Monday, July 13, 2009
ટોચની ૧૦ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. ૧.૭૩ લાખ કરોડનો ઘટાડો
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
મુંબઈ, તા.૧૨
ટોચની ૧૦ કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશન(બજાર મૂડી)માં ગયા સપ્તાહે રૂ. ૧,૭૩,૦૦૦ કરોડનો ઘટાડો થયો હતો. મુકેશ અંબાણી જૂથની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં સૌથી વધુ ધોવાણ થયું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં રૂ. ૩૮૯૩૫ કરોડ ઘટી ગયું હતું. આરઆઈએલનું માર્કેટ કેપ અગાઉના સપ્તાહે રૂ. ૩,૧૮,૮૩૨ કરોડ હતું, જે ઘટીને શુક્રવારે રૂ. ૨,૭૯,૮૯૭ કરોડ થયું હતું. શુક્રવારે તેના શેરનો ભાવ ઘટીને રૂ.૧૭૭૮.૪૦ બંધ આવ્યો હતો. સપ્તાહમાં તેના શેરનો ભાવ ૧૨.૨૧ ટકા ગગડી ગયો હતો.
•રિલાયન્સના માર્કેટ કેપમાં સૌથી વધુ રૂ. ૩૮,૯૩૫ કરોડનું ધોવાણટોચની ૧૦ કંપનીઓનું માર્કેટ કેપ ગત સપ્તાહે રૂ. ૧,૭૩,૪૬૨ કરોડ ઘટીને રૂ. ૧૪,૩૧,૪૩૩ કરોડ થઈ ગયું હતું. અગાઉના સપ્તાહે આ માર્કેટ કેપ રૂ. ૧૬,૦૪,૮૯૬ કરોડ હતું તેમાં જાહેર ક્ષેત્રની બે કંપનીઓ-ઓેએનજીસી, એનટીપીસી-નું માર્કેટ કેપ રૂ. ૪૦,૮૭૨ કરોડ ઘટી ગયું હતું. ઓએનજીસીનું માર્કેટ કેપ શુક્રવારે રૂ. ૨,૧૦,૯૬૭ કરોડ રહ્યું હતું, જ્યારે એનટીપીસીનું રૂ. ૧,૫૯,૩૪૪ કરોડ હતું.
ટેલિકોમ ર્સિવસીઝ પ્રોવાઈડર ભારતી એરટેલના માર્કેટ કેપમાં રૂ. ૬૬૩૫ કરોડનો ઘટાડો થયો હતો. જોકે, તેમ છતાં ટોચની ચાર કંપનીઓના માર્કેટ કેપમાં મોટો કડાકો જોવા મળતાં તે ટોપ-૧૦માં પાંચમા સ્થાન પરથી ચોથા સ્થાન પર આવી ગઈ હતી. એમએમટીસી ચોથા સ્થાન પરથી પાંચમા સ્થાને ધકેલાઈ છે, જેનું માર્કેટ કેપ રૂ. ૨૧,૧૮૧ કરોડ ઘટયું છે. ટોચની ૧૦ કંપનીઓમાં ૬ જાહેર ક્ષેત્રની અને અન્ય ૪ ખાનગી ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ છે.
ટોપ-૧૦ કંપનીઓનું માર્કેટ કેપ
કંપની -માર્કેટ કેપ(રૂ. કરોડમાં)
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ -૨,૭૯,૮૯૭
ઓએનજીસી - ૨,૧૦,૯૬૭
એનટીપીસી-૧,૫૯,૩૪૪
ભારતી એરટેલ-૧,૪૮,૫૦૯
એમએમટીસી-૧,૩૬,૩૮૪
એનએમડીસી-૧,૨૨,૫૪૯
ઈન્ફોસિસ-૯૮,૯૩૯
એસબીઆઇ--૯૮,૦૦૦
ભેલ-૯૭,૧૫૩
એલ એન્ડ ટી-૭૯,૬૯૨
More News From : National
■ દિલ્હી મેટ્રો : 24 કલાકમાં બીજો અકસ્માત
■ આત્મહત્યા કરવાની સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ધમકી
■ અસમમાં વિસ્ફોટ : કર્નલ અને જવાનના મોત
■ છત્તીસગઢમાં માઓવાદી હુમલોઃ ૩૦ પોલીસો શહીદ
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment