકોને આ સન્માન મળ્યું તેથી તેમને આનંદ થયો છે. આ એવોર્ડ ખરેખર તો વિશ્વભરમાં ફેલાયેલા પેપ્સિકોના ૧,૯૮,૦૦૦ કર્મચારીઓની કંપનીના વ્યવસાયને વિકસાવવાના અને વિશ્વના સારા નાગરિક તરીકે નીતિમત્તા જાળવી રાખવાના અથાક પ્રયાસોનો કાયમી દસ્તાવેજ બની રહેશે.
More News From : World
■ ભારત-ચીનની સ્પર્ધા કરી શકે તેવું શિક્ષણ તંત્ર અમેરિકામાં બનશે : ઓબામા
■ હિલેરી ભારત યાત્રા દરમિયાન પાકિસ્તાન નહીં જાય
■ હાફીઝ સઈદની મુક્તિ સામેની અરજી પાછી ખેંચાશે
■ ફ્રાન્સની રાષ્ટ્રીય પરેડમાં વડાપ્રધાનનું અદ્વિતીય સન્માન
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
No comments:
Post a Comment