Sunday, August 5, 2012

Some Important Tips...DHYAN...inf. by Ashok Hindocha m-9426254999


ધ્યાન – યોગ .. (મેડિટેશન) … http://ashokhindochaschannel.blogspot.com M-09426254999   hindochaashok@gmail.com
- ડૉ.ઝરણા દોશી …

ડૉ. ઝરણાજી દ્વારા તેમની આ અગાઉની છેલ્લી પોસ્ટ દ્વારા આપ સર્વેને એક દરખાસ્ત કરવામાં આવેલ કે વાંચક વર્ગ ઈચ્છે તો તેઓ અન્ય બે શ્રેણી શરૂ કરવા માંગે છે. (૧) ધ્યાન – યોગ (મેડીટેશન)  દ્વારા રોગને દૂર કેમ રાખવા ? અને (૨) સેક્સ એજ્યૂકેશન અને તેમાં આવતી સમસ્યા અને તેનું નિવારણ વિષે પ્રાથમિક જાણકારી … અમોને ખુશી છે કે આપના તરફથી સારા પ્રતિભાવ મળ્યાં. તમારા તરફથી  ખુશી સાથે અનુમતિ  આપી વિનંતી કરવામાં આવી કે  ઉપરોક્ત શ્રેણી જલ્દી શરૂ કરવામાં આવે. આપના સાનુકુળ પ્રતિભાવ બદલ અમો આપના અંતરપૂર્વકથી આભારી છીએ. તો ચાલો આજે ધ્યાન –યોગ – મેડિટેશન .. પર પ્રાથમિક જાણકારી મેળવવા કોશિશ કરીશું અને ઉપરોક્ત શ્રેણી ની શરૂઆત કરીએ …


‘દાદીમા ની પોટલી’ પર ડૉ. ઝરણાબેન  દ્વારા …. ધ્યાન- યોગ (મેડિટેશન) …. ની  ઉપરોક્ત પોસ્ટ મોકલવા બદલ અમો તેમના અંતરપૂર્વક્થી આભારી છીએ…


પહેલુ સુખ તે જાતે નર્યા – આ કહેવતથી આપણે બહુ સારી રીતે પરિચિત છીએ, એટલે જ તો નીરોગી જીવનની સામે દુનિયાનાં દરેક સુખને પાંગળા ગણવામાં આવે છે. સ્વસ્થ શરીરનાં મહત્વ પર આપણાં વડલાઓએ ખુબ જ ભાર આપ્યો છે. આ જ કારણથી તો પ્રાચીન સમયમાં યોગની શોધ કરી હતી. આ સાથે રોજ સવારે ચાલવા જવું અને વહેલા ઊઠવું સ્વાસ્થય માટે લાભદાયી માનવામાં આવ્યુ છે.

તાજેતરનાં એક રિસર્ચમાં જણાવવામાં આવ્યુ છે કે જો કોઇપણ વ્યક્તિનાં જીવનભર આ બે ઉપાયોને અજમાવે તો શારીરિક અને માનસિક રૂપથી બીમાર અને નબળાં થવાની સંભાવના લગભગ નહિવત થઇ જાય છે. સૂર્યથી જોડાયેલા આ ઉપાયો આપણી ઇમ્યુન સિસ્ટમને અત્યંત મજબુત બનાવે છે.

- ઊગતા સૂરજની કિરણોનો બની શકે તેટલો વધારે સ્પર્શ તમારા શરીરને થવા દો,આની સાથે જો મોર્નિંગ વૉક, આસન,પ્રાણાયામ કે ધ્યાન કરવામાં આવે તો બમણો લાભ થાય છે.

‘ધ્યાન’
ધ્યાન અને યોગ દ્વારા રોગોને દૂર કરવાની પ્રાથમિક જાણકારી, તેમાં સમસ્યાનું નિવારણ, ઉપાય વગેરે બાબત ઉપર થોડો આપને અહીં પ્રકાશ પાડીશું …

આપણા જીવનમાં આપણે ધ્યાન, યોગ – મેડિટેશન … આ બધું આપણે કદાચ ન કરતાં હોઈએ છતાં પણ આપોઆપ થઇ જતું હોય છે અને જેનો આપણને ખ્યાલ પણ હોતો નથી. આ કૂદરતી રીતે થઇ જતું હોય છે અને સાથે સાથે આપોઆપ ભૂલો પણ કરતાં હોઈએ છીએ કે આપણાથી ભૂલો પણ થઇ જતી હોય છે; જેનાથી આપણે ધ્યાન ચૂકી પણ જઈએ છીએ.

ધ્યાન ની પ્રાથમિક જાણકારી માટે આપણે એમ  કહી શકીએ કે …
આખા દિવસની આપણી દિનચર્યા છે તે દિનચર્યામાં આપણે કઈ કઈ જગ્યાએ ધ્યાન ચૂકી જઈએ છીએ અને તેના કારણે આપણા જીવનમાં ક્યા ક્યા રોગો આવવાની સંભાવનાઓ છે.

જેમ કે સાવરે સૂર્યોદય થાય તે પહેલાં કે ત્યારે ઊઠવું જોઈએ અને સૂર્યાસ્ત થાય ત્યારે આપણે આપણી બધી જ પ્રવૃત્તિઓમાંથી વિરામ લેવો જોઈએ. અને આ પ્રમાણે આપણે દિવસનો આરંભ અને અંત કરવો જોઈએ અથવા કરીએ છીએ તો આપણા માટે ધ્યાન અને યોગને પણ આપણા જીવનમાં આવકારી શકીએ છીએ.

તેનાથી વિપરીત જો લોકો જીવન જીવે છે, તેણે તકલીફોનો સામનો કરવો પડે છે. જેમ કે …

૧] ઉજાગરો
૨] ઉજાગરાને કારણે અપચો
૩] મગજ નું ગરમ થઇ જવું, ગુસ્સો આવી જવો કે ચીડિયો સ્વભાવ થઇ જવો
૪] માનસિક તાણનો અનુભવ કરવો
૫] સમય – કસમયે ભૂખ લાગવી

જેના કારણે આપણે તાજો ખોરાક મેળવી શકતાં નથી કે મળતો નથી અને ન ખાવાનો ખોરાક પણ ખાવો પડે છે.
આવી અનેક બાબતો નું આપણે ધ્યાન આપીએ છીએ કે આ વસ્તુ આપણા જીવનમાં આપણે અમલમાં મૂકીએ . જમે કે …

સૂર્યનો ઉદય થાય ત્યારે કે તે પહેલાં નિયમિત રીતે ઊઠીએ – જાગીએ અને સૂર્યાસ્ત થાય ત્યારે આપણે આપણી બધી જ પ્રવૃત્તિમાંથી મન ને બહાર લઈએ અને એ પ્રવૃત્તિઓમાં આપણે વિરામ મૂકીએ.

દિવસની આવી શરૂઆત થાય છે અને દિવસનો આવો અંત થાય છે તો આપણે આપણા જીવનમાં ધ્યાન અને યોગને આવકાર આપવા માટે સક્ષમ બનીએ છીએ.

ધ્યાન અને યોગ માટે આપણી જરૂરીયાતો શું હોઈ શકે ?

દરેક વ્યક્તિ પાસે પોતાનું દેખાઈ છે એવું શરીર હોય, અનુભવ કરી શકે એવું મન હોય, ઉદધિ શક્તિ, વિચાર શક્તિ અને કલ્પના શક્તિ છે અને હરાદ્યની ભાવનાઓ છે, તો ધ્યાન ને આપણે પ્રાથમિક અવસ્થામાં સમજવું હોય તો ધ્યાન અને યોગ આપણા ફીજીકલ બોડી – દેખાતા શરીર સાથે જે કનેક્ટેડ – જોડાયેલા અવયવો –શરીર છે. ધ્યાન અને યોગ એટલે જે દેખાઈ છે તે આપણા ફીજીકલ –વાસ્તવિક શરીર સાથે આપનું મન, આપણા વિચારો, આપણી કલ્પના શક્તિ, આપણામાં અંદર રહેલી આવડત, આ દરેક પ્રકારનો દરેકે દરેકનો એક સાથે યોગ થવો અથવા કહીએ તો દરેકે દરેકનું સમાંતર – પેરેરલ રીતે એક સાથે એક લાઈનમાં આવવું તેણે આપણે ધ્યાન કહીએ છીએ.

ધ્યાન એટલે શું ?

કે જે આપણી પાસે છે, જે કાંઈ આપણી પાસે પોટેન્શ્યલિટી- જેટલી પણ આપણી પાસે કળા છે, આવડત છે, જે કાંઈ આપણું મન કૂદરત પ્રત્યે ખુલ્લું છે., એ દરેકે દરેક મનના ખૂણાઓ એક સાથે એક જ જગ્યાએ સિંક્રોનાઈઝ – એકત્રિત થઇ રહ્યા છે એ ધ્યાન છે.

જેમ કે આપણું બાળક ભણતું હોય તો આપણે કહીએ ભણવામાં ધ્યાન આપ, બાળક ટીવી જોતાં-જોતાં કે રમતાં – રમતાં જમતો હોય તો આપણે કહીએ છીએ કે પહેલાં જમવામાં ધ્યાન આપ, યુનિવર્સ જે કૂદરતના બ્રહ્માંડમાં ચારે તરફ જે પણ જીવો છે એ જીવોનું પોતાનું ભોજન ગ્રહણ કરવું હોય તો, એણે પોતે ભોજન કરવું હોય તો તમારા માટે પોતે ધ્યાન કરવું પડે છે, ધ્યાન આપવું પડે છે.
જે કીડી છે તે દરમાંથી બહાર નીકળે છે તો એને ધ્યાનમાં આવી જાય છે કે સાકરનો ટુકડો અહીં છે કે મીઠાનો, અને મારે ત્યાં પહોંચી જવું જોઈએ. અને ત્યાં પહોંચતા પહોંચતા પોતાની સુરક્ષાનું ધ્યાન આપવું પડે છે અને તે સાકરના ટુકડાને મારે લઇ અને મારા પરિવાર સાથે હસી ખુસી થી સાથે મળીને વાપરવાનો છે અને આ એક પ્રકારનું ધ્યાન જ છે. અને એ ધ્યાન કરતાં કરતાં તે દર સુધી પહોંચી જાય છે. તો આ પ્રમાણે કીડી પણ ધ્યાન કરે છે, હાથી પણ ધ્યાન કરે છે અને પક્ષી પણ ધ્યાન કરે છે. દરેક ને અત્યારે પોતાનું મન સારી રીતે વાળીને એમાંથી સારામાં સારું મેળવવાની જે આવડત – કળા – પદ્ધતિ છે તે ધ્યાન છે.

આપણને શરદી થઇ જાય ત્યારે તરત જ આપણને ખ્યાલ આવે છે કે આપણે ધ્યાન નથી આપ્યું, આપણે બે ધ્યાન રહી / થઇ ગયાં છે અને આપણે બે ધ્યાનપણામાં ઠંડું પાણી પી લીધું, ઠંડી વસ્તુ ખાઈ લીધી, ઠંડો આઈસ્ક્રીમ ખાઈ લીધો કે ઠંડું એવું કાંઈપણ ખાઈ લીધું જેથી આપણે આપણા શરીર માટે બે ધ્યાન પણું રાખ્યું અને આપણે વધારે મહત્વ શેને આપ્યું ? આપણા મનની લાલચને આપ્યું. મનમાં લાલચ આવી ગઈ કે મને સ્વાદ લેવો છે અને એમાં આપણું બે ધ્યાન પણું આવ્યું કે આપણા શરીર પ્રત્યે.

અને જ્યાં બે ધ્યાન પણું આપીએ છીએ ત્યાં આપણા શરીરમાં રોગનો ઉદભવ થાય છે. અને ત્યાં પણ આપણે ધ્યાન આપવા લાગે તો ત્યાં પણ આપણે યોગ થશે અને યોગ દ્વારા રોગની સારવાર થશે.

તો ધ્યાન આપવા માટે આપણે શું કરવું જોઈએ ? જેનાથી આપણને રોગ થાય છે અને રોગને આપણે તે દૂર કરવા માંગીએ છીએ તો એ રોગોની સમસ્યાનું આપણે નિવારણ પણ કરી શકીએ છીએ અને વધારમાં બીજી વખત એ રોગોનો ઉદભવ જ ન થાય એની માટે પણ આપણે ધ્યાન દોરી શકીએ છીએ, ધ્યાન આપી શકીએ છીએ. આપણે જાગૃત થઇ શકીએ છીએ. જે ધ્યાન કરે છે તેને જાગૃતિ આવે છે. દિવસર-દિવસે વધારે ને વધારે.

થોડુંક હાલના સંજોગોમાં વિચારીએ કે જોઈએ કે થોડા ચારે તરફ ધ્યાન બેસી ગયાં છે કે ધ્યાન એટલે શું? ચારે તરફ ધ્યાન પેસી ગયાં છે, તેની થોડી આપણે વાત કરીએ.

ધ્યાન એટલે શું ? … જે ચારે તરફ ધ્યાન પેસી ગયાં છે તે  કે  બીજું કશુંક  ? 

‘હિમાલયની ચોંટી ઉપર બેસી જવાનું ! હલવાનું નહિ, શરીર ને અક્કડ કરી નાખવાનું, ચારે તરફ શાંતિ હોવી જોઈએ, કોઈ અવાજ ન થવો જોઈએ અને આમ, એવી રીતે પલાઠી વાળીને પદ્માસનમા સીધે –સીધા બેસી જશે તેને ધ્યાન કહેવાય ! ‘

નહિ, આ બધી એક મુદ્રા છે. આ ધ્યાન નથી અને આપણને બીજો એક ભ્રમ છે કે બાળકમાં કોન્સન્ટ્રેશન – એકાગ્રતા ની કમી છે. બાળકમાં કોન્સન્ટ્રેશન ની કમી નથી. કોન્સન્ટ્રેશન એ એવી વસ્તુ છે કે એ જે પણ વ્યક્તિ ધ્યાન કરે છે તે ધ્યાનનું પરિણામ છે – (રીઝલ્ટ છે) કોન્સન્ટ્રેશન.

કોન્સન્ટ્રેશન પ્રાપ્ત જ ના થઇ શકે. કોન્સન્ટ્રેશન આપોઆપ જીવનમાં તમને અનુભવવા મળે. જ્યારે તમે ધ્યાન કરો છો, યોગ કરો છો ત્યારે આપોઆપ એના પરિણામ સ્વરૂપે કોન્સન્ટ્રેશન તમને અનુભવ કરવા મળે છે.
તો ધ્યાનની જે જરૂરીયાતો છે તેમાં આ બધાં ભ્રમ છે. કે મંત્ર જાપ કર્યા એને ધ્યાન કહેવાય. જેમ કે કોઈ કર્મ કાંડ કર્યા એને ધ્યાન કહેવાય. નહિ., ધ્યાન દરેક જીવ કરી શકે. પરંતુ તેની અંદર વધારે ને વધારે જાગૃતિ લાવવાનો આપણે પ્રયત્ન કરીએ, અને એવા પ્રકારના યોગ કરીએ છીએ કે એમાં જાગૃતિ નું પ્રમાણ વધતું જાય છે. એમાં યોગ અને ધ્યાન ની સાધનામાં આપણે વાધારે ઊંડા ઉતરતા જઈએ અને એ ધ્યાન –સાધના – યોગ, આ બધાંને આપણે જીવનમાં સ્વીકારવાથી આપણે આપણા જીવનમાંથી રોગોને તો દૂર કરીએ છીએ પણ સાથે સાથે આપણે આપણા મનની અંદર એટલા રુષ્ટ –પુષ્ટ થઈએ છીએ. એટલા સંકલ્પવાન થઈએ છીએ કે આપણું મન એટલું મજબુત થઇ જાય છે, આપણો આત્મ વિશ્વાસ એટલો મજબુત થઇ જાય છે.

તો ધ્યાન બાબતે જે સમયે –સમયે આપણે નીદારણ કરવા છે તે ધ્યાન થકી કેવી રીતે કરી શકી ?

એક તો ધ્યાનના ઘણા બધાં પ્રકાર છે. આપણે થીયેરી પાર્ટ ને એટલો બધો ધ્યાનમાં લેવો જરૂરી નથી, તો તેની ચર્ચા ના કરીએ. ધ્યાના ઘણા બધાં પ્રકારો છે પણ રોજિંદા જીવનમાં ધ્યાનને કેવી રીતે આવરી શકીએ, એના પર આપણે થોડુંક માર્ગદર્શન મેળવીએ.  શરીર એ મન અને આત્મા સુધી પહોચવાનો માર્ગ છે, દ્વાર છે, મંદિર છે. મંદિર ને સ્વછ, સુઘડ અને સુંદર રાખવું એ જરૂરી છે. જ્યાં આપણે જન્મથી લઈને મૃત્યુ પર્યંત રહેવાનું છે ત્યાં રોગોને કેવી રીતે વસવાટ કરવા દેવાય ? …

No comments: