Monday, July 6, 2009

T-20 World Cup -2010-progrrame annouced-inf. by ashok hindocha (M-9426201999)


Ashok Hindocha-RAJKOT-Gujarat M-9426201999
ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૧૦નો કાર્યક્રમ જાહેર
www.bsnlnewsbyashokhindocha.blogspot.com


દુબઈ, તા.૫

વેસ્ટ ઈન્ડીઝમાં યોજાનારા આગામી આઈસીસી ટી૨૦ વર્લ્ડકપ ૨૦૧૦ માટેના પ્રાથમિક કાર્યક્રમની જાહેરાત આજે કરી દેવામાં આવી છે. હાલમાં ઇંગ્લેન્ડમાં યોજાયેલા બીજા ટી-૨૦ વર્લ્ડકપમાં નિરાશાજનક દેખાવ કરનારી ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સાથે ગ્રૂપ-સીમાં રાખવામાં આવી છે જ્યારે વર્તમાન ચેમ્પિયન પાકિસ્તાન ગ્રૂપ-એમાં રહેશે.

આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૧૦ની શરૃઆત ૩૦મી એપ્રિલથી થશે. આઇસીસી દ્વારા કાર્યક્રમની આજે વિધિવત જાહેરાત કરાઇ હતી. રનર્સ-અપ શ્રીલંકા ગ્રૂપ-બીમાં ન્યૂઝીલેન્ડ અને ઝિમ્બાબ્વે સાથે રહેશે જ્યારે યજમાન વેસ્ટ ઈન્ડિઝ ઇંગ્લેન્ડ અને બીજી ક્વોલીફાઇ ટીમ ગ્રૂપ-ડીમાં રહેશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક ગ્રૂપમાં હશે.

ટુર્નામેન્ટ ચાર સ્થળોએ યોજાશે જેમાં બાર્બાડોસ, ગુયાના, સેન્ટ કિટ્સ અને સેન્ટ લુસિયાનો સમાવેશ થાય છે. ફાઈનલ ૧૬મી મેના રોજ બાર્બાડોઝમાં રમાશે. ગ્રૂપ-એમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની સાથે ઓસ્ટ્રેલિયા પણ હશે. ઓસ્ટ્રેલિયા હાલમાં જ રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપમાં પ્રથમ રાઉન્ડથી આગળ પહોંચી શક્યું ન હતંુ.

આઈસીસીના મુખ્ય કારોબારી અધિકારી હારુન લોગાર્ટે જણાવ્યંુ છે કે આ ટુર્નામેન્ટને નોંધપાત્ર સફળતા મળશે. બાર્બાડોસ, ગુયાના, સેન્ટ કિટ્સ્ક અને સેન્ટ લુસિયા ઉત્કૃષ્ટ સ્થળો છે.

કઈ ટીમ કયા ગ્રૂપમાં?

* ગ્રૂપ-એ : પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા

* ગ્રૂપ-બી : શ્રીલંકા, ઝિમ્બાબ્વે, ન્યૂઝીલેન્ડ

* ગ્રૂપ-સી : દ. આફ્રિકા, ભારત, એક ક્વોલીફાય ટીમ

* ગ્રૂપ-ડી : વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લેન્ડ, બીજી ક્વોલીફાય ટીમ

ટિકિટોના દર ખૂબ સસ્તા હશે

વેસ્ટ ઇન્ડીઝમાં ૩૦ એપ્રિલ, ૨૦૧૦થી શરૃ થઇ રહેલા ત્રીજા ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપમાં વધારેમાં વધારે પ્રેક્ષકો ખેંચી લાવવાના હેતુસર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઇસીસી) ટિકિટો સસ્તા ભાવની રાખવાની ઘોષણા કરી છે.

આઇસીસી દ્વારા આજે એક નિવેદનમાં જણાવાયું હતું કે, આગામી ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપની તમામ ૪૨ મેચોમાં ટિકિટોના ભાવ વધુમાં વધુ પ્રેક્ષકોને આકર્ષવાના ઉદ્દેશ સાથે નક્કી કરાયા છે.

આ ઝુંબેશના ભાગરૃપે ગુયાનામાં રમાનારી તમામ મેચો અને સેન્ટ લૂસિયા ખાતે રમાનારી પ્રથમ રાઉન્ડની બધી જ મેચોમાં ૧૬ વર્ષ સુધીના કિશોરોને સ્ટેડિયમમાં વિના મૂલ્યે પ્રવેશ આપવાની પણ ઘોષણા કરાઇ છે.

પુરુષોના ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપની પ્રથમ રાઉન્ડની તેમ જ સુપર-એઇટ રાઉન્ડની તમામ મેચો માટે ટિકિટના મહત્તમ દર માત્ર ૧૫ ડોલર (૭૦૦ રૃપિયા) રાખવામાં આવ્યા છે જ્યારે મહિલાઓના ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપની ગ્રૂપ મેચો વિના મૂલ્યે રહેશે.

આવતાં વર્ષે ૧૩ અને ૧૪ મેના રોજ સેન્ટ લૂસિયામાં રમાનારી સેમિ-ફાઇનલ્સ માટે પુખ્તોની ટિકિટના પ્રારંભિક દર માત્ર ૧૦ ડોલર (૪૮૦ રૃપિયા) હશે જ્યારે ૧૬ વર્ષ સુધીના કિશોરો માટેની ટિકિટ ફક્ત ૬ ડોલર (૨૯૦ રૃપિયા)ની જ હશે. ફાઇનલની ટિકિટના મહત્તમ દર પણ માત્ર ૪૦ ડોલર (૧૯૦૦ રૃપિયા) રહેશે.

આઇસીસીના સીઇઓ હારુન લોગાર્ટના જણાવ્યાનુસાર, આઇસીસી સુનિશ્ચિત કરવા ઇચ્છે છે કે ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપની પહેલી અને બીજી આવૃત્તિઓ જેટલી જ સફળતા ત્રીજી આવૃત્તિને પણ મળે.



More News From : Sports

■ ચોથી વન ડે વરસાદના લીધે પડતી મુકાઇ

■ ફેડરરે ઈતિહાસ સર્જ્યો

■ પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર

■ નેસ્ટર-ઝિમોન્જિકે વિમ્બલ્ડન મેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યું
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: