Monday, July 13, 2009


તમિળનાડુમાં ભિખારીએ ૩૦ વર્ષમાં રૂ. ૧૩ લાખની ચોખ્ખી આવક કરી
www.bsnlnewsbyashokhindocha.blogspot.com



કોચી, તા. ૧૨
અમીર બનવાનું સપનું સેવતાં લોકો માટે આ સમાચાર કદાચ અનોખો હોય પણ હકીકત છે કે તમિળનાડુનો એક ભિખારી ભીખ માગતા માગતા લાખોપતિ થઇ ગયો છે. આશરે ૩૦ વર્ષની "કારકિર્દી"માં તેણે રૂ. ૧૩ લાખથી વધુની ચોખ્ખી આવક કરી હતી. તેણે પોતાના પુત્રને સોફ્ટવેર એન્જિનિયર પણ બનાવી દીધો હોવાનું જાણવા મળ્યું હતું.
સામાન્યપણે ગંદા કપડામાં રહેતો ૭૦ વર્ષીય અબ્દુલ ઘલી પાસે રૂ. ૧૩ લાખની થાપણો છે અને હાથ પર રૂ. ૮૦,૦૦૦ની રોકડ હતી. ૭૦ વર્ષીય આ માંદો ભિખારી તમિળનાડુના તુતિકોરિનનો રહેવાસી છે અને તે આટલો ધનિક છે તેનો કોઇને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો. પણ તેની થોડીક શંકાસ્પદ હરકતોને કારણે લોકોએ અન્ય કારણોસર તેના ગંદા કપડાની તલાશી લીધી ત્યારે આ બાબત પ્રકાશમાં આવી હતી. પછી લોકોએ તેને પોલીસને સોંપી દીધો હતો.

•તેનો પુત્ર સોફ્ટવેર એન્જિનિયર છેમીડિયાના અહેવાલોને પગલે ચેન્નાઇમાં નોકરી કરતાં તેના સોફ્ટવેર એન્જિનિયર પુત્રને આ બાબતની જાણ થઇ હતી અને તેણે કેરળના સત્તાવાળાઓ સાથે સંપર્ક કરીને પોતાના પિતાની ખબર કાઢી હતી અને પછી ઘલીને તેમના સગાંવાળાઓને સોંપી દેવામાં આવ્યો હતો. ઘલી આ અઠવાડિયે કોઝીકોડ નજીકના એક શહેર કુટ્ટિકટુરના જમાત મસ્જિદમાં રહેતા હતા. તેમના પર દયા ખાઇને મસ્જિદના સત્તાવાળાઓએ તેમને ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.
એ પછીના દિવસે તેણે મસ્જિદના સત્તાવાળાઓને કહ્યું હતું કે તે એર્નાકુલમ જિલ્લાના મુદુક્કઇની એક મસ્જિદમાં જવા માગે છે. સ્થાનિકોએ રૂ. ૧૦,૦૦૦ ઉઘરાવીને તેને આપ્યા હતા અને એર્નાકુલમ જવા માટે એક જીપની વ્યવસ્થા કરી આપી હતી.
તે એર્નાકુલમ માટે જવા નીકળ્યો પછી એ જ દિવસે પાછો આવી જતા લોકોએ તેની પૂછપરછ કરી હતી. તેણે ગોળ ગોળ જવાબ આપતાં લોકોને તેના પર શંકા ગઇ હતી અને તેમણે તેના ગંધાતા કપડાં અને સામાનની તલાશી લીધી હતી અને પછી બધાને ખબર પડી કે આટલો ધનિક છે.



More News From : National

■ દિલ્હી મેટ્રો : 24 કલાકમાં બીજો અકસ્માત

■ આત્મહત્યા કરવાની સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ધમકી

■ અસમમાં વિસ્ફોટ : કર્નલ અને જવાનના મોત

■ છત્તીસગઢમાં માઓવાદી હુમલોઃ ૩૦ પોલીસો શહીદ

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: