Namaskar

DD NEWS

.

ZEE NEWS

.

Tuesday, August 9, 2016

આ ગઝલ પ્રત્યેક મિત્રોની દિલદારી ને સમર્પિત છે.. inf by Ashok Hindocha M-94262 54999 - courtesy Atulbhai Chotai - Hiteshbhai J Rupareliya

આ ગઝલ પ્રત્યેક મિત્રોની દિલદારી ને સમર્પિત છે..
inf by Ashok Hindocha M-94262 54999      - courtesy   Atulbhai Chotai  -  Hiteshbhai J Rupareliya


ફળે  છે  ઇબાદત ને  ખુદા મળે  છે
મિત્રોને   નિહાળીને ઉર્જા  મળે  છે..।

નથી  જાતો  મંદિર - મસ્જિદ - ચર્ચમાં
મિત્રોના  દિલોમાં  જ  દેવતા  મળે  છે..।

ખસું  છુ  હું  જયારે  સતત ખુદમાંથી
મિત્ર તારા  હૃદયમાં જગ્યા  મળે  છે..।

સમય છે ઉકળતો ને જીવન સળગતું
મિત્રોની હથેળીમાં  શાતા  મળે  છે..।

ઈચ્છાને  તમન્ના  બધી  થાય  પૂરી
મને ઊંઘમાં મિત્રના  સપના મળે  છે..।

ડૂબું છુ  આ સંસાર  સાગરમાં  જયારે
મિત્રતાના મજબૂત  તરાપા  મળે   છે..।

દવાઓ ને  સારવાર  નીવડે  નકામી
મિત્રોની અસરદાર   દુઆ   મળે   છે..।

જીવન કે  મરણની  ગમે  તે  ઘડી  હો
સદનસીબે  મને મિત્રોના ખભ્ભા  મળે  છે..।
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-94262 54999

2 comments:

Sudhir Datta said...

આભાર અશોકભાઈ....કુદરત કૃપાથી આ ગઝલ ની રચના મારી કલમ થી થઇ છે... સુધીર દત્તા

Rajeshkumar Maheta said...

Really Good One Sir....It's honor to marmering the gazal....to fantastic creation