Sunday, January 8, 2012

Waht is life ?..www.bsnlnwsbyashokhindocha.blogspot.com


http://www.bsnlnewsbyashokhindocha.blogspot.com/ M-09426254999
જીવન શું છે ?
















જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે.







તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે,







પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે.











જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે,







જેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે ?







સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજુસાઈ છે, નફરત છે.







ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારાપાકની આશા કેમ રખાય ?











તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિ,







જીવન ફળ્યું નહિ, તમે છેતરાયા છો, ભરમાયા છો, પણ તમારી ફરિયાદ સાચી નથી.







ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી.











જીવન તમને ફક્ત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી.







ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યું છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં

શ્રદ્ધા રાખી છે ?







તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી, જીવન હોડમાં મૂક્યું નથી.







પછી બદલામાં શું મળે ?











તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગૂનો કબૂલ કરો છો અને જાહેર કરો

છો.







કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલક વ્યાજ તો તમને મળી

ચૂક્યું હોત.







જીવન જૂઠું બોલતું નથી.







નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો







લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે







તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે







આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે











અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે







મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો







અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો











આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી







અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી.







જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,







આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?











આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી







એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.







બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો







નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.







– ફાધર વાલેસ



















No comments: