Monday, July 27, 2009
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
Breaking News વંશીય ઉકળાટ શાંત કરવા ઓબામા બીયરના સહારે | આઈસીઆઈસીઆઈ ક્રેડિટકાર્ડની બાકી રકમ સેલેરી એકાઉન્ટમાંથી કાપશે | સરકોઝી બીમાર પડતા હોસ્પિટલમાં ખસેડાયા | અમરનાથ યાત્રામાં પાંચનાં મોત | માણસના શરીરમાં જ રહેલા પ્રોટીન વડે કેન્સર મટી શકશે |
આઇએનએસ અરિહંત, રૂ. ૧૩૯૦૦ કરોડની ન્યુક્લીયર સબમરીન
www.bsnlnesbyashokhindocha.blogspot.com
નવી દિલ્હી, તા. ૨૬
રવિવારે કારગિલ વિજય દિવસ એટલે કે ૨૬ જુલાઈના દિવસે જ વડાપ્રધાન મનમોહનસિંહે દેશની સૌપ્રથમ ન્યૂક્લીઅર સબમરીન 'આઇએનએસ અરિહંત'ને કાર્યરત કરી હતી. આ આઇએનએસ અરિહંત ન્યૂક્લીઅર સબમરીન વિશાખાપટ્ટનમ ખાતે એડવાન્સ્ડ ટેક્નોલોજી વેસલ્સ(એટીવી) પ્રોગ્રામ હેઠલ તૈયાર કરવામાં આવી છે, જેની પાછળ ૨.૯ અબજ ડોલર(અંદાજે રૂ. ૧૩૯૦૦ કરોડ)નો ખર્ચ થયો છે. આ ખર્ચ પરથી જ અંદાજ આવી જાય છે કે કેટલી અજાયબ આ સબમરીન હશે અને તેનું કેટલું વ્યૂહાત્મક મહત્ત્વ હશે. આ મિસાઈલ સબમરીન સાથે ભારતે તેની પરમાણુ તાકાતમાં જોરદાર વધારો કરી દીધો છે.
આઇએનએસ અરિહંત દરિયાના પાણીમાંથી મિસાઈલ હુમલો કરવા સક્ષમ
આ સબમરીન સમુદ્રની સપાટીથી અડધો કિલોમીટર નીચેથી ગુપ્ત રીતે અને અવાજ પણ ન થાય તે રીતે મિસાઈલ હુમલો કરવા માટે સક્ષમ છે. ૬૦૦૦ ટનનું જંગી વજન ધરાવતી આ સબમરીન ૮૫ મેગાવોટની ક્ષમતાના ન્યૂક્લીઅર રિએક્ટરથી સજ્જ છે અને તે સમુદ્રની સપાટી પર ૨૨-૨૮ કિલોમીટર પ્રતિ કલાક(૧૨-૧૫ નોટિકલ માઈલ્સ) અને સમુદ્રની સપાટી નીચે ૪૪ કિલોમીટર પ્રતિ કલાક(૨૪ નોટિકલ માઈલ્સ)ની ઝડપે દોડી શકે છે. તેમાં ૯૫ ક્રૂ સભ્યો તેમની પોઝિશન લેશે અને ટોર્પિડો સહિતનાં શસ્ત્રો અને ૧૨ બેલિસ્ટિક મિસાઈલ સહિતની અનેક મિસાઈલ પણ રહેશે. આઇએનએસ અરિહંત ક્રૂઝ મિસાઈલ્સ પણ લઈ જઈ શકે છે.
ક્રૂઝ મિસાઈલ્સ પણ લઈ જઈ શકવા સક્ષમ
મૂળ રૂ. ૩૦,૦૦૦ કરોડનો આ અત્યંત મહત્ત્વાકાંક્ષી સિક્રેટ ન્યૂક્લીઅર સબમરીન પ્રોજેક્ટ ૮૦ના દાયકામાં શરૂ થયો હતો. આમ તો વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીના સમયમાં ૭૦ના દાયકામાં આ પ્રોજેક્ટના વિચારબીજ રોપાયા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં બેંગલોરમાં યોજાયેલા એરોઈન્ડિયા શો દરમિયાન સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીએ આ પ્રોજેક્ટ પૂરો થવાની તૈયારીમાં હોવાની સૌપ્રથમ સત્તાવાર જાહેરાત કરી હતી. આઈએનએસ અરિહંતને બે વર્ષ સુધી સમુદ્રમાં પરીક્ષણ માટે રાખવામાં આવશે અને તમામ પરીક્ષણો પૂરા થઈ ગયા બાદ તેને સંપૂર્ણપણે નૌકાદળને સુપરત કરી દેવાશે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(ડીઆરડીઓ) આ જ પ્રકારનો એક મહત્ત્વાકાંક્ષી સાગરિકા પ્રોજેક્ટ હાથ ધરી રહ્યું છે, જે અંતર્ગત ન્યૂક્લીઅર શસ્ત્રો સાથે ૭૦૦ કિલોમીટરની રેન્જની કે-૧૫ મિસાઈલથી દુશ્મનો પર હુમલો કરી શકાશે.
ન્યૂક્લીઅર સબમરીન શું છે
ન્યૂક્લીઅર સબમરીન એ ન્યૂક્લીઅર રિએક્ટર ટેક્નોલોજીથી સજ્જ એવી સબમરીન હોય છે, જે પરંપરાગત સબમરીનથી અલગ હોય છે. આ સબમરીન સામાન્ય સબમરીનથી અનેક રીતે ચડિયાતી હોય છે. આ સબમરીન ન્યૂક્લીઅર પ્રોપલ્ઝનને કારણે હવાથી સંપૂર્ણ સ્વતંત્ર હોય છે, જેને કારણે તે સતત પાણીમાં રહી શકે છે. ન્યૂક્લીઅર રિએક્ટરને કારણે લાંબા સમય સુધી અત્યંત ઝડપી ઓપરેશન માટે ન્યૂક્લીઅર સબમરીન સક્રિય રહી શકે છે. સામાન્ય સબમરીન બહુ થોડા દિવસ સુધી જ અને એ પણ ધીમી ઝડપે કામ કરી શકે છે અને વધુ ઝડપે તો બહુ થોડા કલાક જ કામ કરી શે છે. જ્યારે ન્યૂક્લીઅર સબમરીન ખૂબ લાંબા સમય સુધી ખૂબ ઝડપ સાથે કામ કરી શકે છે. વિશ્વની સૌપ્રથમ ન્યૂક્લીઅર સબમરીન અમેરિકાની યુએસએસ નોટિલસ ચાર મહિના સુધી સતત દરિયાની અંદર રહીને ભ્રમણ કરતી રહી હતી. ત્યારપછી રશિયા સહિતના દેશોએ પણ તેનું મહત્વ સમજીને તેનું નિર્માણ શરૂ કરવા માંડયું. જોકે આ સબમરીનનું મહત્ત્વ છે એટલો જ તેના નિર્માણ પાછળ જંગી ખર્ચ પણ કરવો પડે છે. જેને કારણે આજે પણ વિશ્વના ગણતરીના દેશો પાસે જ ન્યૂક્લીઅર સબમરીન છે. ભારત ન્યૂક્લીઅર સબમરીન ધરાવતો વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો છે. અમેરિકા અને રશિયા ઉપરાંત બ્રિટન, ચીન, ફ્રાન્સ પણ આ સબમરીન ધરાવે છે.
સબમરીનની વિશેષતાઓ
* દરિયામાં અડધા કિલોમીટર નીચે રહીને દરિયામાંથી મિસાઈલો ઝીંકવામાં સક્ષમ
* ૬ હજાર ટનની સબમરીનમાં ૮૫ મેગાવોટ ક્ષમતાના પરમાણુ રિએક્ટરો છે
* રિએક્ટરો જ્યાં સુધી ફ્યુઅલ ખાલી ન થાય ત્યા સુધી એટલે કે ૧૦ વર્ષ સુધી સતત કામ કરી શકશે
* સબમરીનની લંબાઈ ૧૧૦ મીટર અને પહોંળાઈ ૨૫ મીટર
* આગામી ૧૨થી ૧૬ મહિના સુધી ટ્રાયલનો દોર ચાલશે
* સપાટી પર તેની ઝડપ ૧૨થી ૧૫ નોટ્સ,
* પાણીમાં તેની ઝડપ ૨૪ નોટ્સ સુધી જઈ શકશે
* સબમરીનમાં ૯૫ લોકો સામેલ થઈ શકશે
* સબમરીન ટારપીડો અને બાર બેલાસ્ટિક મિસાઈલો સહિત અન્ય મિસાઈલો સાથે સુસજ્જ રહેશે
* સબમરીનની ત્રાટકવાની ક્ષમતા ૭૦૦ કિલોમીટર રહેશે
* ૩૦ હજાર કરોડનો ખર્ચ કરાયો છે
ન્યૂક્લીયર ઈન્ડિયા : માઈલસ્ટોન
-૧૯૫૬ : મુંબઈના ટ્રોમ્બે ખાતે એશિયાનું સૌપ્રથમ રિસર્ચ રિએક્ટર 'અપ્સરા' કાર્યાન્વિત થયું
-૧૯૬૫ : ટ્રોમ્બે ખાતે પ્લુટોનિયમ પ્લાન્ટ કાર્યરત થયો
-૧૯૬૯ : તારાપુર એટોમિક પાવર સ્ટેશનનું કોર્મિશયલ ઓપરેશન શરૂ
-૧૯૭૪ : પોખરણમાં સૌપ્રથમ અણુ વિસ્ફોટ કરીને ભારત અણુ સત્તા બન્યું
-૧૯૮૪ : મદ્રાસ એટોમિક પાવર સ્ટેશન તમિલનાડુના કલપક્કમ ખાતે કાર્યરત થયું
-૧૯૮૫ : રિસર્ચ રિએક્ટર 'ધ્રુવ' કાર્યાન્વિત કરવામાં આવ્યું.
-૧૯૯૨ : કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન કાર્યાન્વિત કરવામાં આવ્યું
-૧૯૯૮ : પોખરણમાં પાંચ અણુ વિસ્ફોટ
-૨૦૦૫ : ૫૪૦ મેગાવોટના ન્યૂક્લીયર પાવર રિએક્ટરને તારાપુર ખાતે કાર્યાન્વિત કરવામાં આવ્યું
-૨૦૦૯ : દેશની સૌપ્રથમ ન્યૂક્લીયર સબમરીન તરતી મૂકવામાં આવી
■ સુપ્રીમે ઈવીએમ વિરૂદ્ધની અરજી ફગાવી
■ કોંગ્રેસે ભારત-પાક. સંયુક્ત બયાન પર વડાપ્રધાનને સમર્થન આપ્યું
■ ભારતે પરમાણુ સબમરીન તરતી મૂકી
■ કારગિલની દસમી વરસીએ શહીદોને રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ
■ સચિને અસાધ્ય રોગ સામે લડતા નમનની ઈચ્છા પૂરી કરી
■ ભારતે પરમાણુ સબમરીન તરતી મૂકી
■ વંશીય ઉકળાટ શાંત કરવા ઓબામા બીયરના સહારે
■ અમરસિંહને હોસ્પિટલમાંથી રજા અપાઈ : અમિતાભ
More News
■ પ્રાણાયામની મદદથી તમાકુની લત છૂટી શકે છે
■ ટેન થાઉઝન્ડ અવર રૃલ, બિલ ગેટ્સ અને બિટલ્સની સફળતાનું રહસ્ય
■ કાશ્મીરી દમ આલૂ
■ M.B.A. નો જાદુ
■ કારગિલ : દેશના મુકુટની રક્ષા કરનારા જવાનોને સલામ
■ સચિને અસાધ્ય રોગ સામે લડતા નમનની ઈચ્છા પૂરી કરી
■ ભારતે પરમાણુ સબમરીન તરતી મૂકી
■ છરા હજી છે શરીરમાં, વેદના ભરી છે જીવનમાં...પ્રથમ વરસી.... અમદાવાદ બ્લાસ્ટ !!!
■ CAT / GMAT ની પરીક્ષાની તૈયારી ક્યારે શરૃ કરવી ?
■ M.B.A. નો જાદુ
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Hello Everybody,
My name is Mrs Sharon Sim. I live in Singapore and i am a happy woman today? and i told my self that any lender that rescue my family from our poor situation, i will refer any person that is looking for loan to him, he gave me happiness to me and my family, i was in need of a loan of $250,000.00 to start my life all over as i am a single mother with 3 kids I met this honest and GOD fearing man loan lender that help me with a loan of $250,000.00 SG. Dollar, he is a GOD fearing man, if you are in need of loan and you will pay back the loan please contact him tell him that is Mrs Sharon, that refer you to him. contact Dr Purva Pius,via email:(urgentloan22@gmail.com) Thank you.
Post a Comment