Wednesday, July 1, 2009
Now LPG Gass will be booked by SMS-inf. by Ashok Hindocha(M-9426201999)
એસએમએસ દ્વારા એલપીજી સિલિન્ડરનું બુકિંગ થઇ શકશે
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
નવી દિલ્હી,તા. ૩૦
પેટ્રોલિયમ પ્રધાન મુરલી દેવરાએ આજે જણાવ્યું હતું કે મોબાઇલ ફોન પર માત્ર એક એસએમએસ મોકલીને એલપીજી સિલિન્ડર માટે બુકિંગ કરાવી શકાશે. દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સુવર્ણ જયંતી ઉજવણીનું ઉદ્ઘાટન કરતા દેવરાએ કહ્યું હતું કે માત્ર એક એસએમએસ મારફતે એલપીજી સિલિન્ડરનું બુકિંગ કરાવી શકાય તે દિશામાં ઝડપથી પગલાં લેવામાં આવી રહ્યાં છે.
•ટૂંક સમયમાં અમલ શરૃઃ મુરલી દેવરાનો દાવો તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં જ માર્કેટિગના ક્ષેત્રમાં વિઝન ૨૦૧૫ની રચના કરવામાં આવી છે. હાલમાં અમારી વસ્તી પૈકી આશરે ૫૦ ટકા વસ્તી સુધી એલપીજી ઉપલબ્ધ છે. વિઝન ૨૦૧૫ હેઠળ આને વર્ષ ૨૦૧૫ સુધી ૭૫ ટકા વસ્તી સુધી ઉપલબ્ધ કરાવવાની તૈયારી ચાલી રહી છે. આના માટે એલપીજી ડ્રિસ્ટ્રીબ્યુટરશિપની વર્તમાન સ્કીમને એલપીજી ગ્રામીણ વિતરકની નવી યોજના સાથે જોડવામાં આવશે. એસએમએસ મારફતે એલપીજી માટે બુકિંગ સ્વીકારવા જેવી બાબતોને અમલી બનાવવા અંતિમ તૈયારી ચાલી રહી છે.
પ્રધાને એમ પણ કહ્યું હતું કે પાંચ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં ૧૦૦ ટકા એલપીજી કવરેજ આપવામાં આવશે. ૨૦૦ શહેરોમાં સીએનજી પુરવઠાને પહોંચાડવા માટે રૃપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતમાં ઊથલપાથલ ્અંગે બોલતા તેમણે કહ્યું હતું કે જુલાઇ ૨૦૦૮માં ક્રૂડનો ભાવ વધીને બેરલદીઠ ૧૪૭ ડોલર પર પહોંચી ગયો હતો.
■ વરુણ ગાંધી વિરૂદ્ધ ઈલાહાબાદમાં કેસ દાખલ
■ બાબરી ધ્વંસ બદલ ફાંસીએ ચડવા તૈયાર છું : ઉમા ભારતી
■ લિબરહાન કમિશને ૧૭ વર્ષે બાબરી ધ્વંસ કેસનો અહેવાલ સોંપ્યો
■ મુકેશે અનિલની કંપની સાથે ગેસ-કરારની ના પાડી
www.bsnlnesbyashokhindocha.blogspot.com
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment