Wednesday, June 8, 2016

રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક તબક્કામાં: આજે કવાર્ટર ફાઇનલ જંગ કાલે સેમીફાઇનલ- શુક્રવારે ફાઇનલ મેચ સાથે રંગારંગ સમારોહ information by Ashok Hindocha M-94262 54999 courtesy www.akilanews.com

રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક તબક્કામાં: આજે કવાર્ટર ફાઇનલ જંગ
કાલે સેમીફાઇનલ- શુક્રવારે ફાઇનલ મેચ સાથે રંગારંગ સમારોહ
information by Ashok Hindocha M-94262 54999
courtesy  www.akilanews.com
રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક તબક્કામાં: આજે કવાર્ટર ફાઇનલ જંગ
   રાજકોટ,તા.૮: રાજકોટ લોહાણા મહાજન  તથા પોલિસ સુરક્ષા સેતુના ઉપક્રમે આયોજીત શાસ્ત્રી મેદાન ખાતેઓપન ગુજરાત- રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક તબક્કામાં પહોંચી ગયેલ છે. આજે રાતે વિવિધ ટીમો વચ્ચે કવાર્ટર ફાઇનલો- જંગ જામશે જેમાં પ્રથમમેચ ભુજ ઇલેવન સામે હળવદ ઇલેવન,  દ્વિતીયમેચ- રઘુવીર ઇલેવન સામે સી.એ. ઇલેવન તથા ત્રીજો મેચ રાષ્ટ્રીય શાળા ઇલેવન સામે રઘુવંશી રોક ઇલેવન મોરબી તથા ચોથોમેચ શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ સામે રઘુવંશી સ્ટ્રાઇકર્સ ઇલેવન વચ્ચે ટક્કર થશે.
   ગઇકાલે સદ્દગુરૂ સનરાઇઝ રાજકોટ સામે રઘુવંશી સ્ટ્રાઇક- રાજકોટની ટીમ વિજેતા થયેલ, જ્યારે બીજામેચમાં સદ્દગુરૂ ગોંડલની સામે રઘુવંશી રોકસ્ટાર મોરબીની ટીમ વિજેતા થયેલ. રઘુવંશી લાયન્સ વેરાવળ સામે રાષ્ટ્રીય શાળા ઇલેવન- વિજેતા બનેલ. રાષ્ટ્રીય શાળા ઇલેવનના ૧૦૪ રન થતા એક હજારનું રોકડ ઇનામ દાતા પરિવાર દ્વારા આપવામાં આવેલ. વિરદાદા જશરાજ ઇલેવન દ્વારકા સામે- રઘુવીર ઇલેવન- રાજકોટ વિજેતા થયેલ. ગઇકાલે મહાજન 'ઉપપ્રમુખ' જનકભાઇ કોટકના જન્મદિવસ અનુસંધાને અભિનંદન પાઠવાયા હતાં.
   આવતીકાલે 'ગુરૂવારે' સેમીફાઇનલ મેચનો જંગ જામશે તથા તેજ દિવસે એક ફ્રેન્ડલીમેચ- પ્રેસ ઇલેવન, મીડીયા કમીટી મેમ્બર્સ તથા આયોજક કમીટી મેમ્બર્સ વચ્ચે યોજાશે. જ્યારે શુક્રવારે ફાઇનલ મેચનો જંગ જામશે. ફાઇનલ મેચના દિવસે આતસબાઝી રંગારગ કાર્યક્રમ તથા રાજ્ય તથા રાષ્ટ્રકક્ષાએ રમતગમતમાં જેઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે. તે તમામ રઘુવંશી રમતવીરોનું સન્માન કરવામાં આવશે. દરરોજ સાંજે ૭થી રાત્રીના ૧૨ સુધી યોજાતા રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટમાં મિત્રો પરિવાર સાથે ઉપસ્થિત રહેવા રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન બકુલભાઇ નથવાણી, વીણાબેન પાંધી, જનકભાઇ કોટક, ચંદ્રકાંતભાઇ તન્ના, અશોકભાઇ કુંડલીયા, ડો.વી.એસ. ચંદારાણા, રીટાબેન કોટક, શૈલેષભાઇ ગણાત્રા, સંજયભાઇ કક્કડ, છબીલભાઇ નથવાણી, મીતલભાઇ ખેતાણી, યોગેશભાઇ જસાણી, અશોકભાઇ હિન્ડોચા, ભુપેન્દ્રભાઇ કોટક, સુરેશભાઇ કાથરાણી, વિ.એ આમંત્રણ પાઠવ્યું છે.
   સમગ્ર આયોજન માટે રાજકોટ લોહાણા મહાજનની ર્સ્પોસ્ટ કમીટીના ચેરમેન પિયુષભાઇ કુંડલીયા, યુવા કમીટીના ચેરમેન કલ્પેશભાઇ બગડાઇ, કૌશિકભાઇ અઢીયા, ઇન્દ્રેશભાઇ ગોકાણી, મયંક પાઉ, મેહુલ નથવાણી, પરેશભાઇ તન્ના, ધવલભાઇ કક્કડ, જીમ્મીભાઇ દક્ષિણી, પ્રકાશભાઇ છત્રા, મોહીત રાજાણી, કૃણાલભાઇ છત્રા, મનીષાબેન કુંડલીયા, સ્મીતાબેન સેજપાલ, ધારાબેન પોપટ, જોલીભાઇ જોબનપુત્રા, નંદિતાબેન અઢીયા, જય ઘેલાણી, હિતેશભાઇ પોપટ કાર્યરત છે.
   ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે રંજનબેન પોપટ, શ્રી નવીનભાઇ કક્કડ, મનુભાઇ કોટક, મનુભાઇ ઠક્કર, બકુલભાઇ નથવાણી, પરેશભાઇ ચગ, પ્રદિપભાઇ સચદે, રમણભાઇ કોટક, ડો. પ્રશાંતભાઇ તન્ના, કિરીટભાઇ કેશરીયા, વિનોદભાઇ પોપટ, મીતરાચ્છ, ધ્રુમિલ જસાણી, દિપકભાઇ ચાંદ્રાણી, અશ્વીનભાઇ બગડાઇ, સ્મીતાબેન ગણાત્રા, નીતીનભાઇ નથવાણી, અનિલભાઇ રાજદેવ, રમેશભાઇ ઠક્કર, હસુભાઇ ભગદેવ, નીતીનભાઇ રાયચુરા દ્વારા અભિનંદન પાઠવાયા છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)
 (04:26 pm IST)
 
Share This News
Facebook
Twitter
Share on Google+
Blogger
 
Follow Akilanews.com
Facebook
Twitter
YouTube
RSS
 

No comments: