Friday, July 10, 2009

Amitabh Bacchan-Advice to Rest By Doctor-Inf. by Ashok Hindocha(M-9426201999)


બિગ બીને ડોકટરોની આરામની સલાહ
www.bsnlnewsbyashokhindocha.blogspot.com


મુંબઈ, તા. ૦૯
પેટમાં દુખાવાની ફરીયાદ સાથે સિંગાપોરની યાત્રા રદ કરીને મુંબઈ આવી હોસ્પિટલમાં દાખલ થયેલા મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના વિવિધ ટેસ્ટટ લીધા પછી ડોકટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. અમિતાભે પોતાના બ્લોગમાં લખ્યું હતું કે કોઈપણ ટેસ્ટમાં કશું ચિંતાજનક જણાયું નથી. પરંતુ લક્ષણોતો જણાઈ જ રહ્યા છે. અલબત્ત ગયા વખત કરતાં ઓછી તકલીફ છે.

•દુખાવો ગયા વખત જેવો જ છે પરંતુ પ્રમાણમાં ઓછો છેઅમિતાભ ગુરૃવારે અમરસિંહ સાથે સિંગાપોર જવાના હતા. અમરસિંહ ત્યાં કીડનીનું ઓપરેશન કરાવવાના હતા. તેમની પત્ની જયા, પૂત્ર અભિષેક અને પૂત્રવધુ ઐશ્વર્યા અગાઉથી જ સિંગાપોર હતા. અમિતાભ લંડનમાં ‘પા’ ફિલ્મનું શુટીંગ કરીને આગલા દિવસે જ મુંબઈ પાછા ફર્યા હતા. અચાનક તેમને તેમની વર્ષગાંટના દિવસે થયો હતો તેવો જ દુખાવછો ઉપડયો હતો.
અમિતાભ લખે છે કે આ મુશ્કેલ પળે હું તેમની (અમરસિંહની) સાથે રહેવા ઈચ્છતો હતો પરંતુ ડોકટરોએ મને થોડા દિવસ સુધી આરામ કરવા જણાવ્યું છે. હું નથી ઈચ્છતો કે પરદેસમાં મારી તકલીફના કારણે બધાએ દોડાદોડ કરવી પડે.





More News From : Bollywood News

■ પર્યાવરણ જાળવવા અમિતાભે અખબારો બંધ કરવાની સલાહ આપી !

■ “મારી ઈચ્છા છે કે સૈફ-કરીના જલદી લગ્ન કરી લે”

■ બિપાસાની ભવિષ્યવાણી સાચી પડી

■ દીપિકાએ કરીનાને ન બોલાવી, સૈફ મુશ્કેલીમાં !

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: