Friday, July 3, 2009
સરકાર એર ઈન્ડિયાના કર્મચારીઓનો આજે પગાર કરશે
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
નવી દિલ્હી, તા.૨
જબરજસ્ત કટોકટીમાં સપડાયેલી એર ઈન્ડિયા એ લોન તરીકે મેળવેલી રકમ છેલ્લાં બે વર્ષમાં બમણી થઈ ગઈ છે અને તે હવે સરકાર પાસે બેઈલ આઉટ પેકેજ માગી રહી છે ત્યારે નાગરિક ઉડ્ડયન પ્રધાને ખર્ચ ઘટાડવા માટેનો રિસ્ટ્રક્ચર પ્લાન ૩૦ દિવસમાં તેયાર કરી લાવવા તાકીદ કરી છે. કર્મચારીઓને નિરાંતનો અનુભવ કરાવતાં પ્રધાનશ્રીએ શુક્રવારે પગાર મળશેની જાહેરાત પણ કરી છે.
નાગરિક ઉડ્ડયન પ્રધાને જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં એર ઈન્ડિયાએ લોન પેટે મેળવેલી રકમ ૬,૫૫૦ કરોડથી વધીને બમણી એટલે કે ૧૫,૨૪૧ કરોડ થઈ ગઈ છે. મોટા ભાગની લોન નવાં વિમાનો ખરીદવામાં અને તેની સારસંભાળમાં વપરાઈ છે. વર્તમાન મંદી તથા ગયા વર્ષે ખનિજ તેલના વધી ગયેલા ભાવને કારણે એ વિમાનોથી નફો થવાને બદલે ખોટ થઈ છે.
•મદદ મેળવવા ૩૦ દિવસમાં સુધારણા પ્લાન આપવા તાકીદએર ઈન્ડિયાના કોઈ પણ કર્મચારીની છટણી કરવાની સરકારની કોઈ યોજના નથી એ સ્પષ્ટ કરવાની સાથે સંસદ બહાર પત્રકારો સાથે વાત કરતાં પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે એર ઈન્ડિયાને સરકારની મદદ એમને એમ તાકીદે આપવી યોગ્ય નથી. એર ઈન્ડિયાએ શેરભંડોળ ઊભું કરવા અને નવી લોનો મેળવવાના આયોજન સાથે કંપનીની સ્થિતિ સુધારી નુકસાનમાંથી નફો કરતી બનાવવા સહિત નક્કર સુધારણા પ્લાન તેયાર કરી ૩૦ દિવસમાં આપવો જોઈશે.
સરકાર એર ઈન્ડિયાને મજબૂત વિમાની કંપની બનાવવા માગે છે તે તળિયા વિનાની ન હોઈ શકે તેમ અંતે પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું.
More News From : National
■ રેલવે બજેટ 2009 : ‘ઈજ્જત’ સ્કીમ હેઠળ 25 રૂ. નો માસિક પાસ
■ આસામમાં પૂરની ગંભીર સ્થિતિ, 2 લાખ લોકો ઘર વિહોણા
■ કંધમાલના રમખાણો પાછળ ધર્મ પરિવર્તન અને પુન: ધર્મ પરિવર્તન કારણભૂત
■ ઉત્તરકાશીમાં બસ નદીમાં ખાબકી : 25 ના મોતની શંકા
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment